મંગળવાર, 24 ઑગસ્ટ, 2021

શ્રાવણ વદ ચોથ બોળ ચોથ વ્રત કથા ગુજરાતીમાં | Bol Chauth Vrat Katha Gujarati | Okhaharan

શ્રાવણ વદ ચોથ બોળ ચોથ વ્રત કથા ગુજરાતીમાં | Bol Chauth Vrat Katha Gujarati | Okhaharan

bol-chauth-vrat-katha-gujarati
bol-chauth-vrat-katha-gujarati

 

શ્રી ગણેશાય નમઃ ભગવાન ગણેશ તમારા જીવન વિઘ્ન હરે. સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે 25 ઑગષ્ટ શ્રાવણ વદ ચોથ એટલે બોળ ચોથ વ્રત. આ વ્રત માં ગાય એના બચ્ચા એટલે વાછરડાની પુજી કરવામાં આવે છે.  

ganesh stuti gujarati,

બોળ ચોથ ની વ્રતની વિધી

આ વ્રતલશ્રાવણ વદ ચોથ ના દિવસે કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા નાહી ધોઈને પરવારી કંકુ , ચોખા, અને ફુલના હાર વડે ગાય વાછરડાની પૂજા કરવી. આ દિવસે એકટાણું કરવું.  બોળચોથની કથા કરવી. વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દિવો કરીને દીવાની સામે વાંચવી. આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં.

ખાસ કરીને બહેનોએ આ દિવસે ઘંઉ ની કોઈ પણ વસ્તું ખાવી નહી એના કામથી દુર રહો. તથા કોઈ પણ વસ્તુ સમારવી નહી જેમકે શાક, ફળ વગેરે. કોઈ પણ વસ્તું કાપવી નહી.

jivantika-maa-vrat-katha-in-gujarati

 

બોળ ચોથ ની વાર્તા

એક ગામમાં સાસું અને વહું રહેતા હતાં. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ-4ના દિવસે સાસુ નદીએ ન્હાવા જતાં તેમનીવહુને કહેતાં ગયા કે વહું, આજે બોળચોથ છે. માટે હું નદીએ ન્હાવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે. 


સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુને થોડી ઓછી બુદ્દિ  વિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો (વાછરડો) ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો  સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહું ! ઘઉંલો રાંધ્યો છે ને વહુ કહે, રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે.

આ વાત સાભળીને  સાસુને ફાડ પડી અને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, વહુ ! તમે કયા ઘઉંલાની વાત કરો છો કેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે ? આપણી ગાયનો વાછરડો તે તે જ નેવહુએ જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુમા તો અફસોસ કરી ઊઠ્યાં  વહુ તમે એમ કરોઆ હાંડલું ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા. 

jivantika-chalisa-in-gujarati

 આ બાજુ વાછરડાની મા ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી. પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો ને સુઘતા પેલા ઉકરડામાં પોહચી અને ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું. ત્યાંની માટી અને કચરો ઉખાડી નાંખ્યો. અને તેનું શિંગડું હાંડલું ફૂટતાં જ તેમાંથી જીવતો ઘઉંલો (વાછરડો) બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ઘઉંલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી  આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને ! પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એકરંગી ગાય વાછરડું તો આજ હતાં. 


બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતાં બોલી ડોશીમાં ! ઓ ડોશીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું કરો છો ? ડેલીના દ્વારા ખોલો, ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો ? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા  આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણાં ખોલે ? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો (વાછરડો) સામેથી દોડતા આવતાં હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યાં. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી અરે ! ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત ? વાર તહેવારે દિવસે ગાય, વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે ? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી.

ganesh 12 name gujarati

ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી. કંકુનો ચાલ્લો કરી ચોખા ચોડ્યા, આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો  આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો (ઘઉંલો) તો છે નહીંને આ ગરબા કેમ ગવાય છે ? બંનેએ ઊભા થઈને બારણાંની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થૈ થૈ કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણાં ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું.

 

 બહેનો ! તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાયમાતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો. 

Shiv Mantra Gujarati

સાસુ વહુ બેયને આમેય ગાયમાતાની ઉપર અનહદ પ્રેમ હતોઅને હવે શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વરસે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે.  હે ગૌરી ગાયમાતા ! તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યાં એવા બોળચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો 

 

 

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં

 

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

 

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે | Ramdevpir ni stuti in gujarati | Okhaharan

બીજ સ્પેશિયલ શ્રી રામદેવપીર નો આ પાઠ કરવાથી ભક્તો ના સવૅ કષ્ટ દૂર કરે છે | Ramdevpir ni stuti in gujarati | Okhaharan

Ramdevpir-stuti-in-gujarati-lyrics
Ramdevpir-stuti-in-gujarati-lyrics

 

 શ્રી રામદેવપીરની સ્તુતિ

શ્રી રામદેવ કૃપાલુ ભજુ મન , હરણ ભવ ભય દારુણમ્

અવતાર ધાર ઉતાર ભાર , આનંદ ધરની કારણમ્

કર્ણ કુંડલ હસ્ત માલા , ગંધ લલાટ સુશોભિતમ્ 


પીત પટ ગલે પુષ્પમાલા , નીલ અશ્વારોહિતમ્

ભવ કષ્ટ તારણ દલન દાનવ , ભક્ત આનંદ કારણમ્ 


 શ્રી રામદેવ 24 ફરમાન ગુજરાતી અથૅ સહિત ગુજરાતી લખાણ સાથે 


સંતાપ નિવારણ ભૈરવ મારણ , સંત જનન ઉદ્ધારણમ્

ભક્ત પાલ નયના વિશાલ , ઉદાર અંગ વિભૂષણમ્

મૈણાદે નંદન આનંદ કન્દે , ક્લેશ કષ્ટ વિધૂષણમ્

વિશ્વ - મહર્ષિ વદત નાથ , સંત જનમન રંજનમ્

મમ હૃદય નિત્ય નિવાસ કુરુ , શ્રી દેવ અજમલ નંદનમ્

બોલીયે શ્રી અલખધણી
જય શ્રી રામદેવપીર નો જય
સમય હોય તો કોમેન્ટમાં લખજો 

 

   

 

 શ્રી રામદેવપીર ચાલીસા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.