પોષી પુનમ ના દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય ધન ધાન્ય ધર ભરેલું રહે | Poshi Punam Ke Upay Gujarati | Okhaharan
Poshi-Punam-Ke-Upay-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુનમ ના દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય.
માતાલક્ષ્મીની કૃપા પૂર્ણિમાના દિવસે થાય છે કારણકે આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ કદમાં હોય છે. આ દિવસ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી શુભતા સાથે ધન ધાન્ય ના દરવાજા ખુલી જાય ચાલો આપણે જાણીયે શુ છે તે બધા ઉપાય.
ચંદ્રએ તમારી કુડળીમાં માતાનો કારક છે એ સાથે સાથે મનનો પણ કારક છે. જે લોકોની કર્ક રાશિ છે તેમનો સ્વામી ચંદ્ર છે. આ રાશિની અસર યાદશક્તિ નબળી પડી જાય છે. આ ચંદ્ર ઘરમાં રહેલ પાણીની અછત છે. માનસિક તણાવ, મનમાં ગભરાટ, વિવિધ પ્રકારની શંકાઓ આ બધી એની નિશાની છે. આ ચંદ્ર વધારે તો મનનો કારક છે જે પાણી જેમ ચંચળ રહે છે અને મનમાં વારંવાર નકારાત્મક તથા હકારાત્મક વિચારો આવ્યા કરે છે જેમ લક્ષ્મી ચંચળ હોય છે તેવી જ રીતે પાણી ચંદ્ર બધા ચંચળ છે. જેમ ચંદ્ર સુદ પક્ષ અને કૃષ્ણ પક્ષ થી ચંદ્ર ની કળા ઓ બદલાય છે તેમ દરિયે પાણીમાં , માનવ શરીર તેની અસર વર્તાતી હોય છે. પુરાણો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દર માસની ચંદ્ર સંપૂર્ણ કળા એટલે પુનમ ના દિવસે દેવી લક્ષ્મી પીપળના ઝાડ વાસ કરે છે.તમે સવારે ઉઠીને પીપળના ઝાડની સામે મીઠાઈ ચઢાવીને તથા દૂધ અને જળ મિક્સ કરીને ચઢાવો.
ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે
પતિ-પત્ની સફળતા દાંપત્ય જીવન જીવવા માટે, દર પુનમે ના દિવસે, પતિ-પત્ની માંથી કોઈપણ એકે ચંદ્રને દૂધ સાથે પૌવા અર્પણ કરવું જોઈએ. (બંને એકસાથે પણ આપી શકે છે), તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે.
જો તમારી કુંડળીમાં ચંદ્રથી શુભ ગ્રહો એટલે કે છ, સાત અને આઠ રાશિમાં હોય તો તે ખૂબ જ શુભ સ્થિતિ છે. શુભ ગ્રહો શુક્ર, બુધ અને ગુરુ છે. આ યોગ મનુષ્યના જીવનને સુખી, ઐશ્વર્ય વસ્તુઓથી ભરપૂર, શત્રુઓ પર વિજય, સ્વાસ્થ્ય, દીર્ઘ આયુ અનેક રીતે સુખી બનાવે છે.
આજે પોષી પુનમ દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો
જ્યારે શુક્ર, ગુરુ અને બુધ જેવા કોઈ પણ કલ્યાણકારી ગ્રહો ચંદ્રથી દસમા ભાવમાં હોય છે, ત્યારે વ્યક્તિ પરિવાર સહિત દરેક રીતે લાંબો, ધનવાન અને સુખી બને છે. જ્યારે ચંદ્રમાંથી કોઈપણ ગ્રહ બીજા કે બારમા ભાવમાં ન હોય તો તે અશુભ ગણાય છે. કોઈપણ વ્યક્તિ કે જેને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તે પુનમ દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવીને ચંદ્ર પર ચઢાવો અને સાથે પુરાણો જાણવેલા ચંદ્ર દેવના મંત્ર નો જાપ કરો "ઓમ શ્રં શ્રીં શ્રોમ્ સ: ચંદ્રમાસે નમઃ" બોલો. અથવા "ઓમ ઐં ક્લીં સોમાય નમઃ." મંત્રનો જાપ કરતી વખતે અર્ધ્ય આપવું જોઈએ. આનાથી ધીરે ધીરે તમારી આર્થિક માનસિક સમસ્યાઓનો અંત આવે છે.
એકવાર પાઠ કરો શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે
પુનમ ના દિવસે દેવી લક્ષ્મીના છબી કે મૂર્તિ પર 11 કોડીયો ચઢાવો અને તેના પર હળદરથી તિલક કરો. બીજા દિવસે સવારે આ કોડીયોને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. આ પછી, દર પૂર્ણિમાના દિવસે, આ કોડીયો ને તમારી તિજોરીમાંથી કાઢીને લક્ષ્મીજીની સામે રાખો અને તેના પર હળદર લગાવો, પછી બીજા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
સવૅ કુળદેવી મંત્ર | Sarva Devi Kuldevi Mantra Gujarati
દર પુનમ દિવસે લક્ષ્મીને મંદિરમાં જવું જોઈએ અને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ. બની શકે તો લક્ષ્મી કમળ નું ફુલ જરૂર આપણૅ કરો. ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી મા લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો.
તમારા ધંધા રોજગાર માં ઉન્નતિ માટે શ્રી યંત્ર, વેપાર વૃદ્ધિ યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નારિયેળ, દક્ષિણવર્તી શંખ તમારી ઓફિસ દુકાન કે ધરમાં મંદિરમાં નાણાકીય લાભ માટે રાખો. તેઓ સમગ્ર ચોખા ની ઢગલી કરી તેના પર એનું સ્થાપન કરો.
પોષી પુનમ રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે
પુનમ ના રાત્રે ચંદ્ર દય પછી ચંદ્રને આશરે એકીધ્યાને 15 થી 20 મિનિટ સુધી સતત જુઓ, જેનાથી આંખોની રોશની તેજ બને છે. રોજીંદા કામ આંખ નું તેજ અને જોવા ની ક્ષમતા વધારવા માટે હોય દોરા નુ કામ કરવું અને જ્યારે પુનમ હોય એ દિવસે રાત્રે ચંદ્ર પ્રકાશમાં આ કાયૅ એકવાર અચુક કરવું.
પુનભ ના દિવસે ચંદ્રનો પ્રકાશ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો પૂર્ણિમાના દિવસે ગર્ભવતી સ્ત્રીની તેમના શરીર કે નાભિ પર ચંદ્રનો પ્રકાશ પડે તો ગર્ભાવસ્થા સ્વસ્થ બને છે
આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો