સોહાગણ સ્ત્રીઓ વાંચો " કરવા ચોથ " ની આ વ્રત કથા વગર અધુરૂ છે | Karva Chauth Vrat katha Gujarati |
karva-chauth-vrat-katha-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કરવા ચોથ માહાત્મ્ય, વ્રત કથા તથા વ્રત કેવી રીતે ઉજવણું કરવું તે બધું આજે આ લેખમાં જાણીશું .
શ્રી ગણેશ નો "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કરવા ચોથ વ્રત
આસો વદ ની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત કરતી હોય છે. પ્રત્યેક સોહાગણ સ્ત્રીઓએ આ દિવસે નિર્જળા વ્રત રાખવું જોઈએ. રાત્રીના સમયે ચંદ્રમા આકાશમાં પૂર્ણ નીકળી આવ્યા બાદ તેના દર્શન કરી અને તેને અર્ધ્ય આપીને પોતાના પતિને પગે લાગીને આશીર્વાદ પ્રાપ્ત કરી પછી ભોજન કરવું જોઈએ.
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પૂજા વિધિ
સુહાગણ સ્ત્રીએ કરવા ચોથના દિવસે પવિત્ર થઈ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત રાખવું. એક પાટલા કે પછી બાજોઠ ઉપર પાણીનો ભરેલો લોટો મૂકવો. માટીના બનેલા એક નાના ફૂલડામાં ઘઉં અને તેના ઢાંકણાંની ઉપર ખાંડ તથા પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકવા. કંકુ, અબીલ, ગુલાલ, ગોળ, ચોખા વગેરેથી શ્રીગણેશ ભગવાનની પૂજા કરવી. સુહાગણે૨ સર્વરીત સુખી રહે છે. કંકુથી ફૂલડા ઉપર શુભ સ્વસ્તિકનું નિશાન બનાવવું અને તેના ઉપર તેર ચાંલ્લા મુકવા. પોતાના કપાળે પણ કંકુનો ચાંલ્લો કરવો. પછી ઘઉંના તેર દાણા હાથમાં લઈને કરવા ચોથની કથા સાંભળવા બેસવું. કથા સાંભળ્યા પછી પોતાની સાસુજીને પગે લાગી અને ફૂલડું તેમને આપી દેવું. પાણીનો લોટો અને ઘઉં જુદા રાખી લેવા. રાતના સમયે ચંદ્ર ઉગ્યા પછી પાણીમાં ઘઉંના દાણા નાંખીને તેને અર્ધ્ય આપવો, પછી જ ભોજન કરવું. જો કથા બ્રાહ્મણી પાસે સાંભળી હોય તો ઘઉં, ખાંડ અને પૈસા તેને આપી દેવા. જો કથા વાંચી સંભળાવનાર બહેન કે દીકરી હોય તો તે બધું તેને આપી દેવું.
કરવા ચોથ વ્રત કથા
કોઈ એક ગામમાં એક શાહુકાર રહેતો હતો. તેને એક પુત્રી અને સાત પુત્રો હતા. કરવા ચોથના દિવસે શાહુકારની પત્ની, પુત્રી અને પુત્રવધૂઓએ કરવા ચોથનું વ્રત રાખ્યું. રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું. પરંતુ બહેને જમવાની ના પાડતાં કહ્યું : ‘ભાઈ ! હજુ ચંદ્રમા આકાશમાં ઊગ્યો નથી, તે ઉગશે પછી હું તેને અર્ધ્ય અર્પણ કરીને પછી જ ભોજન કરીશ.’ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈને આગ સળગાવી અને ચારણી દ્વારા ચંદ્રનો આભાસ ઉત્પન્ન કરી બહેનને તેનો પ્રકાશ બતાવતા કહ્યું : ‘બહેન ! ચંદ્રમા તો આકાશમાં ઊગી ચૂકયો છે, તેથી તું તેને અર્ધ્ય આપીને ભોજન કરી લે.’
આ સાંભળીને બહેને તેની સાતે ભાભીઓને પણ બોલાવીને પેલો પ્રકાશ બતાવતાં કહ્યું કે ‘ભાભી ! જુઓ ચંદ્ર ઉગી ગયો છે. તમે પણ ચંદ્રને અર્ધ્ય આપીને હવે ભોજન કરી લો.’ પરંતુ તે બધી પોતાના પતિદેવોએ આચરેલા કપટને બહુ સારી રીતે જાણતી હતી. તેથી તેમણે કહ્યું કે : ‘નણંદ બા ! હજુ ચંદ્રદેવ આકાશમાં ઊગ્યા નથી, આ તો તમારા સાતેય ભાઈઓ ચાલાકી કરીને અગ્નિનો પ્રકાશ તમને બતાવી રહ્યા છે.’ પરંતુ બહેને ભાભીઓની વાત પર ધ્યાન આપ્યું નહીં અને ભાઈઓનું કહેવું માનીને તેમણે બતાવેલા ચંદ્રના આભાસરૂપ પ્રકાશને અધ્ય આપી ભોજન કરી લીધું
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ પ્રમાણે વ્રત ભંગ થવાના કારણે શ્રીગણેશજી તેના ઉપર કોષે ભરાયા. બીજા દિવસે તેનો પતિ ખુબ જ બીમાર થઈ ગવો અને ઘરમાં જે કાંઈ ધન-દાગીનાની જે બચત હતી તે બધી તેની માંદગી પાછળ ખર્ચાઈ ગઈ. શાહુ કારની પુત્રીને જ્યારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તે ખૂબ જ પસ્તાવો કરવા લાગી. તેણે સાચા દિલથી ગણેશ ભગવાનની માફી માંગી અને ફરીથી વિધિપૂર્વક કરવા ચોથના વ્રતનો આરંભ કર્યો. શ્રદ્ધા પ્રમાણે સૌનો આદર સત્કાર કરતા બધાની પાસેથી આશીવૉદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું.
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ પ્રમાણે તેની શ્રદ્ધાભક્તિ અને સુયોગ્ય કર્મો જોઈને ગણેશજી તેના ઉપર પ્રસન્ન થયા અને તેને ક્ષમા કરી દીધી. તેમણે તેના પતિને જીવનદાન આપી તેને બીમારીમાંથી મુક્ત કર્યો અને ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર કરી દીધું.
આ પ્રમાણે જે કોઈ પણ છળ-કપટ વિના નિતિ-નિયમથી ચાલી શ્રદ્ધાભક્તિપૂર્વક કરવા ચોથનું વ્રત કરશે તેને તમામ પ્રકારના સુખો મળશે અને તે સર્વ દુઃખોથી મુક્તિ પામશે.
કરવા ચોથનું ઉજવણું
વ્રતના ઉજવણા વખતે એક થાળમાં તેર જગ્યાએ ચાર-ચાર પુરીઓ રાખવી. તેના ઉપર થોડો થોડો હલવો મૂકવો.
થાળમાં એક સાડી, બ્લાઉઝ અને પોતાની શક્તિ અનુસાર રૂપિયા પણ મૂકવા. પછી તેની ચારે તરફ કંકુ, ચોખાથી હાથ ફેરવીને પોતાની સાસુને પગે લાગીને તેમને આપી દેવું. ત્યાર પછી તેર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓને આદર સહિત ભોજન કરાવી, દક્ષિણા આપી તથા કંકુથી તિલક લગાવી અને તેમને વિદાય કરવાં.
કરવા ચોથ પૂજા મુહૂર્ત | ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય | કરવા ચોથ પૂજા વિધિ | કરવા ચોથ વ્રત કથા |
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો