ગૌરી વ્રત ના ગીતો | Gauri Vrat Na Gito | Gauri Vrat Gito | Gauri Vrat 2024 | Okhaharan
Gauri-Vrat-Na-Gito-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગૌરી વ્રત ના ગીતો
ગૌરી વ્રત પુજન આરતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
1) પ્રથમ દિવસ નુ ગીત
2) દરરોજ પુજન ગીત
3) ગોરમાને વળાવવા ગીત
અગિયારસના દિવસે છોકરીઓ સવારે વહેલી ઊઠી નદીએ નાહવા જાય છે, ચાલતાં-ચાલતાં રસ્તામાં ગીત ગાય છે :
1) પ્રથમ દિવસ નુ ગીત
ગોરમાનો વર કેસરીઓ
નદીએ નહાવા જાય રે ગોરમા !
નદીઓમાં ડહોળાં પાણી
સરોવર ઝીલવા જાય રે ગોરમા.
ઝીલી ઝીલી ઘરે પધાર્યા
મોતીડે વધાવ્યાં ગોરમા.
ભાઈ બેઠો જમવા
ભોજાઈએ ઓઢ્યાં ચીર ગોરમા.
ચીર ઉપર ચૂંદડી ને
ચોખલિયાળી ભાતે ગોરમા.
વેલમાં બેઠો વાણિયો ને
કાગળ લખતો જાય રે ગોરમા.
કાગળમાં બે પૂતળિયું રે
હસતી રમતી જાય રે ગોરમા.
ગોરમાનો વર કેસરીઓ
નદીએ નહાવા જાય રે ગોરમા !
2) દરરોજ પુજન ગીત
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કિયા ભાઈએ વાવ્યા રે ? જવ છે ડોલરિયો.
મારા... ભાઈએ વાવ્યા રે, જવ છે ડોલરિયો.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
મારા કયા વહુએ સીંચ્યા રે, જવ છે ડોલરિયો
મારા જવના જવેરા રે, જવ છે ડોલરિયો
મારા કયા બહેન પૂજશે રે ? જવ છે ડોલરિયો
મારા... બહેન પૂજશે રે, જવ છે ડોલરિયો.
એમને પાટલિયે બેસાડો રે, જવ છે ડોલરિયો.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો.
દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ
3) ગોરમાને વળાવવા ગીત
ગીત ગાતી-ગાતી નદી, તળાવે વળાવવા જાય છે.
તો થાળ ભરું શગ મોતીડે,
હું તો ગોરમાને પૂજવા જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો બેન રે કયી બેન તમને વિનવું,
તમારી સાહેલિયો લેજો સાથ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
તો થાળ ભરું રે શગ મોતીડે.
હું તો પારવતી પૂજવાને જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો બેન રે... બેન તમને વિનવું,
તમારી સાહેલિયો લેજો સાય.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો થાળ ભરું રે રાગ મોતીડે,
હું તો ગોરમાને પૂજવા જઈશ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
હું તો ભાઈ રે કિયા ભાઈ તમને વિનવું,
તમારા ભાઈબંધ લેજો સાથ.
મારે સોના સરીખો સૂરજ ઊગિયો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો