અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 4 કે 5 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Adhik shrvan Sankashti Chaturthi 2023 | Okhaharan
adhik-shrvan-sankashti-chaturthi-2023 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 4 કે 5 ઓગસ્ટ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી ખાસ છે તે બધું આજે આપણે જાણીશું
શ્રી ગણેશ નો "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. અધિકામાસના કૃષ્ણ પક્ષની ચતુર્થી પર વિભુવન સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત 3 વર્ષમાં એકવાર આવે છે. આ જ કારણ છે કે અધિકમાસમાં ગણપતિની પૂજાનું વિશેષ મહત્વ છે.
આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જુલાઈ મહિનાની ચતુર્થી અઘિક શ્રાવણ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે
દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય .
તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. અઘિક શ્રાવણ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
આ વષૅ અઘિક શ્રાવણ માસ ની સંકષ્ટી ચતુર્થી
તિથિ પ્રારંભ 4 ઓગસ્ટ 2023 શુક્રવાર બપોરે 12:45
તિથિ સમાપ્તી 5 ઓગસ્ટ 2023 શનિવાર સવારે 9:49
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 4 ઓગસ્ટ 2023 શુક્રવાર
પુજન નો શુભ સમય સવારે 7:25 થી 9:05
ચંદ્ર દશૅન સમય રાત્રે 9:37 મિનિટ છે.
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણપતિ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો