12 રાશિ મુજબ વિદ્યાર્થીઓની કિસ્મત ચમકી જાય એવા વસંતપંચમી ઉપાય | Vasant Panchami 12 Rashi Upay Gujarati | Okhaharan
vasant-panchami-12-rashi-upay-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વસંત પંચમી ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ શું ઉપાય કરવાથી કિસ્મત ચમકી જાય.
સૌપ્રથમ આપણે એ જાણીએ કે વસંત પંચમી શું છે? મહા સુદ પાંચમ તિથિ ને વસંત પંચમી, કે જે સમય થી વસંત ઋતુ ની શરૂઆત થાય. આ વસંત પંચમી ના દિવસે વિધા વાણી અને સંગીત ના દેવી શ્રી મહાસરસ્વતી તથા ઈચ્છાશક્તિ ના દેવી મહાલક્ષ્મી નો પુજન નો શુભ દિવસ માનવા આવે છે વષૅ માં ત્રણ તિથિ એવી હોય છે જેમાં કોઈ પણ મુહૂર્ત કે ચોધડિયા જોવા ની જરૂર નથી હોતી , અખાત્રીજ, વિજયા દશમી અને વસંતપંચમી છે. જે આ વષૅ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ છે. હવે આપણે જાણીએ કે 12 રાશિ મુજબ શું ઉપાય કરવો?
મેષ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વહેલી સવારે સ્નાન સ્વચ્છ થઈને સફેદ વસ્ત્ર ધારણ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા ના ગ્રંથ નું પુજન કરવું પછી શ્રી સરસ્વતી દેવી નો કવચ નો પાઠ કરવો. આ પુજન વિધી કરવાથી મેમરી પાવરને વધે છે.
વૃષભઃ-આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા શ્રી શારદા દેવી ને સફેદ ચંદન અર્પણ કરવું તથા એક અગરબત્તી કરીને 'ૐ ઐં સરસ્વત્યાયૈ નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો. આનાથી અભ્યાસમાં આવતી અડચણો દૂર થશે.
મિથુન -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે બાળકોને લીલા રંગની સાહી વાડી પેન દાન કરો.આમ કરવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધશે.
કર્કઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે શ્રી સરસ્વતી ગાયત્રી મંત્રની અથવા ગાયત્રી મંત્ર ની માળાનો જાપ કરવાથી દેવી સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે.
સિંહ:- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે મહાસરસ્વતી દેવી પીળા ચંદન વડે તિલક કરી માતા સરસ્વતી નો ગાયત્રી મંત્ર ૐ સરસ્વત્યાયૈ વિદ્મહે બ્રહ્મપુત્ર્યૈ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત 108 વખત જાપ કરવાથી મગજ વિચાર શક્તિ અને વાણી મન મોહી બંને છે.
કન્યા રાશિ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે ભણતા અને જરૂરિયાત બાળકોને પુસ્તકો કે નોટ કે ભણવાને લગતી અને સંગીત લગતી કંઈ પણ વસ્તુઓ ભેટ આપવાથી તમારી વાણીની ખામી દૂર થાય અને બાળકોનું મન આધ્યાત્મિકતા આગળ વધે.
વસંતપંચમી ના દિવસે આ પાઠ કરવાથી વિધા,જ્ઞાન,સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય
તુલાઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ આછા પીળા રંગના ચોખા ની અંદર કેસર ઉમેરીને માં સરસ્વતી ને અર્પણ કરવું આમ કરવાથી યાદશક્તિ સારી રહે છે અને નાના બાળકોની વાણીમાં સ્પષ્ટ થઈ જાય છે.
વૃશ્ચિક -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ ઓમ ઐં હ્રીં ક્લીં મહાસરસ્વતી દેવાયૈ નમઃ ની માળા સાથે જાપ કરવો તેનાથી બુદ્ધિની સાથે સંપત્તિમાં પણ વધારો થાય છે.
ધનુ - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા સરસ્વતીની સામે એક કોરા કાગળ પર 'ઓમ' લખો. સફેદ ગાયની પૂજા કરાવી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે છે.
મકર રાશિઃ- આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે વિદ્યાર્થીઓએ ચોખા, ખાંડ, મીઠું, હળદર, કેળું, કોઈપણ વસ્તુનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરવું જોઈએ.
કુંભ -આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે આ લોકોએ પણ માતાને સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. ગરીબ બાળકને તેના અભ્યાસમાં મદદ કરો તેનાથી કરિયરમાં સફળતા મળે છે.
મીન - આ રાશિના જાતકો એ વસંતપંચમી ના શુભ દિવસે માતા સરસ્વતીને દૂધ અને કેસર મિક્સ કરીને અભિષેક કરવો. હળદર, કેળા, ચણાના લોટના લાડુ અને પીળા ચંદનથી માતા સરસ્વતીની પૂજા કરવાથી બાળક સર્જનાત્મક શક્તિ તથા શિક્ષણના કાયૅ માં પ્રગતિ કરે છે.
વસંતપંચમી ના દિવસે હજારો રૂપિયાની વસ્તુ ના ખરિદિ શકો લાવો 11 રૂપિયાની વસ્તુ અહી ક્લિક કરો
સવૅ કુળદેવી મંત્ર અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇