પુત્રદા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Putrada Ekadashi Vrat Katha Gujarati | Okhaharan
![]() |
Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા..
આ વષૅ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી તિથિ
આ વષે 2025 ની એકાદશી ની 10 જાન્યુઆરી 2025ર
પુત્રદા એકાદશી ની વ્રતકથા
પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહો. એનું નામ શું છે ? એના વ્રતની વિધિ શું છે ? એમા કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ?” ભગાવન શ્રીકૃષ્ણે કહ્યું : “રાજન ! પોષ મહિનાના શુકલ પક્ષની જે એકાદશી છે. એનું નામ “પુત્રદા” છે. પુત્રદા એકાદશીના દિવસે નામ-મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પુજન કરવું. શ્રીફળ, સોપારી, બિજોરા, લીંબુ, જમીચ, લીંબુ, દાડમ, સુંદર આંબળા, લવિંગ બોર તથા વિશેષ રુપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઇએ. એવી જ રીતે ધૂપ દીપથી શ્રીહરિની અર્ચના કરવી.”
પુત્રદા એકાદશીના દિવસે વિશેષરુપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રેવૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઇએ જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું. આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી કોઇ તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણઆ તિથિના અધિષ્ઠિતા છે.
પૂર્વકાળની વાત છે. ભદ્વાવતી પૂરીમાં રાજા સુકેતુમાન રાજય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હનું. રાજાન, ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઇ. આથી પતિ-પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડુબેલા રહેતા. રાજાના ,પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. “રાજા પછી એવું કોઇ નથી દેખાતું જે અમારું તર્પણ કરે.” આમ વિચારીને પીતૃઓ શોકમાં રહેતા.
એક દિવસ રાજા ઘોડા પર સવાર થઇને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પૂરોહિત વગેરે કોઇને આ વાતની ખબર ન હોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં કયાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો કયાંક ઘુવડનો. જયાં ત્યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઇ રહ્યા હતા.
આ રીતે ફરીને રાજા વનની શોભા જોઇ રહ્યા હતાં. એવામાં બપોર થઇ ગઇ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે ઓ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સુચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમફળની એ ખબર આપી રહ્યાં હતાં.
એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.
સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યાં હતાં. એમને જોઇને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જયારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યાઃ “રાજન ! અમે તમારા પર પ્રસન્ન છીએ.” રાજા બોલ્યોઃ “આપ કોણ છો? આપના નામો શું છે ? અને આપ શા માટે અહી એકત્રિત થયા છો ? કૃપા કરીને આ બધું મને કહો.”
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
મુનિઓ બોલ્યાઃ “રાજન ! અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવ્યો છે. આજથી પાંચમાં દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઇ જશે. આજે જ “પુત્રદા” નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું : “વિશ્ર્વેદેવગણ ! જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો.”
મુનિ બોલ્યાઃ “રાજન ! આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે.એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરુર પુત્ર થશે.” ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુંસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણાં કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝૂકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તી થઇ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્યો.”
પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરુર કરવું જોઇએ. મે લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, “એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યણનું ફળ મળે છે.”
સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



