આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે શિવ ભજન ઉમાપતિ શિવ | Shiv Bhajan Umapati Shiv | Okhaharan
Shiv-Bhajan-gujarati-lyrics-Umapati-Shiv |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે સોમવાર સંઘ્યાએ પાઠ કરીયે ઉમાપતિ શિવ શિવજી ભજન.
ઉમાપતિ શિવ
સખી ઉમા તે પંથે ચાલ્યા રે
મહાવન ના તે મારગ ઝાલ્યા રે
સાથે સોળ સાહેલી નો સાથ
ઉમાપતિ શિવ હ્રદય માં રહેજો રે
સખી ઉમા તે વન માં જાય રે
બીજ ચંદ્ર રૂપેરી પ્રકાશ રે
તજ્યા માતા પિતા શિવ ને કાજ...ઉમાપતિ.....
સખી આવ્યા તે વન ની માંયે રે
ચડ્યા ગૌરીશિખર ત્યાંય રે
છોડ્યો સર્વે સાહેલી નો સાથ...ઉમાપતિ.....
સખી વન માં તે પુષ્પો મહેકે રે
જાઈ જુઈ ચમેલી ને કેવડો
સર્વે ભોગો ને દીધા ત્યાગી...ઉમાપતિ....
સખી જીભે પંચાક્ષર મંત્ર રે
જેનું ધ્યાન ધરે મુનીલોક રે
એવા આરાધ્યા ત્રિલોક નાથ....ઉમાપતિ.....
સખી શરીરે તે વલ્કલ ધાર્યા રે
વળી જટા બાંધી શીરે બેઠા રે
ત્યાગી દીધી મોતી કેરી માળા...ઉમાપતિ....
સખી આરંભ્યું તપ એવું ઉગ્ર રે
આવ્યા દેવતા ઓ તેના દર્શને રે
વિચાર કરે છે ત્રિશુલ ધારી...ઉમાપતિ....
આવ્યા બટુક વેશે મહાદેવ રે
ધ્યાન ધરે ઉમા જોગણ વેશે રે
નમન કરી ને ફૂલડે વધાવ્યા...ઉમાપતિ....
બોલ્યા બટુક વેશે મહાદેવ રે
કોમળ તન આ કાં કરમાવો રે
શાને કાજે કઠીન તપ માંડ્યું...ઉમાપતિ....
ત્યારે બોલ્યા ઉમા એવી વાણી રે
પૂર્ણ રૂપે ઓળખું છું એ ત્યાગી ને
ઘરબાર વગર નો છે જોગી... ઉમાપતિ...
લાયક ગુણ નથી એમાં વર ના રે
કોણ માત પિતા છે એના રે
નથી લક્ષ્મી ઝવેરાત ઘર માં...ઉમાપતિ...
ત્યાગ કરો બાળા એ ભોળા નો રે
એ તો વિભુતિ લગાવે આખે અંગે રે
ભુત ભૈરવી છે તેની સંગે....ઉમાપતિ....
ત્યારે બોલ્યા ઉમા એવી વાણી રે
સાંભળો બટુક વેશે તમે ત્યાગી રે
તેને જાણે શું અજ્ઞાની...ઉમાપતિ....
સર્વે વિશ્વ નું તો એ છે શરણું રે
બીજા બધા મારે મન તરણું રે
બધી વાતે વિધિ ના છે લેખ...ઉમાપતિ....
નિંદા કરશો નહીં તમે તેની રે
સાંભળનાર પાપ ના ભાગી રે
વરી ચુકી છું હ્રદય થી તેને...ઉમાપતિ....
એવું કહી ને ઉમા ગયા ચાલી રે
છાતી ધબકે ગુસ્સા થી ભારી રે
તુટવા લાગ્યા છે વલ્કલ ના બંધ...ઉમાપતિ...
મહાદેવ સ્વરૂપ પ્રકાશિયું રે
ઝાલ્યો હાથ ઉમા નો ઉમંગે રે
હામ પહોંચી ઘેલો બન્યો દાસ...ઉમાપતિ....
ગાય શીખે ને કાને જે સાંભળે ભોળાનાથ
તેને દર્શન દેશે રે આશા ફળશે ને મળશે
આનંદ ઉમાપતિ શીવ હ્રદય માં રહેજો રે
સર્વે ને અમારા ૐ નમઃ શિવાય
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો