પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તરમો | Purushottam Maas Katha Adhyay 18 in Gujarati | Adhyay 18 | Adhik Mass 2023 | Okhaharan |
purushottam-maas-katha-adhyay-18-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય અઢારમો પુરૂષોત્તમ વ્રતનું મહાફળ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ચમત્કારિક પ્રસાદની વાર્તા.
પુરુષોત્તમ માસ કથા અધ્યાય સત્તરમો
અધ્યાય અઢારમો પુરૂષોત્તમ વ્રતનું મહાફળ
નારદે પૂછ્યું : “ હે તપના ભંડાર શ્રી નારાયણ ! તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકિ ઋષિએ દ્રઢધન્વાને શું કહ્યું હતું તે આપ કહો.”
વાલ્મીકિ બોલ્યા : “હે રાજા ! બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો. તેવામાં પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો, વીજળી થવા લાગી અને ચોમાસાનો સમય ના હતો છતાં એક મહિના સુધી મુશળધાર વરસાદ વરસ્યા જ કર્યો. આખી પૃથ્વી ઉપર જળબંબાકાર થઈ ગયો. છતાંય પુત્રના શોકરૂપ અગ્નિથી તપી ગયેલા સુદેવને કંઈ જ ખબર પડી નહી. એ તો અન્ન-જળ લીધા વગર ઓ પુત્ર ! પુત્ર ! એમ બોલતો વિલાપ કરતો હતો. એમ તે વેળા જે મહિનો વીતી ગયો તે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરૂષોત્તમ માસ હતો તેથી અજાણતાં નિરાહાર રહેવાથી અને સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પુરૂષોત્તમનું વ્રત સેવન થઈ ગયું.”
એના એ વ્રતથી એ મહિનાના અધિષ્ઠાતા ભગવાન પુરૂષોત્તમ પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રગટ થયા. પુરૂષોત્તમ શ્રીકૃષ્ણનાં દર્શન થતાં તે બ્રાહ્મણે ખોળામાં રાખેલા પુત્રનું મડદું જમીન પર મૂકી દીધું અને પત્નીસાથે હર્ષથી શ્રીહરિને પ્રણામ કરી, ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રથી તેમની પ્રાર્થના કરી. ભગવાન પણ પુરૂષોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા તેથી શ્રેષ્ઠ અમૃત વરસતી મધુર વાણી બોલ્યા.
“હે સુદેવ ! તારા ભાગ્યનું વર્ણનકરવા ત્રણે ભુવનમાં કોણ સમર્થ છે ? હે બ્રાહ્મણ ! તારો આ પુત્ર બાર હજાર વર્ષના આયુષ્યવાળો થશે. મારી કૃપાથી તારું પુત્રસુખ જોઈ દેવો, ગાંધર્વો તથા મનુષ્યો એવા સુખ માટે લલચાશે. માટે હવે તું શોકનો ત્યાગ કર.”
“હઠથી પુત્ર મેળવનારની શું દશા થાય છે તેની કથા જણાવું છું. પૂર્વે માર્કન્ડ મુનિએઆ કથા રઘુરાજાને કહી હતી. પૂર્વે ધનુ:શર્મા નામના એક મુનિશ્વર હતા. તેમણે અમરપુત્રની ઈચ્છા રાખી અતિ કઠિનતમ તપ કરવા માંડ્યું. એક હજાર વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ તે મુનિને કહ્યું : “હે મુનિશ્રેષ્ઠ ! તમારું કલ્યાણ થાઓ. અમે તમારા તીવ્ર તપથી પ્રસન્ન થયા છીએ, એટલે તમે વરદાન માંગો.”
દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુ:શર્મા અતિશય ખુશ થયા. તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું. ત્યારે દેવતાઓએ વિસ્મય પામીકહ્યું : “હે મુનિ ! તમે માંગો છો એવું તો પૃથ્વી ઉપર આજ સુધી ક્યારેય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી માટે તમે વિચારીને બીજું કાંઈ માંગો.” ત્યારે ધનુ:શર્મા મુંનિએ કહ્યું : સામે જે પેલો મોટો પર્વત દેખાય છે તે જ્યાં સુધી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર તમે આપો.” આથી સર્વ દેવો ‘તથાસ્તુ’ કહી વરદાન આપી ઈન્દ્ર સહિત સ્વર્ગમાં ચાલ્યા ગયા. અને ધનુ:શર્માએ પણ થોડા સમયમાં બુદ્ધિશાળી અને સુંદર પુત્રપ્રાપ્ત કર્યો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""
આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ એ પુત્ર વધવા લાગ્યો. જ્યારે તે સોળ વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું : “હે પુત્ર ! તારે કોઈ પણ મુનિનું અપમાન કરવું નહીં.” આવી શિખામણ મળવા છતાં તે અમરતા પ્રાપ્ત કરેલ પુત્ર પોતાના બળના મદમાં બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક વખત અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતાં હતા ત્યારે તેણે શાલિગ્રામને પાણીના કુંડમાં નાખીદીધો.
તેની આ ઉદ્ધતાઈથી રુદ્રની જેમ ક્રોધ કરવાવાળા મહર્ષિએ તેને શ્રાપઆપ્યો કે “તું હમણાં જ મરી જા. છતાં તે નહીં મરતાં તેમણે સમાધિ લગાવી કારણ જોયું. તેમણે જાણ્યું કે દેવોએ ધનુ:શર્માના આ છોકરાને અમર બનાવ્યો છે. એથી તે મુનિએ મોટો નિ:સાસો મૂક્યો એટલે તેમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડા કરી નાખ્યા. એ સાથે જ મુનિપુત્ર પણ મરણ પામ્યો. હે તપોધન ! એમ જેઓએ હઠથી પુત્ર મેળવ્યો છે તેઓ કદી સુખ પામતા નથી.”
“છતાં હે તપોધન ! ગરુડે તને જે પુત્ર આપ્યોછે તેથીલોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. તું બ્રહ્મલોકમાં જઈશ અને ત્યાં દેવતાઈ એક હજાર વર્ષ સુધી મોટું સુખ ભોગવી પાછો પૃથ્વી પર આવીશ. તે વખતે તારું બળા તથા ઐશ્વર્ય, અખંડ રહી ઈન્દ્રપદ કરતાં પણ અધિક થશે અને તારી આ ગૌતમી તારી રાણી થશે. તેનું નામ ગુણસુંદરી પડશે. તેને ચાર પુત્રો થશે. તે ઉપરાંત એક કન્યા થશે. તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાળી થશે. પછી વિષય સુખમાં રત તું તારા ઉદ્ધારક ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ ત્યારે તારો આ શુકદેવ નામનો પુત્ર તને વનમાં વૈરાગ્ય વિશે બોધ આપશે ત્યારે તું બધા વૈભવનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈષ.ત્યારે હે બ્રાહ્મણ ! વાલ્મીકિ ઋષિ તારી પાસે આવી બોધ કરશે. તેમનાં વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગકરી પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રીહરિના પદને તું પ્રાપ્ત કરીશ.”
મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે જ સમયે મૃત્યુ પામેલ બ્રાહ્મણ પુત્ર સજીવન થઈ ઊભો થઈ ગયો.પુત્રને જોઈ એ બંને સ્ત્રી-પુરુષ ઘણો જ આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાથી આકાશમાંથી પુષ્પોનીવૃષ્ટિ કરી.
વાંચો આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
બ્રાહ્મણ પુત્ર શુકદેવે શ્રીહરિને નમસ્કાર કર્યા : “હે શ્રીહરિ ! મેં ચાર હજાર વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું. તેમાં તારા ભાગ્યમાં પુત્ર નથી જ અને આજે એ વાક્યનું ઉલ્લંઘન કરી મારામરેલા પુત્રને ઉઠાડ્યો તેનું શું કારણ છે તે મને જણાવો.
“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ વ્રતનું મહાફળ” નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ.
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.
ચમત્કારિક પ્રસાદની વાર્તા
રામનગરનો રાજા જાલિમસિંહ નામ પ્રમાણે ઘણો જ ક્રૂર અને ઘાતકી હતો. તેના દિલમાં દયા નામની ચીજ જ નહોતી. જિંદગી આખી એણે પાપ જ કર્યા. પુણ્યનું એકેય કામ ન કર્યું. જ્યારે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત-તપ-જપ કરનારી હતી. રાજા જેટલાં પાપ કરે તેનાથી બમણું એ પુણ્ય કરે. આમ, પાપી જીવન ગુજારતાં તે પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો. પાછલી ઉંમરે રાજાને એનાં પાપ પીડવા લાગ્યા. રાતે ઊંઘ ન આવતી. દિવસે ખાવું ન ભાવતું. રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કરવામાં વિતાવી. આ હાથથી પુણ્યનું એક પણ કામ ના થયું. મોતનો ભરોસો નહીં. ક્યારે આવી જાય. માટે પ્રભુ-ભક્તિ કરી થોડું પુણ્ય મેળવી લઉં. આમ વિચારી રાજા તો વનમાં જવા તૈયાર થયો. કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા.
વનમાં પ્રવેશતાં જએક ચાર હાથવાળો માણસ સામે મળ્યો. રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયો અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે એ માણસ બોલ્યો : “ભાઈ ! હું કોઈ દેવ નથી. હું તો બ્રાહ્મણ છું. આ આંબાની ઘટા પાછળ કનકનો પહાડ છે. એ પહાડના શિખર પર પુરૂષોત્તમ પ્રભુનુ મંદિર છે. ત્યાં જે પ્રસાદ લે તેના સર્વે પાપોનો ક્ષય થાય છેઅને એના હાથ ચાર થઈ જાય છે. ત્યાં ઘણા ચાર હાથવાળા માણસો રહે છે.”
રાજા તો ગળગળો થઈને બ્રાહ્મણને વીનવવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો. બ્રાહ્મણ રાજા-રાનીને આંબાની ઘટા પાછળ લઈ ગયો.પણ ત્યાં પહાડ ન હતો. કનક પહાડના દર્શન ન થતાં રાજા રુદન કરવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો : “ભાઈ ! એ પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય. જેણે જીંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય એને પહાડના દર્શન નથી થતા.”
રાજા તો અતિશય રુદન કરતો કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે બ્રાહ્મણને કહ્યું : “ભાઈ ! તમારી વાત સાચી છે. મેં આખી જિંદગી પાપ જ કર્યા છે અને એ પાપ આજ મને નડી રહ્યા છે.” એમ કહી રાજા હૈયાફાટ વિલાપ કરવા લાગ્યો. એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો : “હે રાજા ! આવાં ઘોર પાપોથી મુક્તિ અપાવે તેવુંએકજ વ્રત છે અને તે છે પુરૂષોત્તમ માસનું વ્રત. એ વ્રત કરવાથી ગમે તેવાં મોટાં પાપોનો પણ ક્ષય થાય છે. અને તારા સદભાગ્યે અત્યારે પાવન પુરૂષોત્તમ માસ ચાલે છે. છેલ્લા આઠ દિવસ બાકી છે. જો અહીં પાંચ જણ બેસીને ઉપવાસ કરે અને પુરૂષોત્તમ પ્રભુના ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થાય.”
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ
રાજા તો તરત નગરમાં ગયો, જઈને સેનાપતિને અને પ્રધાનને લઈ આવ્યો. પછી રાજા-રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને સેનાપતિએ વ્રત આદર્યા. આઠ દિવસના ઉપવાસ કર્યા. નવમા દિવસના પ્રભાતે કનક પહાડના દર્શન થતા જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બધા શિખર પર ગયા. ત્યાં સ્વયં પુરૂષોત્તમ પ્રભુ બિરાજ્યા હતા. પાંચેય પ્રભુનાચરણે પડ્યા. પ્રભુએ ઉઠાડીને તેમને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતાં જ પાંચેય ચાર ભુજાવાળા થઈ ગયા. પછી વિમાને બેસી સદેહે વૈકુંઠમાં ગયા.
હે પુરૂષોત્તમ પ્રભુ ! તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સૌને ફળજો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો