શનિવાર, 11 ડિસેમ્બર, 2021

મોક્ષદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Mokshada Ekadashi 2024 | Gita Jayanti 2024 | Okhaharan

મોક્ષદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Mokshada Ekadashi 2024| Gita Jayanti 2024 | Okhaharan

Mokshada-Ekadashi-2023-Gujarati
Mokshada-Ekadashi-2021-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ મોક્ષદા એકાદશી ક્યારે છે?  ઉપવાસ ક્યારે કરવો ? 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


માગશર સુદ એકાદશી ને મોક્ષદા એકાદશી કહે છે. મોક્ષદા એકાદશી એટલે મોક્ષ ની પ્રાપ્તિ કરાવનાર તથા મોહ નો ત્યાગ કરાવનાર એકાદશી. આ એકાદશી નું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશી નું વ્રત પિતૃઓને અપણૅ કરવામાં આવે તો પિતૃઓને  મોક્ષ ની પ્રાપ્તિ થાય છે તથા સમસ્ત પાપ નષ્ટ થઈ વિષ્ણુ લોકોની પ્રાપ્તિ થાય છે.

Gita-stuti-gujarati-lyrics

 

આ એકાદશી ના તિથિ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ પાડું પુત્ર ઍજુન ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો એટલે કે તેની ઉત્પત્તિ થઈ હતી માટે તેને ગીતા એકાદશી તથા ગીતા જંયતિ પણ કહેવામાં આવે છે.

11 ડિસેમ્બર 2024 સવારે 3:42 મિનિટે શરૂ થાય


એકાદશી તિથિ સમાપ્ત 12 ડિસેમ્બર 2024  સવારે 1:09 મિનિટે પતે છે .
હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ સૂયૅદયથી શરૂ થતો કરવો માટે એકાદશી નો ઉપવાસ 11 ડિસેમ્બર 2024 કરવો. સવૅ વૈષ્ણવ લોકો આજ દિવસે ઉપવાસ કરવો. જે ડાકોર મંદિર માં જાણવ્યા છે 



એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


મોક્ષદા એકાદશી ના દિવસે ખાસ કરી ગીતા ના પુસ્તક નું પુજન એકવાર જરૂર કરો. પુજન માં પુસ્તક ને ચંદન વડે તિલક કરી ફૂલ હાર ચડાવો. મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જંયતિ ના દિવસે ગીતાજી ના અધ્યાય 15 અને અધ્યાય 18 મો એકવાર જરૂર વાંચન કરવો કે સાંભળવો.



એકાદશી ના દિવસે નીચે મુજબ ના પાઠ મંત્રો કરી શકાય છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય -૧૦૮ જાપ

વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત

વિષ્ણુ અષ્ટોત્તરી નામાવલી

કૃષ્ણ નામાવલી

વિષ્ણુ ચાલીસા

રામ રક્ષા સ્ત્રોત

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય.


એકાદશી ના દિવસે ધ્યાન રાખવાની વાત એ છે કે ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં ડુંગરી લસણ કે તામસી વસ્તુ ના હોવી જોઈએ.


ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં તુલસી પાન ઉપયોગ જરૂર કરો. બીજા કંઈ બાબત નું ધ્યાન એકાદશી ના દિવસે રાખવું .

 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay  

 

 કૃષ્ણ વોલ સ્ટીકર ખરીદી શકો છો 👇👇

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં અહી ક્લિક કરો.    

 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

રવિવારે શ્રી ભગવતી રાદંલ માનો આ સ્તુતિ કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને વાઝીયા મેણું ટડે છે | Randal Ma Stuti Gujarati Lyrics | Okhaharan

રવિવારે શ્રી ભગવતી રાદંલ માનો આ સ્તુતિ કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને વાઝીયા મેણું ટડે છે | Randal Ma Stuti Gujarati Lyrics | Okhaharan 

Randal-ma-stuti-gujarati-lyrics
Randal-ma-stuti-gujarati-lyrics


રાંદલમાની સ્તુતિ
 ( રાગ : શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન )
હે આદ્યશક્તિ દયાળુ દેવી , રાંદલ માત નમો નમ :
હૈ સુષ્ટિ પાલનહાર દેવી , રાંદલ માત નમો નમ :
હે મહિષાસુર હણનારી મા , મારા કામ ક્રોધને બાળજે ;
દયા કરીને શરણે લેજે , રાંદલ માત નમો નમ :
હે ચંડમુંડ હણનારી મા , મને પાપથી તું છોડાવજે ; 


 

 દયા કરીને ભક્તિ દેજે , રાંદલ માત નમો નમ :
તારે ભરોં સે જીવનનૈયા , હાંકી રહ્યો છું માત રે ;
બની સુકાની પાર ઉતારો , રાંદલ માતા નમો નમ :
મારી મનવૃત્તિને સ્થિર કરીને , ચરણે તારે રાખજે ;
‘ બળવંત ’ કહે મા પાર ઉતારો , રાંદલ માત નમો નમ :
બોલીયે શ્રી દેવી રાંદલ ની જય 

Randal-maa-stuti-sathi-gujarati

 

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-3 | Okhaharan

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા કેમ હનુમાનજી ને મચ્છર જેવું રૂપ લેવુ પડ્યું  ? | Sunderkand With Gujarati Meaning Doha-3 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-3
Sunderkand-With-Gujarati-Meaning-doha-3

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું રામચરિતમાનસ સુંદરકાંડ ગુજરાતીમાં અને તેના અથૅ સહીત હું આશા રાખું તમને પંસદ આવશે.

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics


 પુર રખવારે દેખિ બહુ કપિ મન કીન્હ બિચાર

 અતિ લઘુ રૂપ ધરૌં નિસિ નગર કરૌં પઇસાર


નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. ॥૩॥


મસ્રક સમાન રૂપ કપિ ધરી।

લંકહિ ચલેઉ સુમિરિ નરહરી ॥

નામ લંકિની એક નિસિચરી।

સો કહ ચલેસિ મોહિ નિંદરી॥૧।|


હનૃમાનજી મચ્છર સમાન (નાનકડું) રૂપ ધારણ કરીને નરસિંહરૂપે લીલા કરનારા પુરુષસિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. [લંકાના દ્વાર ઉપર] લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી - મારો અનાદર કરીને (મને પૂછયાવિના) ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે?


 જાનેહિ નહીં મરમુ સઠ મોરા

 મોર અહાર જહોં લગિ ચોરા

મુઠિકા એક મહા કપિ હની।

રૂધિર બમત ધરની ઢનમની॥ર॥


હે મૂર્ખ! તેં મારો ભેદ નથી જાણ્યો? જ્યાં સુધી (જેટલા) ચોર્‌ છે, તે સર્વે મારા આહાર છે. મહાકપિ હનુમાનજીએ તેને એક ઠૂંસો માર્યો, જેનાથી તે લોહીની ઊલટી કરતાં પૃથ્વી પર ઢળી પડી. ॥૨॥


 પુનિ સંભારિ ઉઠી સો લંકા।

 જોરિ પાનિ કર બિનય સસંકા॥

જબ રાવનહિ બ્રહ્ય બર દીન્હા |

 ચલત બિરંચિ કહા મોહિ ચીન્હા ।૩॥ 

ram raksha stotra gujarati


તે લંકિની પછી સંભાળીને ઊઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. [તે બોલી] રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો, ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે - ॥૩।।


બિકલ હોસિ તૈં કપિ કે મારે।

તબ જાનેસુ નિસિચર સંઘારે॥

તાત મોર અતિ પુન્ય બહૂતા |

 દેખેઈે નયન રામ કર દૂતા॥૪॥


જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય, ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત! મારાં અત્યંત મોટાં પુણ્ય છે. કે હું શ્રીરામચન્દ્રજીના દૂત(આપ)ને નેત્રોથી જોવા પામી. ॥૪।

 

Sunderkand-With-Gujarati-Meaning-doha-4

Sunderkand-With-Gujarati-Meaning-doha-1

 

 

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે