ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -11 -20 "" | Okhaharan Part 11 to 20 | Okhaharan In Gujarati |
okhaharan-part-11-to-20-okhaharan-in-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી અંખડ સોભાગ્ય પ્રાપ્તિ નું વ્રત છે . આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 11-20 કડવાં વાછીશું.,.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે
કડવું-૧૧
ઓખાને ઉમિયાજી એ આપેલ શાપ
ઓખા ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર;
ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર. (૧)
મરાવી ભાઈને, તું તો નાસી ગઈ;
મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. (૨)
તારું અંગ ગળજો, લુણે ગળજો કાય,
દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. (૩)
ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક;
અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. (૪)
ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય
દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . (૫)
ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય;
ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૬)
ચૈત્રમાસના ત્રીસ દહાડા, અન્ન અલુણુ ખાય;
ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા. પાછલા કહેવાય. (૭)
પાંચ દિવસ જો નવ પળે તો, ત્રણ દિવસ વિશેક;
ત્રણ દિવસ નવ થાય તો, કરવો દિવસ એક. (૮)
એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન;
અલવણ ખાએ ને અવની સુવે, વળી એક ઉજ્વળ અન્ન. (૯)
દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ;
પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. (૧૦)
વૈશાખ સુદી તૃતિયાને દિને, તું આવજે મુજ પાસ;
ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ. (૧૧)
શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર;
હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. (૧૨)
વલણ—
કહું વિસ્તાર એનો, સુણી રાજા નિરધાર રે;
હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. (૧૩)
કડવું-૧૨
ચાડાલણીએ બાણાસુર વાંઝિયા પણાનુ ભાન કરાવ્યું
રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી;
નીત્ય પ્રત્યે રજ વાળતી કરતી ઝાકઝમાળ. બાણાસુરને બારણે. (૧)
રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ;
મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર (૨)
રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ;
મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર૦. (૩)
ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય;
તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય.? બાણાસુર. (૪)
ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી;
સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર. (૫)
ત્યારે ચંડાળણી; વળતી વદે, સાંભળો રાજન;
સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર૦. (૬)
પ્રાતઃકાળે જોઇએ નહિ, વાંઝિયાનું વદન;
તમારે કાંઇ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર.(૭)
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
કડવું-૧૩
દસ પ્રકારના ના ચાંડાલ
ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય;
પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. (૧)
બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;
ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. (૨)
ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;
પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. (૩)
છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન;
સાતમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. (૪)
આઠમો ચંડાળ તેને કહીએ, પરદારાશુ મન
નવમો ચંડાળ તેને કહીએ, જે હણે તનયા કે તન (૫)
દશમો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ
આવા તો રાજા દસ છે કરમ ચંડાળ (૬)
કડવું-૧૪
બાણાસુર ને શિવજી તેનો ભૂતકાળ જણાવે છે
બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય;
મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. (૧)
એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. (૨)
ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર;
પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. (૩)
તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ;
ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. (૪)
તુજ માં જમવા આવ્યો, વેગે તારો બાળ;
માટી વાળા હાથ હતા, ખરડેલા બાળકનાં હતા તે વાર (૫)
ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ;
બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભુપાળ. (૬)
બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્યો કાંઇ તાત રે;
તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે. (૭)
કડવું-૧૫
આકાશવાણી થઈ ઉમિયાજી એ પુત્રી આપી
ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;
તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. (૧)
ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;
મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. (૨)
કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ;
પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. (૩)
વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;
બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. (૪)
પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;
વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. (૫)
શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;
વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. (૬)
પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;
તેને નામે રાશી જોઇને, નામ ધરો ઓખાય. (૭)
ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર;
એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. (૮)
ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;
એ પુત્રી ઇચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. (૯)
જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;
ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જા માત્ર તેણીવાર (૧૦)
તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાય;
દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ? (૧૧)
રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;
ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે. (૧૨)
નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે
કડવું-૧૬
ચિત્રલેખા ની ઉત્પત્તિ ની કથા
પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઇ બેઉ નારીજી;
ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યાં નામજી, કેઈ વિધિએ આવ્યાં અસુરને ધામજી. (૧)
(ઢાળ)
ધામ આવ્યાં અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં;
મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યાં. (૧)
શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર;
પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ ખોઉં નિરધાર. (૨)
એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી;
ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. (૩)
કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ;
ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. (૪)
કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ;
એના પિતાના ચરણ પૂજવા, નિત્ય જાય છે પાતાળ. (૫)
ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઇશ એને ઘેર;
સાંકડી સગાઇએ સુતા થઇને, કરાવું ભુજનીપેર. (૬)
તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન,
તેને દેવે દીકરી આપી, પ્રસન્ન થઈને મન. (૭)
પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ;
કન્યાદાન કુંવરીને દઉં તો, ઉતરે શિરની ગાળ. (૮)
ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન;
કાલે તેડીને તું આવજે, જાણે નહિ કો જન. (૯)
પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય;
પુત્રી તો સમાધી લઇ, હરિ ધ્યાન ધરે છે ત્યાંય. (૧૦)
વાયુદ્વાર તેણે રુંધિયા, ને રુંધિયા શ્વાસોશ્વાસ;
જમણા પગના અંગૂઠા પર, રહી છે ખટમાસ. (૧૧)
તે જોઈને પાછો વળ્યો, પછી પુર ભણી પ્રધાન;
ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. (૧૨)
માગ્ય કહેતાં કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ,
ભૂત-ભવિષ્ય વર્તમાન જાણું, ને ઊડી ચઢું આકાશ. (૧૩)
એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળિયા હરિ;
પ્રધાન આવ્યો પુર વિશે, તે કૌભાંડે પુત્રી કરી. (૧૪)
વલણ-
કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહિ;
શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની, ઉત્પત્તિ કહી. (૧૫)
કડવું-૧૭
ઓખા ને ચિત્રલેખા મંદિર માળિયામાં
(સાખી)
ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ;
ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ. (૧)
બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય;
અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. (૨)
મણિધર નારીએ ઋષિકુલ નથી નૃપ ને કમલા
એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળ;
(રાગ:ઢાળ)
નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર;
ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર. (૧)
મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ;
હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ. (૨)
દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય;
ચિત્રલેખા સંગે રમતાં, ઉલટ અંગ ન માય. (૩)
સવાલાખ જોદ્ધા રખવાળે, મેલ્યા છે રાજન;
એમ કહેતાં ઓખાબાઈ ને, આવ્યું છે જોબન. (૪)
તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે;
ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. (૫)
નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત
કડવું-૧૮
શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ;
ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. (૧)
ઘડી એકમાં લાવે સોગટાં, ઘડી એકમાં પાટ;
નાના વિધની રમત રમે, ઘડી એક હીંડોળાખાટ. (૨)
ઘડી એકમાં ઢીંગલા પોતિયાં, રમતની હોડાહોડ;
હીંડોળે હીંચવાને કાજે, રેશમકેરી દોર. (૩)
ઘમઘમઘમઘમ ઘુઘરા ગાજે, ઘુઘરડીનો ઘોર,
નાનાવિધનું ગાણુંગાતાં, મધુરો નીકળે શોર. (૪)
રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે;
જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માંયરે. (૫)
કડવું-૧૯
ઓખા ચિત્રલેખા પોતાની જુવાની કહે છે.
જોબનીયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ;
મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;
તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,
મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ....(૧)
બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;
મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,
મારા જોબનીયા દહાડા ચાર છે રે લોલ.
નાણે રે મળશે પણ ટાણે નહિ મળે રે લોલ....(૨)
કડવું-૨૦
કન્યાના વિવાહ નું ફળ
પાંચ વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય;
તેને કન્યાદાન દે તો, કોટી યજ્ઞફળ થાય. (૧)
પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત,
દેવવિવાહનું ફળ જેને, વર્ષ થયા છે સાત. (૨)
પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાઈ ;,
ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થયા છે નવ. (૩)
એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક,
મનુષ્યવિવાહનું ફળ જેને, અગિયારે આડો આંક. (૪)
એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય;
પુત્રીનું મુખ પિતા જુવે. બેસે બ્રહ્મહત્યાય રે. (૫)
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર
વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો