પાપમોચિની એકાદશી વ્રત કથા વાંચવા માત્રથી પિસાચયોનિ માંથી મુક્તિ મળે છે. | Papmochani Ekadashi Vrat Katha Gujarati Ma | Okhaharan
![]() |
Papmochani-Ekadashi-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની વદ પક્ષની પાપમોચિની એકાદશી વ્રત કથા ગુજરાતીમાં. આ પાપમોચિની એકાદશી દિવસે જગત ના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ના ચતુર્ભુજ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.
એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે
આ વષે 2025 ની પાપમોચિની એકાદશીની શરૂઆત
શરૂઆત 25 માચૅ 2025 સવારે 6:04 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 26 માચૅ 2025 સવારે 3:44 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 26 માચૅ 2025 કરવો
26 માચૅ 2025 પુજન નો શુભ સમય સવારે 6:26 થી 9:29 સુધી છે
પારણા નો સમય 27 માચૅ 2025 સવારે 6:44 થી 9:19 સુધી નો છે..
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી
ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા : હે ભગવાન ! મેં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી નું માહાત્મ્ય સાંભળ્યું હવે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશી નું નામ શું છે? અને એમાં ક્યાં દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે? તે બંધુ વિસ્તાર પૂવૅક કહો .
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન એક સમયે માંધાતાએ લોમસ ઋષિ ને પુછ્યુ : હે મુનિવર ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તાર પૂવૅક કહો ત્યારે લોમસ ઋષિ બોલ્યા હે રાજન ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું પાપમોચિની છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક પાપ નષ્ટ થાય છે તેની કથા આ પ્રકારે છે.
પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરા ઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વંસત રેહતો હતો. અથૉત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઈન્દ્ર પણ દરેક દેવતાઓએ સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેધાવી નામની મુનિ તપસ્યા કરતા હતા. તે શિવભકત હતા. એક દિવસ મંજુધોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેધાવી મુનિને જીતવા માટે તૈયાર થયો કામદેવે એ સુંદર અપ્સરા ની ભ્રમર ધનુષ્ય બનાવ્યું કટાક્ષને એની પ્રત્યંચા દોરી બનાવી આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્ત જીતવા તૈયાર થયો.
એ સમયે મેધાવી મુનિ પણ યુવા અને ભ્રષ્ટ પુષ્ટ હતા.એમણે યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા.તે બીજા કામદેવ જેવા લાગતા હતાં. એ મુનિને જોઈને કામદેવના વંશના થયેલી મંજુધોષાએ ધીરે ધીરે વાણીથી વાણી પર ગાવાનુ શરૂ કર્યું. મેધાવી મુનિપણ મંજુધોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહીત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિને એના સૌદય પર મોહિત થઈ ને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને એમની સાથે રમણ કરવા લાગ્યા.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રીનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ધણા સમયથી સુધી રમણ કરતા રહ્યા. એક દિવસે મંજુધોષા એ મુનિને કહ્યું હવે મને ધણો સમય થયો છે હવે સ્વર્ગ માં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા હે સુંદરી તું તો આજે આ સંધ્યાએ જ આવી છે હમણાં પ્રાંત કાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી ને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ધણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું હે દેવ હવે તમે મને સ્વર્ગ માં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા હજી તો કંઈ સમય થયો નથી હજુ થોડી વારે રોકાવ ત્યારે અપ્સરા બોલી હે મુનિ તમારી રાત્રી ખુબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો? અપ્સરા આવા પંચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ ૫૭ વષૅ ,૭ માસ , ૩ દિવસ જ્ઞાત થયું તો તે અપ્સરાને કાળીનુ રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા. તેમના અંદર કાંપવા લાગ્યા અને ઈન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા હે દુષ્ટ મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે તને ધિકકાર છે તું પિશાચિની બન.
એ મુનિના ક્રોધયુકત શાપથી તે અપ્સરા પિશાચિની બની ગઈ ત્યારે તે બોલી હે મુનિ હવે તમે ક્રોધ ત્યાગી ને પ્રસન્ન થાવ અને આ શાપ નું નિવારણ કરો . વિદ્રાનોનુ કહેવું છે કે સાધુઓની સંગત સારૂ ફળ આપે છે. તો મેં તમારી સાથે ધણા વષૅ વ્યાતીત કર્યા છે તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાવ. ત્યારે મુનિ ને થોડી શાંતિ મળી અને તે પિશાચિની કહ્યું હે દુષ્ટ તે મારૂં ખૂબ ખરાબ કર્યું છે તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય બતાવ્યા છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચિની છે તે એકાદશી નું વ્રત કરવાથી તું પિશાચિની દેહથી છૂટી જશે. આ પ્રકારે મુનિ એ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેધાવી જઈને બોલ્યા હે પુત્ર આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા . મેધાવી બોલ્યા હે પિતાજી મેં ખૂબ મોટું પાપ કર્યું છે તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા
ચ્યવન ઋષિ બોલ્યા હે તાત તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની મોચિની એકાદશી વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કરવાથી આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાને વચન સાંભળી મેધાવી ઋષિ એકાદશી નું વિધિપૂર્વક ઉપવાસ કર્યા તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુધોષા અપ્સરા પણ પાપમોચિની એકાદશી નું વ્રત કરવાથી પિશાચિની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગ લોકમાં ગઈ.
મિત્રો આ હતી પાપમોચિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર
વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇