ઉત્તરાયણથી શરૂ થતું વ્રત એટલે """ ઘમૅરાજા નું વ્રત ની કથા "" | Dharmaraj vrat katha gujarati ma | Okhaharan
dharmaraj-vrat-katha-gujarati-ma |
આ વ્રત છ મહિનાનું હોય છે. મકરસંક્રાંતિના દિવસથી આ વ્રત શરૂ કરવું. વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાન કરી ધર્મરાજાની વાર્તા. સાંભળવી, વાર્તા સાંભળતી વખતે ‘ધર્મરાજા... ધર્મરાજા' એમ બોલવું.
રામપુર નામના એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને બે દીકરા અને એક દીકરી હતી. ઘરમાં ચારે ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી, છતાં આ કુટુંબ ઘણુ નીતિમાન હતું. ‘રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોમાં ન મૂકવો' એવી ટેક લીધી હતી. જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાંખી પછી જ જમવું એવી ટેક હતી. તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યાં હતાં છતાં અત્યાર સુધી તેઓ પોતાના નિયમ કદી ચૂક્યા ન હતા.
મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ?
બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા. તેમણે વિચાર્યું કે - ‘આપણે પરદેશ કમાવા જઈએ, અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહિ.’ આમ વિચારી બંને દીકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા.ઘરમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યાં. એવામાં ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બારમેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. ચારેબાજુ જળબંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે ? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, ચકલું ય ફરકતું ન હતું. બ્રાહ્મણ- બ્રાહ્મણી અને તેની દીકરી સતત પંદર દિવસ સુધી ભૂખ્યાં રહ્યાં, પણ સર્જનહાર પર જરાકે ય શ્રદ્ધા ઓછી ન થઈ. ‘કસોટી કંચની થાય, કથીરની નહિ
ભક્તના આખા કુટુંબને ભૂખ્યું-તરસ્યું જોઈ ભગવાનથી ન રહેવાયું. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઊડતાં-ઊડતાં બ્રાહ્મણના આંગણે આવ્યાં. હંસ- હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણેય જણા રાજી-રાજી થઈ ગયાં. તેમણે ખોબો ભરીને જાર નાખી, પરંતુ હંસ-હંસલીએ એકેય દાણો ખાધો નહિ. આથી ત્રણે જણા નિરાશ થઈ ગયાં. બ્રાહ્મણ- પુત્રી હાથ જોડીને હંસ-હંસલીને વિનવવા લાગી, ત્યાં હંસને વાચા ફૂટી : “હે બ્રાહ્મણપુત્રી ! અમે તો માનસરોવરના રાજહંસ છીએ. અમે તો સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતાં નથી.’
મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું અહી ક્લિક કરો
આ સાંભળી ત્રણે જણા મૂંઝાયાં. ઘરમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા, ત્યાં સાચાં મોતી લાવવા ક્યાંથી ? છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડાપગે નગરના ઝવેરી પાસે ગયો અને સવાશેર સાચાં મોતી માગ્યાં, ઝવેરી તો બ્રાહ્મણની વાત ખૂબ જ અચરજ પામી ગયો. આ ગરીબ બ્રાહ્મણ સાત ભવે ય મોતી પાછાં આપી શકવાનો ન હતો, એની ઝવેરીને ખાતરી હતી. પણ બ્રાહ્મણે તેને મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી. ઝવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખી સવાશેર સાચાં મોતી તોલી આપ્યાં.
મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો