પુરુષોત્તમ માસ કથા અધ્યાય નવમો | Purushottam Maas Katha Adhyay 9 in Gujarati | Adhyay 9 | | Adhik Mass 2023 | Okhaharan |
purushottam-maas-katha-adhyay-9-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય નવમો મુનિ દુર્વાસાનું આગમન અને અમૃત ધારા જે વાતૉ કહેવાય શ્રદ્ધાનું ફળ વાર્તા.
મુનિ દુર્વાસાનું આગમન
સૂત બોલ્યા : “ હે મુનિઓ ! તે પછી નારદજીએ વિસ્મયથી વ્યાપ્ત થઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મેઘાવીની પુત્રીનું વૃતાંત શ્રી નારાયણને પૂછ્યું.”
નારદજી બોલ્યા : “હે શ્રી નારાયણમુનિ ! મેઘાવીના સ્વર્ગવાસ બાદ તેમની પુત્રીએ તપોવનમાં શું કર્યું ? ક્યા મુનિએ તેનું પાણિ ગ્રહણ કર્યું ?”
શ્રી નારાયણ બોલ્યા : “એ કન્યા વનમાં એકલી રહેતી હતી અને પોતાના પિતાને યાદ કરી શોક કર્યા કરતી હતી. પિતા વિનાના ઉજ્જડ ઘરમાં તે એકલી રહેતી હતી. તેનું હૃદયકમળ બળ્યા કરતું. પોતાના દુ:ખનો પાર તેને દેખાતો ન હતો. એ વખતે સંજોગોવસાત અત્યંત ક્રોધી મુનિ દુર્વાસા ભવિષ્યના બળથી પ્રેરાઈને એ પાતળા પેટવાળી કન્યા પાસે આવી ચડ્યા. જેમને જોતાંની સાથે સ્વર્ગાધિપતિ ઈંદ્ર પણ ભયભીત થઈ જાય છે, એ ઋષિ દૈવેચ્છાએ જ તે તપોવનમાં આવ્યા હતા.
ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય
હે રાજેન્દ્ર યુધિષ્ઠિર ! આ એ જ દુર્વાસા છે જેમને તમારી માતા કુંતીએ બાળપણમાં સેવીને પ્રસન્ન કર્યા હતા, પૂજ્યા હતા અને દેવોનું આકર્ષણ કરનારી વિદ્યા મેળવી હતી. હે ધર્મરાજ ! દેવો પણ જેને નમસ્કાર કરે છે તેવા આ ઋષિનો કોપ મારા પણ ઊતર્યો હતો. આ દુર્વાસા મુનિએ મને એક વેળા રુકમણિના સાથે રથમાં જોડ્યો હતો. એ રથને અમે બંને માર્ગમાં ખેંચી રહ્યા હતા. રુકમણિને તરસ લાગવાથી તાળવું તથા હોઠ સુકાવા લાગ્યા હતા. રુકમણિએ દુર્વાસાની બીકથી પોતાની ખાંધ પર રથની ઘુંસરી તો ઉપાડી જ હતી. તે વખતે તરસથી તેના પ્રાણ કંઠે આવી ગયા હતા અને તે વિહવળ થઈ ગઈ હતી ત્યારે પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત થઈ મેં રથને ખેંચી ચાલતાં ચાલતાં જ પગના આગલા ભાગથી જમીન દબાવી ભોગવતી નામની પાતાળગંગાને ત્યાં આણી અને રુકમણિની તરસને શાંત કરી હતી. આ જોઈ ક્રોધી મુનિએ પ્રલયકાળના અગ્નિની પેઠે જાણે સળગી રહ્યા હોય એમ એક્દમ ઊભા થઈ મને શ્રાપ આપ્યો હતો :
“હે શ્રીકૃષ્ણ ! તમને રુકમણિ ઘણી વહાલી લાગે છે. પ્રિયાના પ્રેમથી વ્યાપ્ત બની તમે મારું અપમાન કરી તેણીને પાણી પાયું છે અને તમારું માહાત્મ્ય બતાવ્યું છે. માટે બંનેનો વિયોગ થાઓ.” હે યુધિષ્ઠિર ! એ જ તે દુર્વાસા શ્રેષ્ઠમુનિ છે જે સાક્ષાત રુદ્રદેવના અંશથી ઉત્પન્ન થયા છે. અગ્નિઋષિના ઉગ્ર તપસ્વી કલ્પવૃક્ષનું મહાદિવ્ય ફળ છે અને પતિવ્રતાઓના મસ્તક પરના રત્ન જેવી સતી અનસુયાના ગર્ભમાંથી તે જન્મ્યા છે. તેમનું શ્રેષ્ઠ મસ્તક અનેક તીર્થોના જળથી ભીની રહેતી જટાઓથી સુશોભિત રહે છે.”
એ દુર્વાસા મુનિને આવતા જોઈ કુમારી મેઘાવતી શોક સાગરમાંથી એકદમ બહાર આવી તેમજ એ બાળાએ આદર સહિત તેમનું પૂજન કર્યું. વિનય સહિત એ મુનિકન્યા આ પ્રમાણે બોલી :
“હે મહાભાગ્યશાળી ! હે અત્રિગોત્રના સૂર્ય ! હે મુનિ ! આપને નમસ્કાર હો. આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો છે, તમારા જેવા મહાત્માના તીર્થરૂપી ચરણોની રજ લેવાથી મારો જન્મ પણ સફળ થયો છે, મારાં ધનભાગ્ય કે આપ જેવા મહાપુણ્યશાળી પુરૂષના આજે મને દર્શન થયાં છે.”
દુર્વાસાએ કહ્યું : “ધન્ય છે, ઓ બ્રાહ્મણ પુત્રી ! તારો ધાર્મિક સ્વભાવ જાણી હું કૈલાસ પરથી તારા આશ્રમમાં આવ્યો છું. હવે હું સનાતન મુનિશ્વર શ્રી નારાયણ દેવના દર્શન કરવા જલદી બદરિકાશ્રમમાં જઈશ. ત્યાં એ ભગવાન લોકોના કલ્યાણ માટે એકાગ્ર થઈ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યાં છે. હે દીકરી ! તારે કોઈ પણ જાતનું દુ:ખ હોય તે મને વિના સંકોચે જણાવ, હું તને યોગ્ય ઉપાય બતાવીશ.”
બાળા બોલી : “ હે ઋષિ ! આપનાં દર્શનથી જ મારો શોકરૂપી સમુદ્ર સુકાઈ ગયો છે. મારે માતા-પિતા કે ભાઈ નથી, જે મને ધીરજ આપે. દુ:ખના દરિયામાં પીડાઈ રહી છું. મારા દુ:ખને દૂર કરવાનો ઉપાય જલદી કરો. પરણવા માટે કોઈ પુરૂષ મને ઈચ્છતો નથી. મારો કન્યાકાળ વીતી રહ્યો છે અને એની ચિંતામાં હું કોઈ સુખ પામી શકતી નથી. નથી ભાવતાં ભોજન લઈ શકતી કે નથી ચેનથી નિંદ્રા લઈ શકતી. કોઈ યોગ્ય પુરૂષ મારું પાણિ ગ્રહણ કરે તેવી મારી ઈચ્છા છે. આપ મારા પર કૃપા કરી આ દુ:ખ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો.”
અઘિક માસની " પદ્મિની એકાદશી 2023 " ઉપવાસ ક્યારે કરવો?
એમ કહી આંસુવાળા મુખે એ બાળા તેમની આગળ બોલતી બંધ પડી. દુર્વાસા તેણીના દુ:ખને દૂર કરવા તે વેળા વિચારમાં પડ્યા.
શ્રી નારાયણ બોલ્યા : “મુનિ કન્યા મેઘાવતીનું આવું કરૂણ વચન સાંભળી મહા તપસ્વી મુનિશ્વર દુર્વાસાએ વેદોનોવિચાર કરી અતિશય કૃપાથી એ બાળા સામે જોયું અને પછી સારરૂપ કંઈક હિતકારી વચન તેને કહ્યું.
“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“મુનિ દુર્વાસાનું આગમન” નામનો નવમો અધ્યાય સંપૂર્ણ.
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.
શ્રદ્ધાનું ફળ
સુંદરપુરી નગરીમાં એક સુથાર રહે. સંતાનમાં સાત દીકરી અને બે દીકરા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજુરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિચારાને ધર્મ, ધ્યાન, વ્રત, તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતાં સુથાર પચાસ વર્ષનો થઈ ગયો.
એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરે. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા: “જગતના પ્રાણીમાત્રના પાલપોષણની જવાબદારી ભગવાનની છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવાડતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાંઅને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો.”
આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરેરે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ન કરી, પણ ભગવાન પર ભરોસોય ન કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ના મળે તો ભૂખ્યા રહેવું પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચઢી ગયો. ઘરમાં ખાવાનાય સાંસા પડવા લાગ્યા. પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહિ.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ
એમ કરતાં વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત બે દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે “ હવે ઘરમાં અન્નનો દાણૉ નથી, વેચવા ઘરવખરી નથી રહી. હવે શું કરશો ? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે, બ્રાહ્મણોને જમાડી દાન-દક્ષિણા આપવી પડશે, તો જ વ્રત પૂર્ણ થશે.” સુથાર તો જરાય ચિંતા કર્યા વગર “કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ.” એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલા ઊઠી, લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતાં જ મૂળિયું ઊખડી ગયું. અંદર ચળકાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતાં જ હીરા-માણેકથી ભરેલો ચરુ દેખાયો.
ઘડીક તો સુથાર આનંદમાંઆવી ગયો.પણ પછી વિચાર કર્યો કે “આ તો દાટેલું ધન કહેવાય, લઉં તો પાપમાં પડું.” એ તો ચરું પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતાં બોલી : “તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી ? સાવ મુરખના જામ છો તમે. ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા ને કોરા જ રહ્યા. ચાલો, મને જગ્યાબતાડો; હું એ ચરુ લઈ આવું.”
પણ સુથારે તો એક જ વાત પકડી રાખીકે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહક્કનું લઉં તો મારો ભગવાન મારા ઉપર રુઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠાં છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી. એ તો ઊંચા અવાજે રકઝક કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો ત્યારે પત્ની જાતે ચરુ લેવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યોકે પ્રાત:કાળ છે. હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે.
કાંઠા ગોરમાં ની વાતૉ શ્રી પુરૂષોત્તમ કથા પ્રથમ અધ્યાય
પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ-પત્ની બંને નદીએ ગયાં. હવે બન્યું એવું કે પતિ-પત્નીની આ રકઝક પડોશમાં રહીતા વાળંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાળંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરું દેખાતાં જ એ ચીસ પાડીને હટી ગઈ. હીરા-માણેક અને સોનામહોરના બદલે પીળા પીળા વીંછી ! વાળંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાળંદે ચરુનુ મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો.
બંને ઘેર આવ્યા. વાળંદ છાપરે ચઢી ગયો. સુથારના છાપરે જઈ નળિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું ? વીંછીના બદલે ખડીંગ… ખણણણ… કરતી સોનામહોરો વરસી. સુથાર તો આભો થઈ ગયો. સુથારની પત્ની ફાટી આંખે વરસતી સોનામહોરો જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવવિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠાં છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બંને પતિ-પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા.
આ બાજુ અદેખો વાળંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીસો પાડતો બહાર આવશે. પણ ઘણી વાર થઈ છતાં કાંઈ ન બન્યું એટલે એણે અંદર ડોકિયું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાળંદ દાંત પીસતો અને હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા. ખૂબ દાન-પુણ્ય કર્યાં, નિત્ય પ્રભુ ભજન અને ધર્મ-ધ્યાન કરવા લાગ્યા.
હે પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા સુથારને ફળ્યા, એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો