શુક્રવાર, 22 એપ્રિલ, 2022

શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે | Sukrawar Mata Lakshmi ke upay Gujarati | Okhaharan

 શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે  | Sukrawar Mata Lakshmi ke upay Gujarati | Okhaharan

Sukrawar-Mata-Lakshmi-ke-upay-Gujarati
Sukrawar-Mata-Lakshmi-ke-upay-Gujarati


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?  અહી ક્લિક કરો. 


પંચાગ ની દરેક વાર અલગ અલગ દેવી દેવતા સાથે સંબંધિત બતાવવામાં આવ્યો સોમવાર શિવજી , મંગળવાર હનુમાનજી તેવી જ રીતે શુક્રવાર માતા લક્ષ્મી ઉપાસના કરવાનો દિવસ માનવામાં આવ્યો છે. શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મી વ્રત કરવામાં આવે છે અને પુજન વિધી વિધાન થી થાય છે.માતા લક્ષ્મી પ્રસન્ન હોય તો જીવનમાં ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિ બને છે. તો ચાલો આપણે જાણીએ શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન કરવાના કેટલાક ટોચકા.


શુક્રવાર ના દિવસે દેવી લક્ષ્મીને સોળ શણગાર  એટલે કે બિદી, ચુંદડી, સિંદૂર વગેરે અર્પણ કરવા જોઈએ. તેનાથી સ્ત્રી ના જીવનમાં  સૌભાગ્ય વધે  તથા પતિનું આયુષ્ય પણ લાંબુ થાય છે.

શુક્રવાર ના દિવસે માતા ના સવૅ શક્તિશાળી અને મનોકામના પૂર્ણ કરનારા સ્ત્રોત નો પાઠ જેવા કે  લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર અથવા શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ.  જો શક્ય હોય તો શ્રી સૂક્ત નો પાઠ બીલી વૃક્ષ પાસે સવારે અથવા સાંજે કરો આમ કરવાથી ધનની કમી દૂર થાય છે અને મા લક્ષ્મીની વિશેષ કૃપા હંમેશા બની રહે છે.

શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


શુક્રવાર ના દિવસે  દેવી લક્ષ્મીને પુજન અથવા એમના મંદિરે લક્ષ્મી કમળ અથવા ગુલાબનું ફૂલ ચઢાવો. માતાને આ બંને ફુલ અતિ પ્રિય છે. તેમના ચરણોમાં આ ફુલો અપણૅ કરવાથી જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિનો યોગ બને છે.

દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી આરતી થાળીમાં ચાર કપૂરના સાથે બે લવિંગ રાખીને આરતી કરવી જોઈએ. તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે.



શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવતી વખતે રૂ ની જગ્યાએ નાડાછડી દીવો પ્રગટાવો. જેના કારણે મા લક્ષ્મીની કૃપા બની રહે છે.

શુક્રવાર ના દિવસે  માતા લક્ષ્મીનો મૂળ બીજ મંત્રનો જાપ કરો અને શક્ય હોય તો કમલગટ્ટા ની માળા ઉપયોગ લો બીજ મંત્ર આ પ્રમાણે છે  'ઓમ શ્રી હ્રીં શ્રી કમલે કમલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ'

શુક્રવાર દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે 


શુક્રવારના દિવસે  સફેદ વસ્તુ કે રંગ ની કોઈ પણ વસ્તુ નુ દાન કરવું. પ્રસાદમાં ખીર બનાવી ને માતા લક્ષ્મી ને આપણૅ કરો  દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે.

શુક્રવાર ના દિવસે સફેદ કપડાં જરૂરિયાત મંદ લોકો ને દાન કરો.

શુક્રવાર ના દિવસે ધન ધાન્ય ની વૃદ્ધિ માટે પાંચ લાલ ફુલ લઈ માતા લક્ષ્મી બીજ મંત્ર ની 108 જાપ કરી એ પાંચ ફુલો ને આલમારી તમારા ધન મુકાવાની તિજોરી તથા ધાન્ય હોય એ ડબ્બામાં રાખવાથી માતા લક્ષ્મી હંમેશા તમારા ધરમાં રહે છે.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

 


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

શુક્રવાર દિવસે શ્રી લક્ષ્મી ચાલીસા  

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો