વૈશાખ સુદ નોમ જાનકી નોમ તિથિ માહિતી , પુજનવિઘી | જાનકી નોમ નું મહત્વ | Sita Nom Vrat Katha | Okhaharan
Sita-Nom-Vrat-Katha |
મોહિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વૈશાખ સુદ નોમ જાનકી નોમ એટલ દેવી સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જાનકી નોમ 2024 વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે સીતા જયંતિ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા સીતાનો જન્મ મંગળવારે પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વષૅ પણ એજ મંગળવાર આવવાથી ખાસ સંયોગ બને છે. દેવી સીતાના લગ્ન ભગવાન રામ સાથે થયા હતા, ભગવાન રામનો જન્મ પણ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ નોમ તિથિએ થયો હતો. હિંદુ પંચાગ અનુસાર સીતા જયંતિ રામનવમીના બરાબર એક મહિના પછી આવે છે.
સીયાવરરામચંદ્ર ભગવાનની જય
સૂયૅદય પ્રમાણે કરવી માટે ઉદયા તિથિના કારણે 17 મી મેના રોજ સીતા નવમીની ઉજવણી તથા આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવશે.
આ દિવસે પુજન શુભ સમય સવારે 10:57 થી બપોરે 01:39 સુધીનો છે.
સીતા નવમી સૌથી ઉત્તમ મધ્યાહન ક્ષણ - 12:18 PM
સીતા નોમની પૂજા પદ્ધતિ
સીતા નવમીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને નિત્યકમ્ર પરવારી મંદિર પાસે બેસીને ઉપવાસનું વ્રત લેવું.
પછી ભગવાન શ્રી રામ સીતાજીની મૂર્તિને ગંગાના જળથી સ્નાન કરાવો.અને ફોટો હોય તો ગંગા જળ છાંટી સ્વચ્છ કપડાં વડે સાફ કરો. પ્રતિમાની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં સીતા રામની વિઘિવઘ રીતે પૂજા કરો અને ભોગ ધરાવો.
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
અને તેના પછી ભગવાન રામ અને સીતા માતાની આરતી અને સ્તુતિ કરો.
આ કારણે માતા સીતાને જાનકી કહેવામાં આવે છે
માતા સીતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મિથિલાના રાજા જનકની દત્તક પુત્રી હતી. તેથી આ દિવસને જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે રાજા જનક યજ્ઞ કરવા માટે જમીન ખેડતા હતા, ત્યારે તેમને સોનાના શબપેટીમાં એક બાળકી મળી. જમીન ખેડતી વખતે ખેતરની અંદરથી સોનાની કોફીન મળી આવી હતી. ખેડેલી જમીનને સીતા કહેવામાં આવે છે, તેથી રાજા જનકે છોકરીનું નામ સીતા રાખ્યું. રાજા જનકની દિકરી હોવાથી તેમને જનકનંદની પણ કહેવામાં આવે છે.
સીતા નવમીનું મહત્વ
એવું માનવમાં આવે છે કે સીતા નોમનું વ્રત રાખવાથી જો વિવાહિત લોકો ભગવાન રામ અને સીતા માતાની પૂજા-અર્ચના કરે છે તો તેમને ઈચ્છિત વરદાન મળે છે. આ વ્રત રાખવાથી ઘરમાં સુખ-શાંતિનું વરદાન મળે છે અને પતિનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. સીતાનોમનું વ્રત કરવાથી ઉપવાસ અને પૂજા કરવાથી અનેક તીર્થોના દાન અને દાન સમાન ફળ મળે છે.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
50% Off On Price + 10% Discount on Cards Click Here 👇👇
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો