પુનમ અને ઘનુમૉસ શ્રી રણછોડરાય નો આ પાઠ કરવાથી નાથ ઝીલશે હાથ | Ranchhod Bavani in Gujarati Lyrics | Okhaharan
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ અને ઘનુમૉસ ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રણછોડ બાવની જેમા ભગવાન શ્રી કૃષ્ણ ની લીલા અને પરમ ભક્ત બોડાણાની કથા છે.
શ્રી રણછોડ બાવની
રણછોડ તું રંગીલો નાથ , વિશ્વ સકળને તારો સાથ .
ભૂમિ કેરો હેરવા ભાર ,જગમાં પ્રગટ્યો વારંવાર .
જન્મ ધર્યો તે કારાગાર ,જગતમાં કરવા ચમત્કાર
કસરાયને થાય જાણ ,તેથી કીધું તરત પ્રયાણ .
ગોકુળમાં જઈ કીધો વાસ ,નંદ જશોદાજીની પાસ .
વર્ણન કરતાં ના'વે પાર ,એવી તારી લીલા અપાર .
ગોવાળોની સાથે જાય ,ગાય ચરાવી રાજી થાય .
છાનો ગોરસ લૂંટી ખાય ,પકડતામાં છટકી જાય .
ગોપીકાનાં ચોર્યા ચિત્ત ,સૌના ઉપર સરખી પ્રીત .
બંસી કેરો સૂર મધુર ,સુણનારા થાયે ચકચૂર .
શરદ પૂનમની આવે રાત ,સૌના હૈયે થાય પ્રભાત
વ્રજ વનિતા છોડે આવાસ ,દોડી આવે રમવા રાસ .
તારલિયા ચમકે આકાશ ,ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ .
દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ ,પળમાં જઈને કીધો નાશ .
પટકી માર્યો મામો કંસ ,રહ્યો ન જગમાં તેનો વંશ .
કૌરવોને કીધા તંગ ,પાંડવોનો રાખી રંગ .
અર્જુનને તે દીધો બોધ ,જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ .
યુદ્ધ તજીને કીધી દોડ ,નામ પડ્યું તેથી રણછોડ .
દ્વારિકામાં કીધો વાસ ,ધર્મ ધજા ફરકે ચોપાસ .
ગુજરાતે એક ડાકોર ગામ ,ભકત થયો બોડાણો નામ .
પત્ની તેની ગંગાબાઈ ,તે પણ ભકિતમાં રંગાઈ .
હરતાં ' ફરતાં ગાયે ગાન ,મેળવવા ચાહે ભગવાન .
તેવામાં એક આવ્યો સંઘ ,રેલાયો ભક્તિનો રંગ . ,
યાત્રાળુઓ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય .
ગોમતીજીમાં કીધું સ્નાન , ભાવે નીરખ્યા શ્રી ભગવાન
છ માસ આવીશ હું ધામ ,ટેક એવી લીધી નિકામ .
તુલશી વાવી કાયમ જાય ,પ્રભુને અર્પી રાજી થાય .
સહન કરે એ કષ્ટ અમાપ ,ભલે પડે ઠંડી કે તાપ .
વૃદ્ધ થયો પણ હૈયે હામ ,અવિચળ શ્રદ્ધા આઠો જામ .
સિત્તેર વર્ષ વીત્યાં છે એમ ,ત્યારે પૂરણ થઈ છે તેમ .
બોડાણો જીત્યો છે દાવ ,પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ
હવે લાવજે ગાડું સાથે ,બોલ્યો વિશ્વ સકળનો નાથ .
પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર ,દર્શન કરવા જાય .
રામભક્ત તે પુનિત બને , કારજ સઘળાં તેના થાય .
ખડખડતી લીધી છે વહેલ ,વૃદ્ધ થયેલા જોડ્યા બેલ .
ગંગાબાઈએ દીધી વિદાય ,બોડાણો હરખાતો જાય .
બોડાણો રાતો રાત , મૂક્યા દ્વારિકાની વાટ .
દર્શન કરતા કહે છે નાથ ,ગાડું હું લાવ્યો છું સાથે .
ગુગળીઓ મનમાં વહેમાંય , ભકત પ્રભુને ના લઈ જાય .
માર્યા તાળાં મજબૂત દ્રાર , રાત પડીને વાગ્યા બાર .
વહાલો નીકળી નાઠો બહાર , વહેલ તરત કીધી તૈયાર
ગાડું હકે જગદાધાર , કહો પછી શું લાગે વાર .
ઉમરેઠ પકડી લીમડા ડાળ , મીઠી થઈ ગઈ તે તત્કાળ .
વહાણું થયું વીતી રાત , ડાકોર માંહે થયું પ્રભાત .
ગંગાબાઈએ નીરખ્યા નાથ , ઉર ઉમળકે જોડ્યા હાથ .
ડાકોર વરસો જ્ય જ્યકાર , દ્વારિકામાં હાહાકાર .
દ્વારિકાના રાજાની સાથે , ગુંગળી લેવા આવ્યા નાથ .
ભગત સામે લેવા જાય , માર્યો ભાલો મૃત્યુ થાય .
ભાવિકોનાં દિલ દુ:ખાય , બદલો લેવા સામા થાય .
ગંગાબાઈએ ધીરજ ધરી , વહાલમજીએ વિપત્ત હરી .
ગુગળી સોનું લેવા ધાય , વહાલો વાળીએ તોળાય .
રિજિયો વિશ્વ સકળનો ભૂપ , મનસુખરામનું લીધું રૂપ .
દોહો .
સંત પુનિતને દીધી હામ , પૂરણ કીધાં સઘળાં કામ , ‘
રામભકત ' જે કરશે પાઠ , નાથ ઝીલશે તેનો હાથ
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇