પુરુષોત્તમ માસ કથા અધ્યાય પચીસમો | Purushottam Maas Katha Adhyay 25 in Gujarati | Adhyay 25 | Adhik Mass 2023 | Okhaharan |
purushottam-maas-katha-adhyay-25-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પુરૂષોત્તમ માસની કથા અધ્યાય પચીસમો પુરૂષોત્તમ માસની ઉદ્યાપન વિધિ અને અમૃત ધારા જે વાતૉ કહેવાય ગુરુ શિષ્યની ની વાર્તા.
પુરુષોત્તમ માસ કથા અધ્યાય ચોવીસમો
અધ્યાય પચીસમો પુરૂષોત્તમ માસની ઉદ્યાપન વિધિ
દ્રઢધન્વાએ પૂછ્યું : “હે મહામુનિ ! મને પુરૂષોત્તમ માસનો ઉદ્યાપનવિધિ બતાવો.”
ઋષિએ કહ્યું : “હે રાજન ! પુરૂષોત્તમ માસના કૃષ્ણ પક્ષની આઠમ-નોમ અથવા ચૌદશને દિવસે આ વ્રતનું ઉદ્યાપન કરવું. ત્રીસ સુપાત્ર બ્રાહ્મણોને નિમંત્રણ દેવું અને પોતાને ત્યાં અર્ધો મણ, દસ શેર, પાંચ શેર કે અઢી શેર પાંચ પ્રકારના ધાન્યનું સર્વઁતોભદ્ર નામનું ઉત્તમ મંડલ રચવું. એના પર સોનાના, રૂપાના, તાંબાના અથવા માટીના છિદ્ર વિનાના ચાર કળશ સ્થાપિત કરવા. તેના પર ફળ મૂકવાં. વસ્ત્રો પુષ્પ, ચંદન આદિથી તેની પૂજા કરવી. તેમાં પંચપલ્લવ મૂકવા અને વાસુદેવ, બળભદ્ર,પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ ચારે મૂર્તિઓનું ક્રમવાર ચારે દિશામાં સ્થાપન કરવું ને ચાર બ્રાહ્મણો પાસે જપ કરાવીને ભોજન વસ્ત્રો અને દક્ષિણા આપવી. ચારે દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરૂષોત્તમની પૂજા કરવી તથા “વાસુદેવાય સ્વાહા:” એ મંત્રથી તલનો હોમ કરવો.
પૂજા કરનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને પ્રસન્ન કરીને વાછરડા સહિત ગાયનું દાન આપવું. બની શકે તો ત્રીસ કાંસાના વાડકામાં ત્રીસ-ત્રીસ માલપુડા મૂકીને દાન આપવું.નોંતરેલા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. બ્રાહ્મણ પત્નીઓને વાંસના સુપડાં, હળદર, કંકુ તથા બંગડીઓ દાનમાં આપવી. તે પછી ભગવાન પુરૂષોત્તમની પ્રાર્થના કરી વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માંગવી અને તે પછી ગૌ ગ્રાસ તથા શ્વાનભાગ કાઢી કુટુંબ સાથે પોતે ભોજન કરવું.
વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવું અને પુરૂષોત્તમ ભગવાનનું વિસર્જન કરીને વ્રત પૂર્ણ કરવું. આ વ્રત અને ઉદ્યાપન જે કોઈ સ્ત્રી-પુરૂષ શ્રદ્ધાપૂર્વક કરે છે તે ઘણાં સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે.
“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“પુરૂષોત્તમ માસની ઉદ્યાપનવિધિ” નામનો પચીસમો અધ્યાય સંપૂર્ણ.
હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.
શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય
ગુરુ શિષ્યની વાર્તા
એક નદીના કિનારે એક સંતનો આશ્રમ હતો. સંતને એક શિષ્ય હતો. સંત ઘણા જ્ઞાની અને શિષ્ય ઘણો જિજ્ઞાસુ. પાવન પુરૂષોત્તમ માસ આવતાં ગુરૂએ વ્રતની તૈયારી કરી અને શિષ્યને પણ આ વ્રત કરવા જણાવ્યું ત્યારે શિષ્યે પૂછ્યું કે પુરૂષોત્તમ ભગવાન પ્રસન્ન થાય તો શું આપે ?
ગુરુ બોલ્યા : “હે વત્સ ! પુરૂષોત્તમ પ્રભુનો મહિમા અપાર છે. આ મહિનામાં દાન-ધ્યાન, જપ-તપ કરનારનું જીવન સફળ થઈ જાય. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાથી સુખ-સમૃદ્ધિ મળે, અને વ્રતના ઉજવણાના સમયે બ્રહ્મભોજન વખતે સાક્ષાત પ્રભુનાં દર્શન થાય.
શિષ્યે વિચાર કર્યો કે આટલી સહેલાઈથી પ્રભુનાં દર્શન થતાં હોય તો તો આ વ્રત કરવું જ જોઈએ. શિષ્યે તો વ્રત કર્યું. ઉજવણાના દિવસે એક સો એક બ્રાહ્મણ નોંતર્યા. લચપચતા લાડુ બનાવ્યા અને જાતે દેખરેખ રાખવા લાગ્યો. બ્રાહ્મણો જમતા હતા એ વખતે એક મેલોઘેલો દુર્ગંધ મારતો કૃશ કાયાવાળો ભિખારી ત્યાં આવ્યો અને કરગરવા લાગ્યો : “હે ભાઈ ! હું એક અઠવાડિયાથી ભૂખ્યો છું.હવે તો ચાલી પણ શકતો નથી.માટે મને થોડુંક ભોજન આપો, જેથી મારી ભૂખ સંતોષાય.”
શિષ્યને તો ભિખારીના દરહણ જોઈને એવી સૂગ ચઢી કે તેને ધક્કા મારીને બહાર કાઢ્યો,પણ ભિખારી કરગરતો ત્યાં જ ઊભો રહ્યો અને ભોજન માટે વિનવવા લાગ્યો ત્યારે ક્રોધથી આકળો બનેલો શિષ્ય લાકડી લઈને ભિખારી ઉપર તૂટી પડ્યો. ભિખારીને માર મારીને બહાર કાઢ્યો. ભિખારીના ગયા પછી હાશકારો કરતો તે પ્રભુની રાહ જોવા લાગ્યો. હમણાં પ્રભુ પ્રગટ થાય અને દર્શન કરીને જીવન સફળ કરી લઉં.
બ્રાહ્મણો જમી જમીને ઊભા થવા લાગ્યા પણ પ્રભુ ન પ્રગટ્યા. દક્ષિણા લઈને બ્રાહ્મણો વિદાય થઈ ગયા તોય પ્રભુ ન પ્રગટ્યા. ત્યારે શિષ્ય આવ્યો ગુરુ પાસે, ફરિયાદ કરી કે પ્રભુ તો આવ્યા જ નહી. ગુરુ બોલ્યા કે પ્રભુ ન આવે એવું બને જ નહીં. શિષ્યે સોગંદ ખાઈને કહ્યું કે કોઈ આવ્યું નથી. ત્યારે ગુરુએ સમાધિમાં જોયું. બધી વાત જાણી લીધી પછી શિષ્યને કહ્યું કે પ્રભુ તો આવ્યા હતા, પણ તારી આંખો એને ઓળખી ન શકી. જેને તે લાકડીઓ ફટકારી તે સ્વયં પ્રભુ હતા.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""
શિષ્યના ગળે વાત ન ઊતરી ત્યારે શિષ્યને ખાત્રી કરાવવા ગુરુએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને યાદ કર્યા. તત્કાળ પુરૂષોત્તમ પ્રભુ પ્રગટ થયા. પ્રભુના શરીર પર લાકડીના સોળ જોઈને શિષ્ય પ્રભુના પગમાં પડી ગયો. પ્રભુ બોલ્યા: “ હે અજ્ઞાની ! મારાં અનેક રૂપો છે અને હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં તે કોઈ જાણી શકતું નથી. જે પ્રાણીમાત્ર પર દયા રાખે છે તે જ મને ઓળખી શકે છે. માટે હવે ક્યારેય કદી પણ કોઈનો અનાદર ના કરતો અને ભૂખ્યાને ભોજન કરાવજે. એ અન્ન સીધુ મને પહોંચે છે.” દયાળુ પ્રભુએ એને માફ કરીને અન્નદાનનું મહત્વ સમજાવ્યું.
પ્રભુના દર્શનથી ધન્ય થયેલા એ શિષ્યના મનનો મેલ ધોવાઈ ગયો અને તેણે જીવમાત્ર પ્રત્યે દયા રાખી આખી જિંદગી અન્નક્ષેત્ર ચલાવ્યું અને અંતે વૈકુંઠને પામ્યો.
હે પુરૂષોત્તમ નાથ તમે જેવા ગુરુ-શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો