જીવનમાં થયેલા જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો આ પાઠ " પાપનાશક સ્તોત્ર " | Pap Nashak Stotra Gujarati Lyrics | Okhaharan
pap-nashak-stotra-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે લેખમાં જાણીશું એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું જીવનમાં થયેલા જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો આ પાઠ " પાપનાશક સ્તોત્ર "
પાપનાશક સ્તોત્ર
ૐ નમો ભગવતે વાસુદેવાય :
विष्णवे विष्णवे नित्यं विष्णवे नमः। नमामि विष्णुं चित्तस्थमहंकारगतिं हरिम्।।1
સંપૂર્ણ જળ અને ચેતનમાં વ્યાપક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હું નમસ્કાર કરું છું. પોતાના ચિત્તમાં સ્થિત અસમર્થ અને આત્મામાં વિધ્યમાન શ્રીવિષ્ણુને હું નમસ્કાર કરું છું.
चित्तस्थमीशमव्यक्तमनन्तमपराजितम्। विष्णुमीड्यमशेषेण अनादिनिधनं विभुम्।।2
ચિત્તની ભીતર સંપૂર્ણ જગતના નિયામક, અવ્યક્ત, અનંત, કોઇથી પરાજિત ન થવાવાળા ભગવાન શ્રી નારાયણ કે જે દરેક દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે. તથા વ્યાપક સ્વરૂપમાં છે. તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું.
विष्णुश्चित्तगतो यन्मे विष्णुर्बुद्धिगतश्च यत्। यच्चाहंकारगो विष्णुर्यद्वष्णुर्मयि संस्थितः।।3
જે ભગવાન વિષ્ણુ મારા ચિત્તમાં સ્થિત છે. તથા મારી બુદ્ધિમાં વ્યાપક છે. જે ભગવાન વિષ્ણુ અહંકારમાં પણ સ્થિત છે તથા તેઓ અંતરયામી સ્વરૂપે પણ રહેલા છે. એવા પરભિને હું વારંવાર વંદન કરું છું.
करोति कर्मभूतोऽसौ स्थावरस्य चरस्य च। तत् पापं नाशमायातु तस्मिन्नेव हि चिन्तिते।।4
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં
ચર, સ્થાવર, સમસ્ત જીવો, જે પણ કર્મ કરે છે, તે ભગવાન વિષ્ણુ દ્વારા જ થાય છે. એ કર્મ દ્વારા થતાં પાપો ભગવાન વિષ્ણુના ચિંતન માત્રથી જ નષ્ટ થઈ જાય છે.
ध्यातो हरति यत् पापं स्वप्ने दृष्टस्तु भावनात्। तमुपेन्द्रमहं विष्णुं प्रणतार्तिहरं हरिम्।।5
ધ્યાન કરવા માત્રથી ભગવાન વિષ્ણુ પાપોને નષ્ટ કરી દે છે. સ્વપ્નના ભાવમાં પણ ભગવાનનું ચિંતન કરીને ભગવાન નારાયણ દર્શન આપીને પાપોને નષ્ટ કરી દે છે. એ તેમની શરણમાં આવેલા જીવોના કષ્ટોને દૂર કરે છે. એવા ભગવાન વિષ્ણુને હું વારંવાર વંદન કરું છું.
जगत्यस्मिन्निराधारे मज्जमाने तमस्यधः। हस्तावलम्बनं विष्णु प्रणमामि परात्परम्।।6
આ ઘોર અંધકારમય , નિરાધાર, સંસાર રૂપી સાગરમાં ડૂબવા વાળા જીવોને પોતાના હાથનો સહારો આપીને ઉગારવાવાળા પરાત્પર શ્રીવિષ્ણુને હું પ્રણામ કરું છું.
सर्वेश्वरेश्वर विभो परमात्मन्नधोक्षज। हृषीकेश हृषीकेश हृषीकेश नमोऽस्तु ते।।7
હે સમસ્ત સ્વામીઓના પણ સ્વામી ! હે વિભુ ! હે પરમાત્મા ! હે અધોક્ષજ ! હે ઋષિકેશ આપને મારા વારંવાર નમસ્કાર છે.
नृसिंहानन्त गोविन्द भूतभावन केशव। दुरूक्तं दुष्कृतं ध्यातं शमयाघं नमोऽस्तु ते।।8
હે નૃસિંહ ! હે અનંત ! હે ગોવિંદ ! હે ભૂત ભાવન ! હે કેશવ ! મારા જે દુરુક્ત, દુષ્કૃત તથા ચિતન અને મનના પાપ છે તેને આપ નષ્ટ કરી દો. હે પ્રભુ નષ્ટ કરો, હું આપને વાંવાર નમસ્કાર કરું છું.
यन्मया चिन्तितं दुष्टं स्वचित्तवशवर्तिना। अकार्यं महदत्युग्रं तच्छमं नय केशव।।9
હે પ્રભુ ! મારા ચિતથી વસ થઈને મે જે પાપ કર્યા છે. જે પણ ચિંતન કર્યું છે, અત્યંત ઉગ્ર, મહાન જે કાર્ય કર્યા છે. હે કેશવ ! આપ તેને શાંત કરો.
बह्मण्यदेव गोविन्द परमार्थपरायण। जगन्नाथ जगद्धातः पापं प्रशमयाच्युत।।10
હે બ્રહ્મણ્ય દેવ ! હે ગોવિંદ ! હે પરમાર્થ પરાયણ ! હે જગન્નાથ ! હે જગતનું પાલન કરવાવાળા ! હે અચ્યુત ! આપ મારા પાપોને હંમેશાને માટે નષ્ટ કરી દો.
यथापराह्ने सायाह्ने मध्याह्ने च तथा निशि। कायेन मनसा वाचा कृतं पापमजानता।।11
હે પ્રભુ ! સવારે, બપોરે કે રાત્રે જે કઈ જાણ્યે અજાણ્યે પાપ કર્યા છે. કર્મ કર્યા છે, તે સમસ્ત પાપ ભગવાન શ્રી હૃષીકેશ ! પુંડરીકાક્ષ ! માધવ ! આ ત્રણ નામોનો ઉચ્ચાર કરવા માત્રથી જ નષ્ટ થઈ જાય.
जानता च हृषीकेश पुण्डरीकाक्ष माधव। नामत्रयोच्चारणतः पापं यातु मम क्षयम्।।12
કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો
હે હૃષીકેશ ! હે પુંડરીકાક્ષ ! હે માધવ ! મારા જે શારીરિક, માનસિક કે વાચિક પાપ છે, તેને આપ શાંત કરી દો.
शरीरं में हृषीकेश पुण्डरीकाक्ष माधव। पापं प्रशमयाद्य त्वं वाक्कृतं मम माधव।।13
यद् भुंजन् यत् स्वपंस्तिष्ठन् गच्छन् जाग्रद यदास्थितः।कृतवान् पापमद्याहं कायेन मनसा गिरा।।14
यत् स्वल्पमपि यत् स्थूलं कुयोनिनरकावहम्। तद् यातु प्रशमं सर्वं वासुदेवानुकीर्तनात्।।15
હે પ્રભુ મારાથી ભોજન કરતી વખતે, સૂતી વખતે કે ક્યાંય સ્થિર રૂપે અથવા ચાલી વખતે, જાગતી વખતે, બેસતી વખતે જે પણ કઈ શરીર, મનથી કે વાણીથી પાપ થાય છે, કુયોની કે નરકમાં પડવવાળા જે પણ પાપ છે, તે તમામ પાપ હે પ્રભુ તમારું ધ્યાન કરવાથી તમારું
સંકીર્તન કરવાથી નષ્ટ થઈ જાય.
परं ब्रह्म परं धाम पवित्रं परमं च यत्। तस्मिन् प्रकीर्तिते विष्णौ यत् पापं तत् प्रणश्यतु।।16
હે પ્રભુ જે પરમ ધામ છે. જે પરમ પવિત્ર છે, પરમ ધામ છે, તે ભગવાન વિષ્ણુના નામ સંકીર્તન કરવા માત્રથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય.
यत् प्राप्य न निवर्तन्ते गन्धस्पर्शादिवर्जितम्। सूरयस्तत् पदं विष्णोस्तत् सर्वं शमयत्वघम्।।17
દિવ્ય સૂરિજન, ભગવાન વિષ્ણુના જે ગંધ અને આદિ સ્પર્શથી રહિત જે પદને પ્રાપ્ત કરીને પુનઃ આ સંસાર ચક્રમાં આવું પડતું નથી તે બધા મારા પાપ નષ્ટ થઈ જાય.
જે જીવ આ પાપનાશક સ્તોત્રનો પાઠ કરે છે સાંભળે છે, તેના દ્વારા કરવામાં આવેલા શારીરિક, વાચિક કે માનસિક દરેક પાપમાંથી તેને મુક્તિ મળે છે.
બધા પાપો તથા ગ્રહોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુ પરમ પદ ણે પ્રાપ્ત થાય છે, તેથી જ્યારે પણ જાણીએ અજણાએ થયેલા પાપ માંથી મુક્તિ માટે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ પાઠ પાંપણ પ્રાયશ્ચિત સમાન છે. જે કોઈ વ્રત, જપ, સ્નાન, દાન કરી શકતું નથી, તે જો માત્ર આ પાપનાશક સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેના પાપ નષ્ટ થાય છે. તેથી સિદ્ધિ કે મોક્ષની પ્રાપ્ત અર્થે, પ્રાયશ્ચિત અર્થે આ પાપનાશક સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ.
આમલકી એકાદશી વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો