અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? | Akha teej Dan Gujarati 2022 | Akshay Tritiya Dan 2022 | Okhaharan
Akha-teej-2022-Dan-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા ના દિવસે રાશિ મુજબ શું દાન કરવું જોઈએ.
અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિ ને અખાત્રીજ , અક્ષય તૃતીયા અને પરશુરામ જન્મ દિન કહેવાય છે . જેમ વિજયા દશમી , વસંત પંચમી માં કોઈ ચોધડિયા કે મુહૂર્ત નથી જેવાતા તેમ આ અખાત્રીજ ના દિવસે કોઈ પણ કામ કરવા કોઈ સમય જોવાનો હોતો નથી.
આ વષૅ અખાત્રીજ 3 મેં 2022 મંગળવાર ના રોજ રહેશે. આ તિથિ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદી કરવાનો અનેરો મહિમાં છે . આ દિવસે ધર્મકાર્ય કરવાનું પણ મહત્વ વઘારે છે. તેમજ અક્ષય તૃતીયા પર કરવામાં આવેલ દાન અક્ષય પુણ્ય આપે છે. જો તમે અક્ષય તૃતીયાના શુભ પર્વ પર તમારી રાશિ પ્રમાણે દાન અને કેટલાક કામ કરો છો તો તમને ચોક્કસ લાભ મળી શકે છે.
આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મલે છે. નીચે મુજબ છે. દાન આપતી વખતે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનાર વ્યક્તિની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ સાથે, વિવિધ પદાર્થોના દાન દ્વારા વિવિધ ફળ મેળવવાની માન્યતા છે.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. .
હવે આપણે જાણીયે રાશિ મુજબ દાન માહિતી.
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના શુભ દિવસે લાલ રંગના કપડામાં લાડુનું દાન કરવું જોઈએ. તમે આનો લાભ મેળવી શકો છો.
આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર કલશકે માટલું ભરીને શુદ્ર જળ દાન કરવું જોઈએ આમ કરવાથી શુક્ર દોષની અસર ઓછી થાય છે અને આથિક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર મગનું દાન કરવું જોઈએ . આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઘરમાં ધનલક્ષ્મી દેવીનો પ્રવાહ વધુ સારો રહે છે.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે ચાંદીમાં મોતી ધારણ કરવા જોઈએ. તેનાથી તેમનો ચંદ્ર મજબૂત બને છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ સૂયૅદેવ ના 12 નામ અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી નોકરી અને ઘંઘામાં બઘા અધિકારી સાથે સારા સંબઘો પ્રાપ્ત થાય છે, જેના કારણે તમારી પ્રગતિની સંભાવનાઓ બને છે.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે ધન પ્રાપ્તિ માટે નીલમણિ પહેરવી જોઈએ. મા લક્ષ્મીની કૃપાથી પૈસાની કોઈ દિવસ કમી નહી રહે. પરંતુ પન્ના ની વિઘિ રીતથી પુજન કરવું તેના માટે કોઈ વિશેયજ્ઞ ની સલાહ લેવી .
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ સાથે ઘરમાં કોઈ પણ માનતા દેવી-દેવતાની સફેદ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે મૂગૉ ધારણ કરવા જોઈએ. તેની અસરથી ધનલાભ અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે હળદરની ગાગડી પીળા રંગના કપડામાં લપેટીને પૂજા સ્થાન પર રાખવી સાથે સાથે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વાસણમાં તલનું તેલ લઈને ઘરની પૂર્વ દિશામાં રાખવું જોઈએ
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે કાળા તલ, નારિયેળ અને લોખંડનું દાન કરવું .આ બઘી પરિસ્થિતિ તમારા સંજોગો અનુસાર તેમના પક્ષમાં રહેશે.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે પીળા ફૂલને પીળા કપડામાં બાંધીને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
અખાત્રીજ ના શુભ દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે અહી ક્લિક કરો.
મિત્રો આ હતી અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા ના દિવસે રાશિ મુજબ દાન કરવાની માહિતી.
અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય દાન સમય ખરીદી સમય અહી ક્લિક કરો.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો