શ્રી બહુચર માંની આ સ્તુતિ ગુજરાતી લખાણ સાથે | Bahuchar Stuti Lyrics in Gujarati | Okhaharan
13 March અમાસ ના દિવસે માં બહુચર ની આ સ્તુતિ કરો સવૅ ગુણ ચમત્કાર પાઠ જે તે હજું સુધી નહીં વાંચ્યો હોય ગુજરાતી લખાણ સાથે - Okhaharan
Bahuchar-Stuti-Gujarati-Lyrics |
શ્રી બહુચર માની સ્તુતિ
આધશક્તિ તુજને નમું રે , બહુચર ગણપત લાગુ પાય ;
દીન જાણી દયા કરો રે , બહુચરી મુખે માગું તે થાય .
વાણી આપોને પરમેશ્વરી , બહુચરી ગુણ તમારા ગાય ;
ચોસઠ બે’ની માડી સામટી રે , બહુચરી માન સરોવર જાય .
માન સરોવર ઝીલતાં રે બહુચરી કરતાં તે નિત વિલાસ ;
શંખલપુર ગામ સોહામણું રે , બહુચરી ત્યાં તમારો વાસ .
સર્વ મળી કીધી સ્થાપના રે , બહુચરી સોનું ઘડે સોનાર ,
ઘકિયાં બાજુબંધ બેરખાં રે , બહુચરી ઘડિયા એકાવળ હાર ,
પ્રથમ ચરિત્ર તમે કર્યા રે , બહુચરી માર્યો તે મહિષાસુર ;
રકત નેહા કરી મારિયો રે , બહુચરી ૨ક્ત ચલાવ્યાં પૂર .
માર્યા તે મ્રગ બોલાવિયા રે , બહુચરી આરાસુરી ગઢમાંય ;
શુંભ નિશંભ હાથે હણ્યાં રે , બહુચરી માર્યા તેને પળમાંય .
ઘોડીમાંથી ઘોડો કર્યો , બહુચરી સ્ત્રીમાંથી કર્યો પુરુષ
અકળ કળા એવી કરી રે , બહુચરી ન જાણે કોઈ જુક્ત .
હવે હૈયું નથી રેહતું રે , બહુચરી કઠણ આવ્યો આદિકાળ ;
ધર્મ થયો ધરણી ધસી રે , બહુચરી પુણ્ય ગયો પાતાળ .
હોમ હવન ત્યાં થાય છે રે , બહુચરી શ્રીફળ ઘણાં હોમાય ;
બ્રહ્મ વેદ ભણાય છે રે બહુચરી આનંદ ઓચ્છવ થાય .
કર જોડીને વિનવું રે , બહુચરી વલ્લભ તારો દાસ ;
સદા સેવક છે તારો રે , બહુચરી રાખો ચરણની પાસ .
ચરણ પખાળી તુજને નમું રે , બહુચરી વૈકુંઠ હોય વાસ ;
ગાય શીખે ને સાંભળે રે , બહુચરી તેની પૂરે આશ
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
શ્રી બહુચરમાતાની જય જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો