બુધવાર, 4 મે, 2022

ચતુર્થીના વિનાયક તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ સ્તુતિ | શું ના કરવું ? | Vinayak Chaturthi 2022 | Okhaharan

 ચતુર્થીના વિનાયક  તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ સ્તુતિ | શું ના કરવું ? | Vinayak Chaturthi 2022 | Okhaharan 

Vinayak-charurthi-2022-may-gujarati
Vinayak-charurthi-2022-may-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વૈશાખ શુક્લ ચતુર્થીના વિનાયક ચતુર્થીનો તિથિ, પૂજાન સમય અને શ્રી ગણેશ સ્તુતિ , આ દિવસે શું ના કરવું ?

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વૈશાખ શુક્લ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે. આ ચતુર્થી વૈશાખ માસની વિનાયક ચતુર્થી એ મે મહિનાની પ્રથમ ચતુર્થી છે. વિનાયક ચતુર્થી દિવલે વ્રતની પૂજાન બપોર સુધી કરવામાં આવે છે કારણ કે આ વ્રતમાં ચંદ્ર જોવાની મનાઈ છે. જો કોઈ આકસ્મિક રીતે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર જોઈ લે છે, શ્રી ગણેશ પ્માણે એનું ખોટું કલંક લાગે છે.

 

વિનાયક ચતુર્થી 2022

 તિથિ શરૂઆત 04 મે, 2022 બુધવારે સવારે 07:32 કલાકે શરૂ

તિથિ સ માપ્તિ 05 મે, 2022 ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી.

વિનાયક ચતુર્થી વ્રત 4 મેના રોજ રાખવામાં આવશે.

ગણેશજીની પૂજાન સમય સવારે 10:58 થી બપોરે 1:38 સુધીનો છે.


ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 વિનાયક ચતુર્થી વૈશાખની વિનાયક ચતુર્થી સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે. આ યોગમાં કરેલ કાર્ય સફળતા અપાવનાર છે. વિનાયક ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ આખો દિવસ છે.

 


શ્રી ગણેશ સ્તુતિ


શ્રી ગણનાથ સ્મરામિ નવ પદ પંકજ નમામિ

પ્રણત પાળ ગુણ ગ્રામી શાંતિ ચરણે વિરામી

મંગળ મૂર્તિ નિમૅળ જ્યોતિ જ્ઞાન સ્વરૂપ શ્રેયસ્કર સ્વામી

રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ પ્રદાતા કરજે કરુણા હે જગત્રાતા

પુનિત નામ પૂરણ કામ ગુણનિધાન હે અભિરામ

ચતુર્થી ના દિવસે  શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

કરીએ આજ શુદ્ધ ભાવથી તને પ્રણામ

નમન નમન વક્રતુંડ જયલલામ અંતરયામિ

સુખદાયક નાયક નાથ તમો ગણનાયક મોદક રોજ જમો

મન મોદ કરો નિજ ભક્ત તણાં નિજ સંકટ સંધ વિદારી ધણાં

ગિરિરાજ સુતા સુત સહાય કરો મતિ કુંઠિત બુદ્ધિ મદીર હરો

કરૂં કાવ્ય સદા યશદાયક દો, યશ તેહ વિશે ગણનાયક છો

નથી સહાયક કોઈ ગણેશ વિના તુજ આશ્રયથી દુઃખ ટળશે

વિનંતી ઉર આ સેવકની ધરી સહાય થશો નિત અંતરથી.

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇