બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ | Bajrang Bavani in Gujarati Lyrics | શ્રી બજરંગ બાવની નો પાઠ | Okhaharan
bajrang-bavani-in-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી ના બજરંગ સ્વરૂપ ના બાવન ગુણ નો પાઠ એટલે બજરંગ બાવની ગુજરાતી લખાણ સાથે.
ૐ હનુમંતે નમઃ
શ્રી બજરંગ બાવની
બ્રહ્મચારી જતિ જગમાં એક, સેવાનો લીધો છે ભેખ
રૂદ્ર તણો છે એ અવતાર, અંજની વાયુ કેરો બાળ.
બાળપણની કહું શું વાત, ફળ જાણી રવિ ગ્રહો હાથ,
રાહુ કેતુ મન મૂંઝાય, ઈન્દ્રની પાસે તેઓ જાય.
માર્યું વજ્ર ને પડયો બાળ, વાયુએ લીધી સંભાળ.
ક્રોધે ભરાયા વાયુદેવ, બંધ ગતિ કીધી તત્ખેવ.
મચ્યો સઘળે હાહાકાર, દેવો દોડયા તેણી વાર.
હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો અહી ક્લિક કરો.
સ્તૃતિ કીધી છોડી અભિમાન, પ્રસન્ન થઈ આપ્યાં વરદાન.
બળવંતા બન્યા હનુમાન, મહાબલી વળી વજ્ર સમાન.
ભણતર ભણ્યા સૂર્યની પાસ, સંગીતનો કીધો અભ્યાસ.
કરતા ઋષિને એ હેરાન, શાપ દીધો બળનું ભૂલ્યા ભાન.
શાપ નિવારણ ઋષિ કરે, તુજ બળનું કો ભાન કરે.
ભણી ગણિ પંડિત થયા, સુગ્રીવના એ મંત્રી બન્યા.
માત સીતાને શોધે રામ, બ્રાહ્મણ રૂપે જાય હનુમાન.
મહાબલી છે આ હનુમાન, ભાન કરાવે જાંબુવાન.
બળવંતા એ તૈયાર થાય, માતા સીતાની શોધ કરાય.
સમુદ્ર પરથી લંકા જાય, મૈનાક પર્વત મન હરખાય.
નાગ માતા આવે છે ત્યાંય, બળબુદ્ધિ જોઈ રાજી થાય.
રાહુની મા સિંહિકા મળે, પળમાં એનો નાશ કરે.
લંકામાં લંકિની મળે, મુષ્ટિ પ્રહારે સીધી કરે.
વિભીષણને જોયા છે જ્યાંય, ભક્ત હૃદય ભેટયા છે ત્યાંય.
મેળવી માતાજીની ભાળ, કર જોડી કર્યા નમસ્કાર.
રામ સેવકની પહેચાન થાય, અંગૂઠી આપી છે જ્યાંય.
સંહાર્યા રાક્ષસને ઠેર ઠેર, વર્તાવ્યો છે કાળો કેર.
સમરણ કરતાં રામનું મન, લંકાનું કીધું છે દહન.
ત્યાંથી આવ્યા રામની પાસ, ઉર ઉમંગે જોડયા હાથ.
તમ કૃપાથી કીધું કામ, નિરહંકારી ને નિષ્કામ.
યુદ્ધમાં લક્ષ્મણ થાય. બેભાન, સંજીવની લાવે હનુમાન.
રાજી થઈ બોલ્યા ભગવાન, ભરત સમ ભાઈ હનુમાન.
રામ લક્ષ્મણની ચોરી થાય, ચોમેર હાહાકાર વરતાય.
અહિરાવણ માર્યો પાતાળ, લાવ્યા રામ-લક્ષ્મણ ભોપાળ.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
દિવસે યુદ્ધ કરે મૂકી મન, રાત્રે ચાંપે રામ ચરણ.
રામ સેવામાં રહે પ્રસન્ન, માની સાચું સેવા ધન.
માતા સીતાએ આપ્યો હાર, મોતી તોડયા છે તત્કાળ,
નારાજ થાય છે સહુ લોક કિંમતી હાર કરે શું ફોક.
દેખી બોલ્યા શ્રી હનુમાન, રામ વગરનાનું શું કામ ?
શંકાશીલ બોલ્યા છે વાણ, તમ હૃદયમાં કર્યાં છે રામ ?
હૃદય ચીરી દેખાડે રામ, આલિંગન દીધું ભગવાન,
રામ એવા સૌ કપિ કહે ! એ લાભ બીજાને ન મળે.
ભરત શત્રુઘ્નને લક્ષ્મણ, ગોઠવે રામ સેવાનો ક્રમ
કપિ માટે ન રાખ્યું કામ, ત્યારે બોલયા શ્રી હનુમાન.
ચપટી ધગાડું એ મુજ કાજ, બગાસું આવે શ્રી મહારાજ,
રાત-દિવસ બસ રામની પાસ, કયારે બગાસું લે મહારાજ.
કંટાળ્યા આથી સૌ જન, સોંપી સેવા વાયુતન,
સત્યભામા ને સુદર્શન, ગરૂડ ને વળી ભીમ અર્જુન.
ગર્વ થયો આ સૌને મન, ઉતાર્યો વાયુ નંદન.
જ્યાં થાયે શ્રીરામનું ગાન, પ્રથમ પધારે શ્રી હનુમાન.
તુલસીને દેખાડયા રામ, કૃપા કરો મુજ પર ભગવાન.
બાવની પ્રેમે જે કોઈ ગાય, મૂઠ ચોટ ન લાગે જરાય.
ભૂત પ્રેત ને ભેંસાસુર, રોગ દોષ સૌ ભાગે દૂર.
આકણ સાકણ તરિયો તાવ, રાહુ કેતુ ભાગે બંગાલ.
જન્મ-મરણ ફેરો તરી જાય, “પુનિત” પ્રભુક્ત થવાય
શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે અહી ક્લિક કરો.
(દોહો)
ધૂપ દીપ કરી પાઠ કરે, જો રાખીને વિશ્વાસ;
સદા કપિ સંગે રહે, મીટે દુશ્મન કેરો ત્રાસ.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો