12 સપ્ટેમ્બર 2021ભાદરવા સુદ છઠ્ઠ પાઠ કરો ત્રિકાલ સૂયૅ સ્તવન ગુજરાતીમાં | Surya Satvan gujarati lyrics | Okhaharan
![]() |
Surya-satvan-gujarati-surya-stuti-mantra |
ત્રિકાલ સૂયૅ સ્તવન
પ્રાતઃ સ્મરામિ સૂયૅ સ્વતન
પ્રાતઃ સ્મરામિ ખલું તત્સંવિતુવૅણ્યં
રૂપં હિ મણ્ડલમૃચોઙથ તનુયૅજૂસિ
સામાનિ યસ્ય કિરણ: પ્રભાવાદિ હેતુ બ્રહ્માહરાત્મકમ્ અલક્ષ્યમ્ અચ્રિત્યરુપમ્
હું ભગવાન સૂર્યદેવના એ દિવ્ય સ્વરૂપનું પ્રાત કાળે સ્મરણ કરું છું જેમનું મંડળ ઋગ્વેદ શરીર યજુર્વેદ અને કિરણો સામવેદ છે જે બ્રહ્મા વિષ્ણુ અને શંકર નું રૂપ છે જે સૃષ્ટિની ઉત્પત્તિ રક્ષા તથા સંહારનું કારણ છે તથા જે અલક્ષ્ય અચિંત્ય સ્વરૂપ છે.
પ્રાતનૅમામિ તરણિ તનુવામનોભિ: બ્રહ્મેન્દ્ર પૂવૅકસૂરૈનતૅમચિતં ચ |
વૃષ્ટિ પ્રમોચન વિનિગ્રહ હેતુભૂતં ત્રૈલોક્યપાલનપરં ત્રિગુણાત્મક ચ |
હું પ્રાતઃકાળે શરીર વાણી અને મન વડે બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતાઓ જેની પૂજા કરે છે એવા સ્તુતિ યોગ્ય વૃષ્ટિ નું કારણ અવૃષ્ટિનો હેતુ ત્રણેય લોકના પાલનમાં સદા તત્પર સત્તવાદિ ત્રિગુણ સ્વરૂપ ધારણ કરનાર ભગવાન શ્રી સુર્યનારાયણને હું પ્રણામ કરું છું
પ્રાતભૅજામિ સવિતારમ્ અનન્ત શક્તિ પાપૌધ શત્રુભય રોગહરં પરં ચ |
તં સવૅલોક કલનાત્મક કાલમૂતિ ગોકણ્ઠબન્ધન વિમોચનમ્ આદિ દેવમ્
પાપો ના સમૂહનો નાશ કરનાર શત્રુનો ભય તથા રોગોને નષ્ટ કરનાર બધાની ઉત્કૃષ્ટ બધા લોકોની સમયની ગણનાની નિમિત્ત ભૂત કાળ સ્વરૂપ ગાયોનાં કંઠબંધન છોડાવનાર આ અનંત શક્તિ સ્વરૂપ એવા ભગવાન શ્રી સુર્યનારાયણ ને હું પ્રાત કાળે ભજુ છું
શ્ર્લોકત્રપમ્ ઈદં ભાનો પ્રાતઃકાળે પઠેતુ તું ય:
સ: સવૅ વ્યાધિ નિમુક્ત પરં સુખમવાપ્નુયાત્
જે મનુષ્ય પ્રાત કાળે શ્રી સૂર્યનારાયણ ભગવાનના સ્મરણ સ્વરૂપ આ ત્રણ શ્લોકોનો પાઠ કરે છે તે સર્વ વ્યાધિ ઉપાધિ રોગોથી મુક્ત થઇને પરમ સુખ પામે છે
મધ્યાહન સ્મરામિ સૂયૅ
ય ઉદગાન્ મહતોણૅવાત્ વિભ્રાજમાન: સલિલસ્ય મધ્યાત્
સ મા વૃષભો લોહિતાક્ષ સૂરો વિપશ્ચિન્મ સા પુનાતુ
સાયં સ્મરામિ સૂર્ય
ધ્યેય: સદા સવિતૃ મણ્ડલ મધ્યવર્તી
નારાયણ સરસિજાસન સંત્રિવિષ્ટા
કેયૂરવાન્ મકરકુણ્ડવાન્ કિરીટી
હારી હિરણ્યમ વપુધૃત શંખ ચક્ર
શ્રી સૂયૅનારાયણ દેવની જય
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇