શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" સોળ સોમવાર વ્રત કથા મહિમા " | Sol Somvar Mahadev Vrat Katha Gujarati | Okhaharan
sol-somvar-mahadev-vrat-katha-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોળ સોમવારની વાર્તા શ્રાવણ માસ માં પહેલા સોમવારે જે વ્રત થાઈ છે તે "સોળ સોમવાર ની વ્રત કથા " છે.. શ્રાવણ માસના સોમવાર નુ વ્રત સોળ સોમવાર વ્રત કથા મહિમા આ સોમવારનું વ્રત કરવાથી મહાદેવ તથા માતા પાર્વતીજી ની કૃપા પ્રાપ્ત થાઈ છે. મનુષ્ય ને આરોગ્ય, સૌભાગ્ય, સુખ, ધન ની પ્રાપ્તિ થાઈ છે.. આ વ્રત સોળ સોમવાર સુધી કરી, પછી તેનું ઉજવણુ કરવાનું હોય છે. આ વ્રત કોઈ પણ કરી શકે છે.. શ્રાવણ માસ ભગવાન મહાદેવ ને અતિ પ્રિય છે.. અને તેમાંય સોમવાર ના તો ભગવાન શિવ સ્વામી જ છે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
સોળ સોમવાર વ્રત
આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી કરવું. વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ-પાર્વતીનું પૂજન કરવું, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે ‘મહાદેવજી મહાદેવજી' એમ બોલવું.
સોળ સોમવારની કથા ગુજરાતીમાં
એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરે બેઠાં છે અને બેઠાં બેઠાં સોગઠાંબાજીની રમત રમે છે. પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે ? તેનો વિચાર તેઓ કરતાં હતાં, એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો, એટલે શંકર પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા જણાવ્યું.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શંકર-પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો. એક બાજી પૂરી થઈ, તેમાં ભગવાન શંકર જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું. “કોણ હાર્યું? કોણ જીત્યું?’’ “પ્રભુ ! આપ જીત્યા અને માતાજી હાર્યાં.” બ્રાહ્મણે જવાબ આપ્યો. બીજી બાજી શરૂ થઈ. તેમાં પાર્વતીજી જીતી ગયાં. તેમણે બ્રાહ્મણને પૂછ્યું : “કોણ હાર્યું ? કોણ જીત્યું ?” હાર્યાં.’
“પ્રભુ ! આપ જીત્યા અને માતાજી ત્રીજી બાજી શરૂ થઈ, તેમાં પણ પાર્વતીજી જીતી ગયાં અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું : “હે બ્રાહ્મણ ! બોલ કોણ હાર્યું અને કોણ જીત્યું ?”
“પ્રભુ ! આપ જીત્યા અને માતાજી હાર્યાં.’’
આ તપોધન બ્રાહ્મણ બેવાર જૂઠું બોલ્યો, કારણ તેને તો મહાદેવજીને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયાં અને બ્રાહ્મણને શાપ આપ્યો :
“હે બ્રાહ્મણ ! ત્રણ બાજીમાંથી બે બાજી હું જતી હતી, છતાં તું જૂઠું બોલ્યો અને ખોટો ન્યાય આપ્યો. આથી હું તને શાપ આપું છું કે - ‘તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે.”
મા પાર્વતીનો શાપ મળતાં જ તપોધન બ્રાહ્મણને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાને શાપમુક્ત કરવા માટે શંકર-પાર્વતીને ખૂબ જ આજીજી - વિનંતી કરી, માફી માંગી, પણ બધું જ નકામું. કારણ આ શાપ પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહિ. શંકર-પાર્વતીજી પણ અંતર્ધાન થઈ ગયાં. એટલે,તપોધન બ્રાહ્મણ રોતો - કકળતો ત્યાંથી ચાલી નીકળ્યો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇