મંગળવાર, 18 જુલાઈ, 2023

શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીત | Purushottam Stuti Lyrics In Gujarati | Okhaharan

શ્રી પુરૂષોત્તમ સ્તુતિ ગુજરાતી અથૅ સહીત | Purushottam Stuti Lyrics In Gujarati | Okhaharan

purushottam-stuti-lyrics-in-gujarati
purushottam-stuti-lyrics-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણું ગુજરાતી ભક્તિ લેખમાં આજે લેખમાં જાણીશું શ્રી પુરુષોત્તમ ભગવાનનો ધ્યાન મંત્ર અને સ્તુતિ જે નિત્ય તેમના પુજન પછી કરાય છે જેના શ્રવણ અને પઠન માત્ર થી શ્રી પુરુષોત્તમ ભગવાનની અસીમ કૃપા થાય છે. 


પુરુષોત્તમ ધ્યાનામત્ર


વંશી વિભૂષિત કરાત્રવની રદા ભાત્ । 
પીતાંમ્બરાદરુણ બિમ્બ ફલાધરોષ્ટાત્ ॥ 


પૂર્ણેન્દુ સુન્દર મુખારવિંદ નેત્રાત્। 
પુરુષોત્તમ પરં કિમપિ તત્ત્વમં ન જાને ॥

પુરુષોત્તમ માસ કથા અધ્યાય પહેલો - કાંઠાગોરમાની કથા

જેમના કોમળ હાથ મુરલીથી સુશોભિત થઈ રહ્યા છે, જેમનાં દિવ્ય અંગની શોભાનું તેજ નૂતન વાદળ જેવું છે, જેમનાં પીળાં વસ્ત્ર છે,જેમના હોઠ અરુણોદય સમાન લાલ છે, જેમનું મુખ પૂર્ણ ચંદ્રમાના જેવું સુંદર છે અને જેમનાં નેત્ર ખીલેલાં કમળ જેવાં છે, એવા શ્રી પુરુષોત્તમ ભગવાનથી શ્રેષ્ઠ બીજા કોઈ તત્ત્વને હું જાણતો નથી.


પુરુષોત્તમ સ્તુતિ


પરમ બ્રહ્મ પરમેશ્વર, પુરુષોત્તમ પરમાનંદ, 
નંદ નંદન જશોદાનંદ, શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ.
 દીનાનાથ દુ:ખભંજન વત્સલ જગત વંદના,
 જગજીવન, જગન્નાથ  સ્તવું છું મુખ, જોડી હાથ.
 મધુસૂદન મદનમોહન મુરલીધર સદા સોહન,
 મેઘશ્યામ મુરત મન, છો પાવન મધુ મુકુંદ.
તમે છો પ્રભુ પુરુષોત્તમ અન્નદાતા અમારા, 
તમે છો પ્રભુ સર્વથી શ્રેષ્ઠ સારા. 
તમે છો પુરુષોત્તમ પ્રભુ અમારા માઈબાપ, 


કોટિ કોટિ વંદીએ તમને પ્રભુ પુરુષોત્તમ નાથ. 
તમારી સ્તુતિ દેવો અને વેદોએ વખાણી,
 વિરામી ઋષિ-મુનિઓ તણી-વૃત્તિ-વાણી. 
પ્રભુ પુરુષોત્તમ તમારા ગુણો છે અમાપ, 
કોટિ કોટિ વંદીએ તમને પ્રભુ પુરુષોત્તમ નાથ.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ


મિત્રો આ પુજન સમયે કરવામાં આવતી પુરૂષોતમ ભગવાનની ધ્યાન મંત્ર અને સ્તુતિ🙏



ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો