રવિવાર, 5 ફેબ્રુઆરી, 2023

મહા સુદ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 ઉપાય કરવાથી સવૅ પ્રકાર ના સંકટો ટળે અને સાથે દરેક કાયૅ નું બમણું પુણ્યફળ પણ | Maha Punima Upay 2024 | Okhaharan

મહા સુદ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 ઉપાય કરવાથી સવૅ પ્રકાર ના સંકટો ટળે અને સાથે દરેક કાયૅ નું બમણું પુણ્યફળ પણ | Maha Punima Upay 2024 | Okhaharan

maha-punima-upay-2024
maha-punima-upay-2024




શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહા સુદ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 ઉપાય કરવાથી સવૅ પ્રકાર ના સંકટો ટળે અને સાથે દરેક કાયૅ નું બમણું પુણ્યફળ પણ મળે તે બઘું આ લેખમાં જાણીશું 


સૌપ્રથમ આપણે એ જાણીયે પૂર્ણિમા તિથિ છે શું

તિથિ એ ચંદ્ર ની કળા પર આઘાર હોય છે અને જ્યારે 16 કળા એ ખીલી ઉઠે એટલે પૂર્ણિમા  કહેવાય અને એમાં આ મહા માસ ની પૂર્ણિમા  નું એક વિષેશ માહાત્મ્યમ છે . આ તિથિના દિવસે સંગમ તટ પર નિવાસ કરી રહેલાંસાઘું સંતો નદી સ્નાન અને દાન કરી પોતાના તપની પૂણાહુતિ કરે છે. હવે આપણે જાણીએ મહા પૂર્ણિમા 2024 તિથિ માહિતી

 આ વષે 2024 ની મહા પૂર્ણિમા ની શરૂઆત

શરૂઆત 24 ફેબ્રુઆરી 2023 શનિવાર 


પુનમ દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો


આ તિથિ ના દિવસે પૂર્ણિમાનું મહત્વ એટલે વધી જાય છે કારણ કે આ તિથિ ના દિવસે પુણ્ય નક્ષત્ર, રવિયોગ અને સર્વાર્થસિદ્ધિ શુભ યોગ સર્જાઈ રહ્યાં છે. જેના કારણે કરેલ કાયૅ બમણું શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે  

1-    કળયુગ ના દેવ ભગવાન સત્યનારાયણની સત્ય કથા

ભગવાન સત્યનારાયણ એ કળયુગના સાચા દેવ છે આ પૂર્ણિમા તિથિ એ ભગવાન સત્યનારાયણ ને સમપતિ છે આ દિવસે તેમનું વિશેષ પુજન કરવામાં આવે છે અને તેમાં તેમની કથા કરાવવાનું વિશેષ મહત્વ છે. આ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અવાર નવાર આવતા સંકટો ટળી જાય છે. ભગવાન સત્યનારાયણની કથા કરાવવાથી તમારી સવૅ મનોકામના ઈચ્છા પૂરી થઈ શકે છે.


2-    શ્રી લક્ષ્મીનારાયણ નો અભિષેક કરો

પૂર્ણિમા તિથિ એ શ્રી લક્ષ્મીનારાયણને અપણૅ છે તિથિ ના દિવસે આ બંનેનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી ગાયનું દૂધ અને કેસર કે હળદર ઉમેરી અભિષેક કરો . અભિષેક કરતી વખતે મનમાં ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ જાપ કરો આ કરવાથી ધનલાભના યોગ બને અને આર્થિક પરેશાનીઓ દૂર થાય

3-    સવૅ પિતૃઓ માટે પુજન અને ધૂપ

આ મહાની પૂર્ણિમા તિથિ એ સવૅ પિતૃઓની આત્માની શાંતિ માટે પુજન ધૂપ-ધ્યાન કરવામાં આવે છે આ ન કરી શકો તો કોઈ નદીમાં સ્નાન કરી પછી સૂર્યદેવને જળ અર્પણ કરો. અને આ પણ ના થાય તો  નદીમાં કાળા તલ પણ પ્રવાહિત કરો. તેનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે. 

હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો.  

4-    દાન કરો

આ મહાની પૂર્ણિમા તિથિ એ દાન મહત્વ વઘારે છે આ દિવસે ગરીબોને ભોજન કે કાચા અનાજનું દાન કરવું જોઈએ. તમારી યથા શક્તિ હોય તો કપડાં કે વાસણ પણ દાન કરો.આ પણ ના થાય તો કોઈ ગૌશાળામાં કે ગાયને લીલું ઘાસ ખવડાવો.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

5-    ચિરંજીવી હનુમાનજીની ભક્તિ કરો.


આ મહાની પૂર્ણિમા હનુમાનજીની પૂજા કરો કારણે ચિરંજીવી છે અને કળયુગના અંત સુઘી રહેવાના છે આ તિથિના દિવસે હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવાથી રાહુ કેતુ અને શનિ અસર ઓછી થાય છે. જેથી ઘરમાં કલેશ કંકાસ અને મેલી અસર ઓછી થાય જેથી ઘરમાં શાંતિ મળે આ દિવસે હનુમાન ચાલીસા, સુદંરકાંડ , વડવાનલ સ્ત્રોત વગેરે પાઠ કરો. આ ઉપાયથી તમારા જીવનના સંકટો ઓછા થતાં જાય છે.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો