ગુરુવાર, 24 માર્ચ, 2022

પાપમોચિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Papmochani Ekadashi 2024 Gujarati | Okhaharan

પાપમોચિની  એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Papmochani Ekadashi  2024 Gujarati | Okhaharan

Papmochani-ekadashi-2023-Gujarati
Papmochani-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની  પાપમોચિની એકાદશી 4 કે 5 એપ્રિલ ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ૐ નમો ભગવતે વાસુદેવાય

સનાતન ધર્મમાં વેદ અને પુરાણનું એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં પાપમોચિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મ અનુસાર દુનિયામાં મનુષ્ય દ્રારા જીવનમાં જાણ્યે અજાણ્યે કોઈ ને કોઈ પાપ થયું જ હોય છે. ફાગણ માસની વદ પક્ષની એકાદશી ને પાપમોચિની એકાદશી કહે છે . ફાગણ માસ ની વદ પક્ષમાં આવતી પાપમોચિની એકાદશી નું વ્રત કરવાથી દરેક પ્રકાર ના પાપ નો નાશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની વદ પક્ષની  એકાદશી તિથિ ને પાપમોચિની એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો વદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ પાપમોચિની એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે આ દિવસે અને રાત્રિનું જાગરણ માં ભગવાન ના ભજન કીર્તન કરવાનું હોય છે

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

 

 એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની પાપમોચિની એકાદશી તિથિ માહિતી   

 

આ વષે 2024 ની પાપમોચિની એકાદશીની શરૂઆત
શરૂઆત  
4 એપ્રિલ  2024 ગુરૂવાર બપોરે 4:13 મિનિટ

એકાદશી તિથિ સમાપ્તિ 5 એપ્રિલ 2024 શુક્રવાર બપોરે 1:28 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 5 એપ્રિલ 2024 શુક્રવાર   કરવો
5 એપ્રિલ 2024 પુજન નો શુભ સમય સવારે 6:16 થી 10:56 સુધી છે
પારણા નો સમય 6 એપ્રિલ 2024  શનિવાર સવારે 6:44 થી 9:19 સુધી નો છે.



ફાગણમાસની વદ પક્ષની પાપમોચિની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય શારિરીક માનસિક કષ્ટ હોય , જાણ્યે પાપ કાયૅ થયા હોય, ભાઈ બહેન ગરીબી અને દ્રારિદ્ર જીવન કાઠતા હોય તેમને આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને મન સ્વચ્છ રાખીને કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે.  આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે.

 

પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ


મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો