19 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય | Shani Jayanti Rashi Upay 2023 | Shani Jayanti 2023 Upay | Okhaharan
![]() |
Shani-Jayanti-Rashi-Upay-Shani-Jayanti-2023 |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શનિ જંયતિ પર 12 રાશિ મુજબ ઉપાય.
"" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હિંદુ શાસ્ત્રો અનુસાર, માતા છાયા અને સૂર્ય દેવના પુત્ર શનિદેવનો જન્મ વૈશાખ માસની અમાવાસ્યાના દિવસે થયો હતો. એટલા માટે દર વર્ષે આ તિથિએ શનિદેવની જન્મજયંતિ એટલે કે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. અમાવાસ્યા તિથિ ના દિવસે શિવજી , વિષ્ણું ભગવાન , હનુમાનજી તથા શનિદેવ પુજન કરવામાં આવે છે. આ વષૅ વૈશાખ અમાવાસ્યાના , સોમવતી અમાવાસ્યાના અને શનિ જંયતિ એક ખાસ યોગ બની જાય છે
સૂયૅદય પ્રમાણે તિથિ જોવામાં આવે છે માટે સોમવાર, 19 મે વૈશાખ સોમવતી અમાવાસ્યાના રહેશે.
હવે આપણે 12 રાશિ મુજબ વૈશાખ સોમવતી અમાવાસ્યાના ઉપાય જાણીયે.
શનિ જંયતિ પર 12 રાશિ મુજબ ઉપાય.
મેષ રાશિ - અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ તેલ અને કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.એમાં પણ શિવાલયમાં તથા શનિદેવ મંદિરે કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય છે.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિ ચાલીસાના પાઠની સાથે કાળા રંગના ધાબળાનું દાન કરવું જોઈએ. ગરીબ જરૂરિયાત મંદ લોકોને શક્ય હોય તો દાન કરો
શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા વસ્ત્રોનું કપડાનું દાન કરવું જોઈએ.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ અડદની દાળ, તેલ અને તલનું દાન કરવાથી શુભ ફળ મેળવી શકે છે. શનિદેવ મંદિરે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ઓમ વરેણ્યાય નમઃ મંત્રનો જાપ કરવાની સાથે શક્ય હોય તો નીલમનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને ચંપલ કે છત્રી નું દાન કરી શકે છે. જેનાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા અને સુખ-સમૃદ્ધિ આવે છે.
"" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્ "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ આ દિવસે કાળા કપડા અને સરસોવના તેલનું દાન કરવું જોઈએ.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે લોખંડનું દાન કરવું જોઈએ.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિદેવના પથ્થર મંદિરમાં અભિષેક કરવો જોઈએ અને પીળા વસ્ત્રો અથવા હળદરનું દાન કરી શકે છે.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ગાયનું દાન કરવું મકર રાશિના લોકો માટે ફળદાયી માનવામાં આવે છે. પરંતુ જો તમે ગાયનું દાન કરી શકતા નથી, તો તમે ચાંદીની ગાય દાન કરી શકો છો.
શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ સોનાની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ઘી, પીળા વસ્ત્રો અથવા હળદરનું દાન કરી શકે છે.
આ હતા શનિ જયંતિના દિવસે 12 રાશિ મુજબ ઉપાય.
, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ 108 નામવલી" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો