પરિવર્તિની એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Parivartini Ekadashi 2021 date and time | Parivartini ekadashi 2021 | Okhaharan
Parivartini-Ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati |
ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણું શીરસાગરમાં શયન દરમિયાન પડખું ફરે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે.
ભાદરવા માસની સુદ પક્ષની એકાદશી ને પરિવતૅની એકાદશી કહે છે. આ એકાદશી ને વામન એકાદશી પણ કહેવાય છે.
એકાદશી તિથિ પ્રારંભ 16 સપ્ટેમ્બર 2021 ગુરૂવારે સવારે 9-09 મિનિટે થાય છે
એકાદશી તિથિ સમાપ્ટ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે સવારે 9-08 મિનિટે થાય છે
ઉપવાસ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે કરવો
પારણા સમય 18 સપ્ટેમ્બર 2021 શનિવારે સવારે 6-09 મિનિટ થી 6-54 મિનિટ નો છે.
એકાદશી નું ફળ અનેક પાપને નષ્ટ કરનારી તથા સ્વગૅલોકની પ્રાપ્તિ કરાવનારી છે.
એકાદશીની પૂજા વિધિ-
આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે. એટલે કે 16 સપ્ટેમ્બર 2021 સંઘ્યા સમયથી. એકાદશીના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર 2021 શુક્રવાર સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ. સાફ કપડા પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. અને પુજનમાં ભગવાન વિષ્ણું ના વામનની અવતારની પૂજા વિધિ-વિધાન સાથે કરો. એકાદશીના ઉપવાસમાં અનાજ ખાવું જોઈએ નહીં અને એક સમયે ફળાહાર કરી શકો છો.
ભગવાનની છબી ને સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજટ પર મુકો અને જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો. તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો. તે પછી ભગવાનને નેવેદ્ય ધરાવીને આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો.
પરિવર્તિની એકાદશીનું વ્રત અને મહત્ત્વ-
જીવન માં મનુષ્ય તી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીના દિવસે વ્રત અને પૂજામાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોનું પુજન કરવાથી આ સંસારમાં કશુજ શેષ રેહતું નથી.
આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇