મંગળવાર, 31 જાન્યુઆરી, 2023

માં દિકરાને બોઘ આપતી સરસ લઘુકથા "" રાશિ ફળ """ | Rashifal short story in gujarati by Gayatri Jani |

માં દિકરાને બોઘ આપતી સરસ લઘુકથા "" રાશિ ફળ """ |  Rashifal short story in gujarati by Gayatri Jani |  

rahifal-short-story-in-gujarati-by-Gayatri-Jani
rahifal-short-story-in-gujarati-by-Gayatri-Jani

 રાશિ ફળ


"મમ્મી આજે નવુ વર્ષ છે એટલે મને પેપર વાચવાનો સમય નહી મળે હુ મારી બેનપણી સાથે ફરવા જાવ છુ એટલે પણ આજ નુ પેપર રાખી મુકજો સાચવીને.


"કેમ મનાલી તુ તો ક્યારેય વાચતી નથી?"


"હા મમ્મી પણ આજે એમા આખા વર્ષ નુ રાશિ ફળ આવ્યુ હોય એ મારે જોવુ છે."


"હા બેટા રાખીશ "



બીજે દિવસે સવારે ફ્રી થઈને મનાલી પેપર વાચવા બેસે છે.


વાચતા વાચતા ખુશ થાય છે.


"કેમ મનાલી બહુ ખુશ છુ?"


"મમ્મી મારી રાશિ મા લખ્યુ છે આ વર્ષે આકસ્મિક ધન લાભ છે "


વેકેશન પુરુ થાય દિવાળી નુ તરત એક ઈન્ટરવ્યુ આપવા જવાનુ હોય છે આળસ કરે છે જતી નથી.


"મનાલી આજે તારુ ઈન્ટરવ્યુ હતુ કેમ ગઈ નહી તારી બેનપણી માયા નો પણ ફોન આવ્યો હતો સવારે ".


"મમ્મી રાશિ ફળ મા આકસ્મિક ધન લાભ છે જ એટલે મે આળસ કરી "


સાંજે માયા નો ફોન આવે છે


"મનાલી મારી નોકરી ચાલુ થઈ જશે."


આ વાત ભાવના બેન ને ખબર પડે છે


"બેટા જો આમ રાશિફળ વાચીને બેસી ના રહેવાય મહેનત કરવી પડે  નોકરી ચાલુ કરીએ તો આકસ્મિક ધન લાભ થાય માયા ની એજ રાશિ છે છતા એ ગઈ એટલે મહેનત કર્યા વગર ઈશ્વર પણ મદદ ના કરે "


મનાલી ને બધુ સમજાઈ ગયું અને એ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

 

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો