તમે પહેલી વાર વાંચશો શિવ નવી સ્તુતિ એકદમ નવી સ્તુતિ શંકરના બાર માસ સ્તુતિ | Shankar Na Bar Mas Stuti Gujarati | Okhaharan |
Shankar-Na-Bar-Mas-Stuti-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શંકરના બાર માસ સ્તુતિ
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
શંકરના બાર માસ
સદા એક શંકરને ભજીએ, અવિધા અંતરથી તજીએ,
સેવા નિત્ય શિવ તણી સજીએ, સદા એક શંકરને ભજીએ.
કારતકે કર્મ રૂડાં કરીએ, ધ્યાન એક શંકરનું ધરીએ,
દુષ્ટના સંગ થકી ડરીએ, સદા એક શંકરને ભજીએ,
માગશરે મન ભમતું વારો, રાખી દૅઢ શિવ શરણે ધારો,
આવો રૂડો અવસર શીદ હારો, સદા એક શંકરને ભજીએ.
પોષે પરબ્રહ્મ બધે ભાળી, લગાવો શિવ પદમાં તાળી,
કાળજાની મેશ ધૂઓ કાળી, સદા એક શંકરને ભજીએ.
માહે મહામંત્ર જપો મનમાં, તપાસી તત્ત્વ જુઓ તનમાં,
વસો પછી ઘરમાં કે વનમાં, સદા એક શંકરને ભજીએ.
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ફાગણ જે ફોગટ રે ફરતાં, નથી સેવા શંકરની કરતાં,
અનેકવાર અવતરતા મરતાં, સદા એક શંકરને ભજીએ.
ચૈતરે ચિત્ર રચે કેવો, તેને કોઈ દેખે નહિ તેવો;
અજબ કોઈ કારીગર એવો, સદા એક શંકરને ભજીએ.
વૈશાખે વેદ તણી વાણી, ઈશ્વરની આજ્ઞા લેવી જાણી,
તજે છે તે પામર પ્રાણી, સદા એક શંકરને ભજીએ.
જેષ્ઠ એક જક્ત તણો ધરતા, સદા શિવ કોટિ ભુવન કરતા;
તેથી સહુ દેવ રહે ડરતા, સદા એક શંકરને ભજીએ.
અષાઢે અમરપતિ જેવા, સર્જે નિત્ય શંકરની સેવા,
અધમ જીવ ભજતાં નથી એવા, સદા એક શંકરને ભજીએ.
શ્રાવણમાં તો સકળ વિષય તજીએ, અઘોર મંત્ર અહર્નિશ ભજીએ.
સકળ દિન શિવ સેવા સજીએ, સદા એક શંકરને ભજીએ.
ભાદરવે ભય સઘળો ભાગે, જ્યારે મોહ નિદ્રાથી જાગે;
જેનું ચિત્ત શિવ ચરણે લાગે, સદા એક શંકરને ભજીએ.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આસો છે શિવ સહુનો સ્વામી, ગુણાતીત ગગન તણો ગામી,
‘છોટમ’ રહો હૃદયે પદવી પામી, સદા એક શંકરને ભજીએ.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇