શબ્દ વાવેતર વિજેતા લઘુકથા "" મોક્ષ ભૂમિ ભારત ની "" | Moksh Bhumi Bharat ni short story in gujarati by Gayatri Jani | Okhaharan |
moksh-bhumi-bharat-ni-short-story-in-gujarati-by-gayatri-jani |
મોક્ષ ભૂમિ ભારત ની
"હેલો જેસિકા મજામાં?"
"હા એકદમ સરસ સરીતા. તુ હવે ક્યારે આવે છે અમેરિકા?"
"હમણા તો કોઈ પ્લાન નથી પણ તુ અહીંયા આવ આપણે ફરવા જઈશુ હવે તો મારો વેદ પણ વર્ષ નો થઈ ગયો છે એટલે હુ તારી સાથે આવી શકીશ."
"Ok તો હુ આવતા અઠવાડિયા સુધી આવુ"
બે બેનપણી ની વાત ફોન પર પુરી થાય છે. સરીતા ભારત મા થી થોડો સમય અમેરિકા ગઈ હતી ત્યારે જોબ પર જેસિકા જે ત્યાં ની છે એની સાથે મિત્રતા થઈ ગઈ હતી ભારત ના હોય એટલે મિત્રતા ખૂબ સારી ટકાવી રાખે.
"હેલો સરીતા હુ આવુ છુ મને અમદાવાદ લેવા આવી જજે હવે ફોન મુકુ છુ મારે જોબ પર જવાનો સમય થઇ ગયો છે."
એ દિવસ પણ નજીક આવી જાય છે. અને લેવા માટે જાય છે.
"સરીતા હવે આપણે તારા ઘરે જઈએ અને કાલ થી ફરવાનું ચાલુ."
"હા જેસિકા"
બીજા દિવસે સવારે બેવ સહેલી અને નાનો વેદ એમ ત્રણ નીકળે છે. વૃંદાવન પહોચે છે ત્યા જેસિકા બધા ને જોવે છે લોકો માટી મા એક શ્રધ્ધા સાથે આળોટી રહ્યા હતા.
"સરીતા આ બધા શુ કરે છે આવુ?"
"જેસિકા આ અમારુ ભારત અને એમા વળી વૃંદાવન ની માટી અહીંયા બધે ભગવાન ફર્યા હતા એટલે આ માટી અમારા માટે પવિત્ર છે."
વેદ પડી જાય છે ત્યારે સરીતા વેદ ને વાગ્યુ હોય ત્યા માટી લગાવે છે.
"સરીતા સુ કરે છે તુ?"
"જેસિકા પહેલો ઉપાય કરું છુ અમારા ભારત દેશ ની માટી મા એટલી તાકાત છે જે એને તરત રાહત આપશે."
ત્યા થી નીકળી ગોકુળ પહોંચે છે. બેવ વાતો મા મશગૂલ થઈ જાય છે. અને વેદ માટી ખાવા લાગે છે અચાનક જેસિકા ની નજર એની પર પડે છે.
"સરીતા વેદ ના મોઢા મા જો જલદી માટી ખાય છે "
"હા જેસિકા ચિંતા ના કર કાઢી નાખુ અને ખાય તો પણ એવુ કઈ નહી થાય આ માટી કૃષ્ણ ભગવાને પણ ખાધી હતી."
"અરે સરીતા તુ આવી બધી શ્રધ્ધા રાખુ છુ એવુ ના હોય "
"જેસિકા હુ એકલી નહિ અમારા ભારત ના દરેક વ્યક્તિ ને અમારા દેશ ની માટી પર ગર્વ છે દેશ ની માટી માટે કેટલા લોકો એ પોતાના બલિદાન આપ્યા છે. અમારી આ માટી ની મહેક બધા અત્તર ને પણ પાછા પાડે એવી છે. અમારા દેશ ની માટી જ એક એવી છે મોક્ષ ભૂમિ છે ભારત દેશ જ્યા સંતોષ, શાંતી, અને મોક્ષ મળે છે જ્યારે ભારત ની બહાર માત્ર રૂપિયા અને ભોગ ભૂમિ છે."
"સાચી વાત સરીતા તમારા ભારત મા દેશ ની માટી ની પણ કિંમત કરો છો જ્યા અમારે ત્યાં વ્યક્તિ ની પણ કોઈ કિંમત હોતી નથી."
આ દેશ ની માટી અમારા માટે સર્વસ્વ છે.
સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની
જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ
સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો.
માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા
ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા અહી ક્લિક કરો.
સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે
શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં
શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં
હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics
રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો