સોમવતી અમાવાસ્યા કથા | Somvati Amavasya Vrat Katha Gujarati | Okhaharan
Somvati-Amavasya-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી સોમવતી અમાવસ્યા વ્રતરાજ ગુજરાતી લખાણ સાથે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
શ્રી સોમવતી અમાવસ્યા વ્રતરાજ
| શ્રી ગણેશાય નમઃ ।
મંગલાચરણ
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશ,
વિશ્વાધારં ગગનસદૅશ મેઘવર્ણ શુભાગમ્ |
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યૉનગમ્યં ,
વન્દે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ્
॥ ૐૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અમાવાસ્યા તુ સોમેન સપ્તમી ભાનુના સહ |
ચતુર્થી ભૂમિપુત્રણ સોમપુત્રણ ચાષ્ટમી ॥૧॥
ચતસ્ત્રસ્તિથયસ્ત્વેતા સૂર્યગ્રહણ સન્નિભાઃ ।
સ્નાનં દાન તથા શ્રાદ્ધં સર્વ તત્રાક્ષયં ભવેત્ ॥૨॥
સોમવારયુક્ત અમાસ, રવિવારયુક્ત સાતમ, મંગળવારયુક્ત ચોથ અને બુધવારયુક્ત આઠમ - આ ચારે તિથિઓ સૂર્યગ્રહણ સમાન ગણાય છે. તેથી તે ચારેય તિથિઓમાં કરેલું તીર્થસ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષય ફળ આપનાર થાય છે.
"" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્ "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી શરશય્યા પર સૂતેલા પિતામહ શ્રી ભીષ્મજીનાં ચરણોમાં પ્રણામ કરી અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું : “મહારાજ ! હું ઘણો જ દુઃખી છું. મારું ચિત્ત અશાંત રહે છે. અમારા વંશમાં ગણ્યા-ગાંઠ્યા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ, સર્વત્ર સ્મશાનવત્ શાન્તિ છે. ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની આશા હતી, તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે. તો હે પિતામહ ! મારે શું કરવું ? તે આપ બતાવો.’’ ત્યારે શ્રી ભીષ્મજીએ દ્રૌપદી, સુભદ્રા
અને ઉત્તરાને સોમવતી અમવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું. તે વ્રતથી ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ અને વંશવેલો વધ્યો હતો. વંશવેલો વધારવા અને પતિ તથા પુત્રનું આયુષ્ય વધારવા આ વ્રત કરવું જોઈએ.
અમાસોમસમાયોગી યત્રયત્ર હિ લભ્યતે
તીથૅ કપિલધારં ચ ગંગા ચ પુષ્કર તથા |
દિવ્યાન્તરિક્ષભૌમાનિ યાનિ તીર્થાનિ સર્વશઃ
તાનિ તંત્ર વસિષ્યન્તિ દર્શે સોમદિનાન્વિતે
અમાસ અને સોમવારનો યોગ જ્યારે જ્યારે મળી જાય, ત્યારે તે શ્રેષ્ઠ યોગ હોય છે. ત્યારે હરકોઈ જળાશયમાં કપિલધારા, ગંગા તથા પુષ્કર તીર્થ વસે છે, તેમજ સ્વર્ગનાં અંતરિક્ષનાં તથા પૃથ્વીનાં જે જે તીર્થો છે, તે બધાં સોમવાર યુક્ત અમાસના દિવસે હરકોઈ જળાશયમાં વસે છે. આ દિવસે કરેલું તીર્થસ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષયફળ આપનાર થાય છે. આ પુણ્યકાળ દેવતાઓને પણ દુર્લભ છે. આ સોમવતી અમાવસ્યાનું વ્રત સ્ત્રીઓએ અવશ્ય કરવું.
વ્રતવિધિ આ પ્રમાણે છે
વ્રત કરનારે પ્રાતઃ કાળમાં વહેલા ઊઠીને શ્રી ભગવાનનું સ્મરણ કરવું. મૌન રાખી જળાશયમાં સ્નાન કરવું. પછી પીપળાના વૃક્ષ પાસે જઈને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનો મંત્ર નીચે મુજબ છે :
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વક્તાવ્યક્ત સ્વરૂપાય સૃષ્ટિસ્થિત્યન્તકારિણે ।
આદિમધ્યાન્તહીનાય વિષ્ટરશ્રવસે નમઃ ॥
વ્યક્ત અને અવ્યક્ત રૂપવાળા, સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનાર આદિ મધ્ય અને અંતથી રહિત વિષ્ટરશ્રવાને મારા નમસ્કાર છે.
પીળું વસ્ત્ર, અક્ષત, ફળ, ધૂપ, દીપ, અનેક પ્રકારનાં સુગંધિત પુષ્પ અને નૈવેદ્યથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. પછી પીપળા પૂજા કરવી. પીપળાની પૂજાનો મંત્ર નીચે મુજબ છે.
અશ્વત્થ હુતભુગ્વાસ ગોવિન્દસ્ય સદાશ્રય ।
અશેષં હર મે પાપં વૃક્ષરાજ નમોડસ્તુતે ॥
હે અશ્વત્થ ! આપની અંદર અગ્નિનો વાસ છે. ભગવાન વિષ્ણુના પણ તમે સદા આશ્રય (પ્રતીક) છો. હે વૃક્ષરાજ, મારાં સમસ્ત પાપનો આપ નાશ કરો. આપને મારા પ્રણામ છે. પૂજન વખતે હાથમાં જળ લઈ નીચે મુજબ સંકલ્પ કરવો :
સંકલ્પ : આજે આ સોમવતી અમાવસ્યાના યોગમાં સમગ્ર પાપનો નાશ કરવા માટે તેમજ પુત્ર-પૌત્રાદિની પૂર્ણવૃદ્ધિ થાય, તે માટે અને જન્મોજન્મ મને વિધવાપણું પ્રાપ્ત ન થાય, તેમજ મને પોતાને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય, મારાં સંતાનોને લાંબુ આયુષ્ય મળે એમ ઇચ્છીને હું આ પીપળાના મૂળમાં શ્રી લક્ષ્મીજી સહિત શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે, એમ સમજી આ અશ્વત્થ-પીપળાનું પૂજન કરું છું.
શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રદ્ધા - ભક્તિપૂર્ણ પૂજન કરીને પોતાની શક્તિ અનુસાર મૂકતા, સોનું, ચાંદી, નાણું, મણિ વગેરે કાંસાના અથવા તાંબાના વાસણમાં ભરવું તથા બીજા વાસણમાં ભોજન-પદાર્થો ભરવા. પછી નીચે લખેલા મંત્રથી પીપળાની ૧૦૮ પ્રદક્ષિણા પૂરી કરવી. પ્રદક્ષિણાનો મંત્ર નીચે મુજબ છે :
મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે
અગ્રતઃ શિવરૂપાય, અશ્વત્થાય નમો નમઃ ।।
પીપળાનું મૂળ બ્રહ્મરૂપ છે, મધ્યભાગ વિષ્ણુરૂપ છે અને ઉપરનો ભાગ શિવરૂપ છે. એ ત્રિમૂર્તિરૂપ અશ્વત્થને મારા વારંવાર પ્રણામ છે.
પૂજામાં આણેલું દ્રવ્ય, વસ્ત્ર, ફળ વગેરે ગુરુ-પુરોહિતને અર્પણ કરવું. ખાદ્ય પદાર્થોનો પ્રસાદ કરી વહેંચી દેવો, વળી અમાસને સંતોષ પમાડવા સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી. ત્યાર પછી મૌન રાખી સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે ભોજન કરવું, વ્રત કરનારે આ વ્રતની એક લોકવાર્તા છે, તે વાંચવી અગર સાંભળવી. દરેક વ્રતરાજમાં આ વાર્તા હોય છે.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ફલશ્રુતિ : આ સોમવતી અમાસના વ્રતથી મૃત્યુયોગ, વૈધવ્યયોગ મટી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પતિ અને પુત્ર દીધૅજીવી બને છે. આ વ્રત કરનારે વ્રતના દિવસે રૂ અને મૂળાનો સ્પર્શ કરવો નહીં. ઉપવાસથી અગર એકટાણાથી આ વ્રત કરી શકાય છે. અમુક વ્રતો થયાં પછી ઉદ્યાપન કરવું.
શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ 108 નામવલી" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇