મહા સુદ - 8 ખોડલ જંયતિ ના દિવસે આ પાઠ કરવાથી રાજ રાજેશ્વરી ખોડલ ની અસિમ કૃપા રહે છે | Khodiya visa Stuti Gujarati Lyrics |
Khodiya-visa-Stuti-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું ખોડિયાર જંયતિ મહા સુદ -8 ખોડલ જંયતિ ના દિવસે આ પાઠ કરવાથી રાજ રાજેશ્વરી ખોડલ ની અસિમ કૃપા રહે છે
ખોડિયાર જંયતિ દિવસે માં ખોડલનો આ પાઠ કરવાથી માં ખોડલ ખમકારો બતાવે છે
ખોડિયાર વીસા
ખોડલ તું ખમકારી આઈ , દર્શને સૌ દુઃખડાં જાય .
રાજપરા ને માટેલ જે જાય , અનહદ આનંદ તેને થાય .
મૂર્તિ માની બહુ સોહાય , જોઈ હૈયું હેતે હરખાય .
જીવન તેનું ધન્ય થાય , ખોડલના જે દર્શને જાય .
મામડ ઘેર મા અવતરી , જુગપેલી મા જોગણી .
જોગમાયાનું છે સ્વરૂપ , મુખડું માનું બહુ અનુપ
સાત બેનું સાથે ૨મતી , ખોડલ તું જાગતી જ્યોતિ .
અનુપમ તેજ તારું છે મા , શશી સૂયૅમાં ચમકે મા .
દશે દિશાએ તારો વાસ , શક્તિ કૃપા છે અમાપ ,
સઘળે માડી તારો પ્રતાપ , સઘળા માડી હરે સંતાપ ,
સર્વકળાએ મા પૂર્ણ કે'વાય , આદિ અનાદિ શક્તિ કે'વાય .
પૂજન કરતાં પીડા ટળે , અખંડ આનંદ અંતરે વસે .
આવ્યા અસૂરને હણવા માડી , સો જીવોની કલ્યાણકારી .
શક્તિ સ્વરૂપે આઈ દેવી , ખોડલ તું છે ખમકારી .
માથે ચડ્યા કરવત ઉતારે , નવગ્રહના મા તાપ ઉતારે .
રિદ્ધિ સિદ્ધિ ને સુખ આપતી , અંતર આશા માડી પૂરતી .
ખારા દરિયે અમૃત જેવી , દષ્ટિ માની હોય એવી .
નેહ નિતરતી આંખ્યું એની , વનવગડાની વીરડી જેવી .
માનાં ચરણોમાં સઘળાં સુખ , શરણે જાય એના ટળતાં દુ:ખ .
શ્રી ખોડિયાર ચાલીસા ગુજરાતી લખાણ સાથે
માથા સઘળી તોડી નાખો , આશરો એક ખોડલ માનો .
વિપત્તિ ટાણે ખોડલ આવે , ભીડ ભક્તોની ભાંગવા આવે .
સાદ સુણતા ખમકે આવે , સાત બન્યું સંગાથે આવે .
ખોડલ નામ ભજતાં રે'જો , અંતર તાર જોડતાં રે'જે .
ચરણે સઘળું સોંપી દેજો , આશરો આધાર માની લેજો .
માની કૃપા છે અણમોલ , પૂરશે માડી કાળજ કોડ .
અખંડ દિવો માનો કરજો , જાપ નિરંતર જપતા રે'જો .
દેવો તણી મા દેવી દુલારી , મામડીયાની દેવ દયાળી .
ખોડિયાર માડી છે પરમેશ્વરી , કળજુગની છે દેવી કૃપાળી .
ભક્તિ માની છે ભયહારી , મા છે અભયપદ દાઈની .
સેવા ભક્તિ સ્નેહ ક૨તાં , કૃપા મળે ખોડલ આઈની .
જીવન મારું કરો ઉજિયારું , વીતે એ તો પળપળ ન્યારું .
ખોડલ તારા શરણે આવું , નામ તારું મુજને પ્યારું .
આશરો માડી એક આપનો , સાદ સુણી મને તારજો .
ભવસાગરમાં ભીડ પડે જો , પોકાર સુણજો બાળનો .
બોડલ મા તું ખરી દયાળી , મામડીયાની દેવ દયાળી .
ધરમ ધજા તારી ફરફરતી , નવે ખંડમાં તું પૂજાતી .
સ્મરણ તારું નિત્ય કરું , નિશ દિન તારું ધ્યાન ધરું .
કૃપા કરજે ખોડલ માવડી , તારજે આ બાળની નાવડી .
દર્શન કરુ માના પ્રેમથી વિસા વાંચુ માના હેતથી
સાધળ દુખ ટાળો દિલ થી દર્શન દેજો મ પ્રેમ થી
ખોડલ તું ખમકારી આઈ , દર્શને સૌ દુઃખડાં જાય .
Khodiyar Photo Online Buy |
ખોડિયાર જંયતિ રાત્રે સૂતા પહેલાં આ સ્તુતિ કરી લેજો માં ખોડલ ની કૃપા મેળવવા અહી ક્લિક કરો.
શ્રી ખોડિયાર માઁ નુ વ્રત નિયમ | વિઘિ | ઉજવણું | Khodiyar Maa Vrat Vidhi | Vrat Niyam |Vrat Ujavanu|
શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો