ચૈત્ર માસમાં નિત્ય વાંચો "" ઓખાહરણ ભાગ -21 -30 "" | Okhaharan Part 3 Kadva 21 to 30 | Okhaharan In Gujarati |
okhaharan-part-3-kadva-21-to-30-okhaharan-in-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી તાવ તારીયો એકન તરીયો આવતો નથી અંખડ સોભાગ્ય પ્રાપ્તિ નું વ્રત છે . આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા છે જેમાં આપણે આજે 21-30 કડવાં વાછીશું.,.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે
કડવું-૨૧
ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાતૉલાપ
ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;
તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. (૧)
તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;
તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. (૨)
તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;
વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. (૩)
તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;
બાણાસુર પ્રત્યે પુત્રીએ, વચન પ્રકાશી કહ્યું (૪)
ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;
ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. (૫)
વચન સાંભળી ઓખા ચાલ્યાં, પોતે તેણીવાર:
ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. (૬)
કડવું-૨૨
ઓખા ચિત્રાત્મક વણૅન
ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,
ઓખા તારા રાતા ગાલ રે;
ઓખા તું ચાલે હંસની ચાલ રે,
ચોળીને રંગે ઓખા તારા ચૂદંડી રે. (૧)
ઓખા તારે બાંયે બાજુબંધ રે,
ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;
ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,
ઓખા તારે સાળુડે કસબી કોર રે (૨)
ઓખા તારા શોભીતા શણગાર રે,
ઓખા તારે પાવલે નેપુર વાગતા રે. (૩)
કડવું-૨૩
સાખી
હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;
એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)
સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;
પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)
(ચોપાઈ ચાલફેર)
બાઈએ છોડી નાખ્યા હાર રે,
આ તું લે તારો શણગાર રે;
હું તો નહિ પામું ભરથાર રે,
નહિ ઓઢું ઘાટડી રે. (૧)
બાણાસુર મારો બાપ રે,
મારા કોણ જનમનાં પાપ રે;
મુને નહિ પરણાવે આપ,
નહિ જોઉં વાટડી રે. (૨)
કડવું-૨૪
ઓખા વિરહ વેદના
વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી;
ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,
સહિયર શું કીજે હા હાં રે અંનિહા રે કે વિષ ધોળીધોળી પીજે
દાડલા કેમ લીજે મારી બેની રે,દોષ કર્મને દીજે;ટેક
આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;
પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર. (૧)
સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;
હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર. (૨)
એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;
આ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે. સહિયર. (૩)
જળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;
ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર. (૪)
ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;
હું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર. (૫)
મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;
તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી. સહિયર. (૬)
સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;
હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે. સહિયર. (૭)
બીજી વાત રુચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;
આંહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર. (૮)
વચન રસિક કહેતાં તરુણી, ભારે આવે લટકતી ચાલેજી;
પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે. સહિયર. (૯)
સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,
બંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. (૧૦)
મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;
શાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. (૧૧)
અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;
ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. (૧૨)
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
કડવું-૨૫
ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ
ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો;
આપણે મોટાં મા-બાપનાં છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. ૧.
બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો;
અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો. ૨.
વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો;
મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. ૩.
તુજમાં દીસે છે અપલક્ષણ જો; કોઈના કરવા દશૅન ઈચ્છે જો .
બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહીજે જો. ૪.
તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો;
તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો. ૫.
કામ વ્યાપે સર્વ અંગે જો., બહેની રહીએ પોતાના ઢંગે જો;
તું\'તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો ? ૬.
તેં તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણાં થાપી ચાલી જો;
હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. ૭.
તું તો જુવે લોકમાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો;
બેની ડગલાં ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. ૮.
આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાવ્રત આચરતાં જો;
મારી ઓખાબાઈ સલુણાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.
દીપક બાળે ને અવરિએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો,
થયું પૂરણ વ્રત એક માસે જો, કોઇ જાણે નહિ એકાંતે જો. ૧૦.
(વલણ)
આવાસ એક સ્થંભ વિષે, વ્રત કીધું ઓખાય રે;
સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ પ્રેમાનંદ ગાય રે. ૧૧.
કડવું-૨૬
ગોયૅ માં પૂજા
બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;
ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).
કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;
મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).
ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;
ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).
ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;
પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).
કડવું-૨૭
ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;
માતા સદાય સોહાગણી (૧).
ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;
ભાભી તે હાથ હુલાવતી. (૨).
ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;
સાસુને પ્રજા ઘણી. (૩).
ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;
દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).
ગોર્યમા! માગું રે, તમારી પાસ;
અખંડ હેવાતન ઘાટડી. (૫).
ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;
ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).
ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;
માથે મનગમતો ધણી. (૭).
નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે
કડવું-૨૮
ઓખા ગોયૅમાને ઠપકો આપે છે.
એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર;
વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર. ૧.
એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;
વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત. ૨.
વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;
ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય. ૩.
આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;
ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય. ૪.
ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો ન થાય;
તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય. ૫.
પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;
તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે. ૬.
પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઇ ન ખાય;
તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે. ૭.
કડવું-૨૯
શિવના લીજે વારણાં, જેને નેત્રે બળ્યો કામ;
ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧.
શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ;
ભાગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું તે ઇશ. ૨.
શિવ ભોળો સુએ સમશાનમાં, ચોળે ત્યારે રાખ;
માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. ૩.
કડવું-૩૦
ઉમિયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય છે.
હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;
મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ૧.
ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;
સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨.
નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;
નાગદમણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર. ૩.
જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;
પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર. ૪.
વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;
દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ. ૫.
પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;
આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ. ૬.
આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;
ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય. ૭.
મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;
મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર. ૮.
શિવ કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;
હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. ૯.
પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;
મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ૧૦.
ત્રીજું લોચન ઊઘાડ્યું, શંકરને લલાટ;
પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૧.
તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;
આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨.
નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો