અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય દાન સમય ખરિદિ સમય | Akha teej 2022 mahatmya gujarati | Okhaharan
![]() |
Akha-teej-2022-mahatmya-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય તે બઘું જાણીશું
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ભાગવત પુરાણ પ્રમાણે જેમ ત્રણ વર્ષ આવતા અધિક માસ મહત્વ વધારે તેવીજ રીતે વર્ષ આવતા વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એમાં પણ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ ,અક્ષય તૃતીયા કહેવાય અને આ દિવસે વિષ્ણું ભગવાન છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ નો જન્મોત્સવ ઉજવાય છે.
આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જેમ વંસત પંચમી, વિજયા દશમી કે જેમાં કોઈ પણ નવા કામ કરવા ચોઘડિયા કે મુહૂર્ત જેવાના હોતા નથી તેમજ આ અખાત્રીજ ના દિવસે પણ કોઈ પણ શુભ મુહૂર્ત કે ચોધડિયા જેવાના હોતા નથી . આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ તિથિ ના દિવસે મહાભારત તથા ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો આ ખાસ દિવસે વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દશૅન કરવાનું માહાત્મ્ય વઘારે છે.
આજના શુભ દિવસે ચાર ઘામ યાત્રા દિવસે કેદારનાથ મહાદેવ ના કપાટ ખુલે છે. આ દિવસે નારાયણ છઠ્ઠો અને સાતમો અવતાર ત્રેતાયુગ માં થયો હતો.ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ રધુવંશી કુળના ક્ષત્રિય કુળમાં જન્મેલાં હોવા છતાં તેમનો મયૉદા પુરૂષોત્તમ બ્રાહ્મણ જેવોવસ્વાભાવ હતો. ત્યાં જ, ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો. પહેલા ભગવાન પરશુરામ નામ હતું પરંતુ શિવના પરમભક્ત પછી શિવના આશીવૉદ રૂપ તેમને પરશું આપ્યું અને તેમને પરશુરામ કહેવામાં આવે છે.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
આ વર્ષે આ અક્ષય તૃતીયા મંગળવાર , 3 મે 2022 ના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદ દારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અખાત્રીજ ના દિવસે કંઈને કંઈ લઈને ધરે આવવું તથા ધરમાં શ્રી મહાલક્ષ્મીજી નું પુજન કરવું.
અક્ષય તૃતીયા 2022 શુભ સમય:
અક્ષય તૃતીયા મંગળવાર , 3 મે 2022 રોજ છે:
તિથિ શરૂ મંગળવાર , 3 મે 2022 સવારે 05:18 થી
તિથિ સમાપ્ત બુઘવાર 4 મે 2022 સવારે 05:18 સુધી
પુજન શુભ સમય સવારે 5:39 થી બપોરે 12:08 સુધી
અભિજિત મુહૂર્ત સવારે 11:58 થી 12:50 સુધી
વિજય મૂહુર્ત બપોરે 2:34 થી 3:26 સુધી
ખરિદિ સમય સવારે 5:39 થી બપોરે 1:21 સુધી છે
આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મલે છે. નીચે મુજબ છે. દાન આપતી વખતે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનાર વ્યક્તિની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ સાથે, વિવિધ પદાર્થોના દાન દ્વારા વિવિધ ફળ મેળવવાની માન્યતા છે.
અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? અહી ક્લિક કરો.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. .
અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો