સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા | Night Party Shot Story By Gayatri Jani |
"મમ્મી આજે મારે નાઈટ પાર્ટી મા જવાનુ છે એટલે મારુ જમવાનુ ના બનાવતા."
"રાહુલ નથી જવુ અમને બેવ ને એ બધું પસંદ નથી તને ખબર છે ને"
"હા મમ્મી પણ ખાસ મિત્ર ની બર્થ ડે છે એટલે"
"સારુ કાલે તારે ઇન્ટરવ્યૂ આપવા જવાનુ છે તો વહેલા આવી જજે"
"હા મમ્મી"
રાહુલ રાત ના આઠ વાગે જવા નીકળે છે.
પાર્ટી
મા બધા મિત્રો ભેગા થાય છે અને ધમાલ મસ્તી, ખાવું પીવું બધુ ચાલે છે રાત
ના બાર વાગે છે રાહુલ ખૂબ નશા માં હોય છે ગાડી લઈને ઘરે આવવા નીકળે છે નશા
માં હોવાથી ભાન રહેતુ નથી અને એક્સિડન્ટ થાય છે મિત્ર રાહુલ ના ઘરે ફોન કરે
છે.
"હેલો કાકી હુ રાહુલ નો મિત્ર રાહુલ ને હોસ્પિટલ માં દાખલ કર્યો છે તમે ત્યા આવી જાવ"
બિના બેન નો જીવ અધ્ધર થઈ જાય છે જલદી પહોચે છે અને સારવાર કરાવે છે.
"રાહુલ મે તને ના પાડી હતી છતા તુ ગયો એમા તારું ઇન્ટરવ્યૂ માટે જઈ શકીશ નહિ અને આર્થિક, શારીરિક રીતે પણ નુકશાની આપણે"
"હા મમ્મી હવે મને તમારી વાત સમજાઈ ગઈ હુ હવે ક્યારેય આવી નાઈટ પાર્ટી મા જઈશ નહી "
રાહુલ ને સમજાયુ કે દવાખાને કોઈ મિત્ર આયા નથી.
"બેટા આ આપણી ભારતીય સંસ્કૃતિ છે જ નહિ આપણે તો દિવસ ના જ જન્મ દિવસ ઊજવવા વાળા છે રાતે બાર વાગે ક્યારેય જન્મ દિવસ ઉજવવો જોઈએ નહી "
"હવે થી ક્યારેય નહીં કરું મમ્મી અને બેવ સાથે ઘરે જવા નીકળે છે.
સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની
સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા
ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા અહી ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો