આ ચૈત્ર નવરાત્રી કરીલો આ એક સરળ ઉપાય કોઈ પણ કાર્યમાં શીધ્ર ફળ આપતા કોઈ રોકી નહીં શકે- Navratri Upay Okhaharan
navratri-remedies-to-fullfill-all-wish-gujarati |
આ ચૈત્ર નવરાત્રિમાં કરીલો આ એક સરળ ઉપાય કોઈ પણ કાયૅ શીઘ્ર ફળ મળે
આજે ગુજરાતી ભકતિ લેખ ની અંદર આપણે જીણીશું શાસ્ત્રો મા બતાવેલા કેટલાક એવા ઉપાય જેનાથી માં જગત જનની પ્રસન્ન થાય આ ઉપાયો કરવામાં સરળ છે .
ધનપ્રાપ્તિ માટે કરવા નો ઉપાય :
નવરાત્રી ના નવ દિવસ માં અષ્ટમીનું મહત્વ ગણુ હોય છે. આ અષ્ટમીના દિવસે ઘરમાં પૂજાસ્થાને આસન પાથરીને ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું . એક નાના બાજટ પર માતાજી નો ફોટો મુકો. એક નાની વાટકીમાં ચોખા લઈને તેમાં પુજનનું કંકુ નાખવું . અને બંને ભેગા કરવા.ચોખા લાલ રંગના થઈ જાય ત્યાં સુધી ભેગા કરવા.તેની એક ઢગલી બનાવવી , આ ઢગલી ઉપર શ્રીયંત્રની માતાજી નું યંત્રની સ્થાપના કરવી . ગાયના ચોખ્ખા ઘીના નવ દીવા કરવા .
ત્યારબાદ શ્રીયંત્રનું પૂજન કરો એમાં પંચામૃત નો અભિષેક કરો અબીલ ગુલાલ ફુલ ચડાવો. . બીજા દિવસે સવારે શ્રીયંત્રને તામરા મંદિર અથવા ધન રાખવાની જગ્યાએ મૂકો . શ્રીયંત્ર નીચે રહેલા ચોખાને વહેતા જળમાં પઘરાવી દો.
કોઈની ઉપર કરેલા દેવામાંથી મુક્તિ:
સવારે સુયૅદય પહેલા ઉઠીને નિત્ય કમૅ પરવારી. નવરાત્રિના કોઈ પણ દિવસે પ્રાતઃકાળે મંદિરમાં કે એમના અલગ ફોટો પુજનમાં માતાજીના ચરણોમાં 108 લાલ ગુલાબ અર્પણ કરી. ઘાન્ય સવા કિલો ગ્રામ જેટલી આખી લાલ મસૂરની દાળ સફેદ કપડામાં બાંધીને માતાજી સમક્ષ મૂકો .
ગાયના ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો 108 વાર કરવો અને મંત્ર બોલતા જાવ અને ગુલાબનું ફુલ માં ચરણોમાં અર્પણ કરતા જાવ . મંત્ર પત્યા બાદ મસૂરને પોતાની ઉપરથી સાત વાર ઉતારીને ને કોઈ ગરીબ ને દાન આપો.
મંત્રઃ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રયંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
તમારી નોકરી - વ્યવસાય માટે :
નવરાત્રિના નવ દિવસ સવારે સુયૅદય પહેલા ઉઠીને સ્નાનાદિકાર્યથી નિત્યકમૅ પરવારીને ચોખ્ખા વસ્ત્ર પહેરીને સ્ટફિટકના 108 મણકાવાળી માળા લઈને નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જતી અથવા ઘંઘા રોજગાર જાતા પહેલા નીચેના મંત્રનો જાપ કરવો . નવરાત્રિના પહેલા દિવસથી 31 દિવસ સુધી આ પ્રયોગ કરવો .
મંત્રઃ ઓમ્ વાગ્યાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ દ કુરુ કુરુ ફટ્ સ્વાહા
તમારા જીવનસાથી સાથે સુખમયાંપત્યજીવન માટે :
નવરાત્રિના નવ દિવસ ને માતાજીના મંદિર કે શિવાલયમાં જઈને માતા પાર્વતી તથા શિવનું પંચોપચાર પૂજન કરવું . આ પ્રયોગ પતિ ને પત્નીએ સાથે મળીને કરે તો દાંપત્યજીવન મધુર બનશે .
તમારા મનની મનોકામના પૂરી કરવા :
પોતાની તમામ મનોકામના પૂરી થાય તે માટે અષ્ટમીએ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર પંચામૃત એટલે કે દૂધ , દહીં , ઘી , મધ અને સાકર ચઢાવવી . ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક શિવજીનો શિવલિગ પર ચદન ભસ્મ બીલીપત્ર ફુલ વડે શૃંગાર કરવો . પછી ઘરે જવું . રાત્રે શિવલિંગ સમક્ષ ‘ ઓમ્ નમઃ શિવાય ' મંત્રનો ને જાપ રોજ એક માળા જાપ કરવો
જીવન કષ્ટ દુર કરવા માટે :
તમારા જીવન ચાલી રહેલ ખરાબ સમયના તમામ દુ:ખ , દર્દ , કષ્ટો દૂર થાય અને જીવન સુખમય બને. નવરાત્રિમાં નાની બાળ રૂપી કન્યાપૂજન જરૂર કરવું . જો તમે સંતાનસુખને લઈને ચિંતિત હોય તેમણે નવરાત્રિમાં માતા ભુવનેશ્વરીનું પૂજન કરવું . ને નવરાત્રિના છેલ્લા દિવસે તેને તિજોરી , ગલ્લામાં મૂકી દો . તેનાથી આર્થિક સમસ્યા દૂર થશે અને લક્ષ્મીનો કાયમી વાસ પણ થશે . નવરાત્રિમાં દુર્ગાસપ્તશતીનો પાઠ , માતાજી ના મંત્રો, નવદૃગા ના નવ દિવસ ના મંત્રો જાપ જરૂર કરવો , માતાજીના મંદિરમાં ધજા અર્પણ કરવી.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
Okhaharan-kadvu-1-Okhaharan-Book-PDF |
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
Ganesh 12 Name |