જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં | Nirjala Ekadashi Vrat Katha Gujarati | Okhaharan
Nirjala-Ekadashi-vrat-katha-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં
"" શ્રી કૃષ્ણ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નિર્જળા એકાદશી
જેઠ માસની શુક્લ (સુદ) પક્ષની એકાદશી
શ્રી ભીમસેન બોલ્યા : “હે પિતામહ ! ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું છું. પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી.”
"" શ્રી કૃષ્ણ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ત્યારે વ્યાસજી બોલ્યા : “હે ભીમસેન ! જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો, તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ.”
આથી ભીમસેન બોલ્યા : “હે પિતામહ ! તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે - એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે ? મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું, તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો, જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય.’’
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી વ્યાસજી બોલ્યા : “હે વાયુપુત્ર ! મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણાં શાસ્ત્ર આદિ બનાવ્યાં છે. જો કલિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનો સાર છે, તે કહું છું કે - મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
શ્રી વ્યાસજી બોલ્યા : “હે ભીમસેન ! કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે, તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં ૬ માશા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં ૬ માશાથી વધુ જળ મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે.
જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાર એકાદશીઓનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલાં ઊઠવું જોઈએ. તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હે ભીમસેન ! સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યનાં બધાં પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે; તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે.
તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.
વ્યાસજીનાં આવાં વચન સાંભળી એમણે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતા પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે - “હે ભગવાન ! આજે હું નિર્જળા વ્રત કરવું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારાં બધાં પાપ નષ્ટ થઈ જાય.”
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુલોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે.
હે કુંતી ! જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમનાં નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગૌદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા-મિષ્ટાન્ન આદિ આપવું જોઈએ. નિર્જળાનાં દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો.
એકાદશી ના શુભ દિવસે "" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો