રેશ્મા બેન ની "" બંધ ઘડિયાળ "" એક લઘુકથા | Stop Watch Shot Story By Gayatri Jani | Okhaharan
બંધ ઘડિયાળ
"આવો આવો રેશ્મા બેન બહુ દિવસે દેખાયા?"
"હા અલકા બેન આજે થયુ તમને મળી આવુ"
"બેસો. ઘરે બધા મજામાં ને?"
"અલકા બેન આજે મન ભરાઇ ગયું હતું કઈ સુઝતું નહોતું થયુ તમારી સાથે બેસીને વાત કરું મન હળવુ થશે"
એમ વાત કરતા કરતા રેશ્મા બેન રડવા લાગ્યા.
"બોલો શુ થયુ? આપણે ફોન પર તો અવાર નવાર વાત કરતા મને જણાવ્યું કેમ નહી?"
"શું થયું?"
"અલકા બેન મારી દીકરી ના છૂટાછેડા લેવાના છે હવે આર્થિક રીતે વકીલ ની ફી ભરી ને પણ ખેચાઇ ગયા છે કઈ ઉકેલ આવતો નથી દીકરી રડ્યા કરે છે એટલે મારુ મન પણ ક્યાંય લાગતુ નથી "
"રેશ્મા બેન બધુ સારુ થશે ચિંતા કરશો નહીં "
વાત કરતાં કરતાં સમય વધારે પસાર થઈ જાય છે.
"રેશ્મા બેન તમે બેસો હુ ખાલી શાક સમારવા નુ અહીંયા લઇને આવુ મોડુ થયું છે આજે થોડુ "
રેશ્મા બેન ઘડિયાળ સામે નજર કરે છે
" અરે હજુ તો પાંચ વાગ્યા છે"
"ના ના રેશ્મા બેન એ ઘડિયાળ બંધ પડી ગઈ છે અત્યારે સાડા છ થવા આવ્યાં"
"અરે રે મારે પણ ખૂબ મોડુ થઈ ગયુ જવામાં"
"અલકા બેન ઘર મા બંધ ઘડિયાળ ના રખાય"
"વાત તમારી સાચી એ ઘડિયાળ સવારે જ બંધ થઈ છે"
"રેશ્મા બેન બંધ ઘડિયાળ ના કારણે આજે સારુ થયું તમે શાંતી થી બેઠા અને મન હળવુ કર્યુ"
"હા તમારી વાત સાચી"
કહીને ઊભા થાય છે કયારેક બંધ ઘડિયાળ પણ કામ કરી જાય છે
"અલકા બેન આજે મારો ભાર હળવો થયો બંધ ઘડિયાળ ના કારણે હુ વધારે બેઠી પણ મજા આવી ગઈ"
"" અજાણ્યું આમંત્રણ "" એક લઘુકથા અહી ક્લિક કરો.
સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો.
ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો