રવિવાર, 6 ફેબ્રુઆરી, 2022

રવિવારે એકવાર જન્મના દુઃખ રોગ દારિદ્ર દૂર કરનાર સૂયૅ દેવ નો આ પાઠ કરો | Surya Dev Path Gujarati Lyrics | Okhaharan

રવિવારે એકવાર જન્મના દુઃખ રોગ દારિદ્ર દૂર કરનાર સૂયૅ દેવ નો આ પાઠ કરો | Surya Dev Path Gujarati Lyrics | Okhaharan

Surya-Dev-Path-Gujarati-Lyrics
Surya-Dev-Path-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું રવિવારે એકવાર જન્મના દુઃખ રોગ દારિદ્ર દૂર કરનાર સૂયૅ દેવ નો પાઠ નમું આજ આદિત્ય ને હાથ જોડીને .

 રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.  

નમું આજ આદિત્ય ને હાથ જોડીને

નમું આજ આદિત્ય ને હાથ જોડીને પ્રભુ કમૅના બંધનો નાખ તોડી,

રવિ ભાવથી તુજને શિશ નમું કૃપા દૃષ્ટિ થી જો મુજ રંક સામું

કરૂં વિનંતી આજ હું શુદ્ધ થાવા ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા

વંદુ નિમૅળી બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ ધો અક્ષરો ભક્ત જાણી

અહો કેમ હું વણૅવુ વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી

બધા દેવ ને ક્રોડ તેત્રીસ માંહે રવિ તુજથી ઉપરી કોણ થાએ?

મણિ માત્રના તેજ ને તું થી રીઝે નથી ઉપમા જગતમાં તારી બીજે.


સહુ તીથૅમા શ્રેષ્ઠ છે તેજ તારૂં નિહાળી થયું તુષ્ટ આ મન મારું

ધરાને નિભાવે તું આકાશવાણી નવે ખંડમાં તું રહ્યો પ્રકાશી

રવિ ઊગતા પદ્મના પુષ્પ ફૂટે ધરે ધ્યાન સૌ કમૅના બંધ છૂટે

પ્રભાતે સહુ કામધંધે ગૂથાયે મુનિ ગુરૂ આરાધવા બેસી જાયે

ધરે ધ્યાન તારૂં જપ મંત્ર માળા વદે સૂયૅના શ્ર્લોક સવૅ રસાળા

ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે પ્રભુ ભક્ત ને ઝટ તું મુક્તિ આપે

ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાયે વળી વૃક્ષ ને પ્રાણી સૌને જિવાડે

વીતે રજની ઉષા કાળ થાયે કરે પંખી કલ્લોલ ને ગીત ગાયે

વળી પંથી ને તસ્કરોની ભ્રાંતિ ભાગે કરે કામ ને જગતના જીવ જાગે

સહુ દેવમાં દેવ આદિત્ય સાચો નહિ એ મહારાજ સંવેદ વાંચ્યો

નમે જગત આખું વળી વિશ્વ વેલી નમે પંડિતો મનમાં ગર્વ મેલી

 નમે દેવતા દાનવો રંક રાય ગુણો વિષ્ણુ બ્રહ્મા તથા રુદ્ર ગાય

 ફૂલો ચંદને બોળી તુને વધાવે તેને યમુના દૂધ પાસે ન આવે 

રવિવારે સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

ટળે દેહના દુઃખ દારિદ્ર જાયે રવિ પૂજતા એટલું પુણ્ય થાયે

 ધરા મેરુ આકાશને માન સિંધુ સહુમાં રહ્યો તુ એક દીનબંધુ

ઘણું શું કહું ગુપ્તા છે વાત મારી રવિ પાઠ પુરાણ છે ગ્રંથ ભારી

કહું ટૂંકમાં તે ઘણું માની લેજો ભવસાગરે ડૂબતા થોભ દેજો

રવિ તારણ કારણ વેદવાણી સદા શણૅ રાખો મને દિન જાણી

મને તારા પુત્રની બીક ઝાઝી હું તો શણૅ આવ્યો થઈ મન રાજી

 કરું યાચના ભાવથી આજ તારી સહુ સંકટો નાથ નાખો નિવારી

રવિ ધર્મ અને કર્મ નો તું સાખી સહાય કરો મુજને તું જ નાખી

 સદા દિન ઊગે વળી રાત આવે બધા ફેરફારો પ્રભુજી નિભાવે

પિતા સૂર્ય તારી સ્તુતિ સુખકારી  નિભાવો તમે જીવતા જગત માહી

 વળી જિંદગીની પડે રાત જ્યારે પડું ગોર નિંદ્રામહીં હેઠળ ત્યારે 


રવિ તારા કિરણ ની દોરી ઝાલી હું તો સૂક્ષ્મ દેહે ત્યાં આવું ચાલી

સમાવી તું લેજે મને તારી દેહે નહીં જન્મ ને મૃત્યુના કષ્ટ રહે

રવિ પાઠ સાચો ભણે ભાવ રાખી થશે ન્યાલ તે જગતના સુખ સાચી

કદી ક્ષત્રી શીખે રણ ક્ષેત્રે જીતે નહી ત્રાસ પામે કદી યુદ્ધ વિશે

ચતુર્વેદનું અને પુણ્ય વિપ્ર પામે વધે બ્રહ્મનું તેજ ને દુઃખ વામે

શીખે શૂદ્ર જો ઉઠીને નિત્ય ગાયે તેના જન્મના દુઃખ રોગ દારિદ્ર જાયે

  In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 કૃપા માગવા આટલા ગાયા શીખે ગાય ને સાંભળે નિત્ય ડાહ્યા

ભણે દાસ વસંત એ દેવ એવો કોટી કર્મ છૂટે જો આદિત્ય સેવો 

મને જોતા કૈલાશમાં થોભ દેજો મુજ વાંક અનેકને સાખી લેજો

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતાઅહી ક્લિક કરો.   

રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો  

Surya-Chalisa-in-gujarati-Lyrics

 

  

રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  

 

બઘા દેવી દેવતા ની ભક્તિ મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

શ્રી રાદંલ માં ધામ દડવા | પ્રાસંગિક કથા | Randal Maa| Story | Katha| 2021 | 

  રવિવાર શ્રી રાંદલ માતાજી ની પૌરાણિક કથા, વ્રત વિધી

  In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 Surya Storam in gujarati

 

ganesh mantra gujarati

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો