મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર | Mahashivratri 12 Rashi Upay Gujarati | Okhaharan
Mahashivratri-12-Rashi-Upay-Gujarati-2023
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર તે આજે આ લેખમાં જાણીશું
આ વષૅ મહાશિવરાત્રી નો દિવસ 18 ફેબ્રુઆરી 2023 શનિવાર ના રોજ છે આ દિવસે બધા શિવલાયો મહાદેવ મંદિર ૐ નમઃ શિવાય અને હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠશે. આ દિવસે ચાર પ્રહર પુજન સમય 18 ફેબ્રુઆરી સાંજે 6:21 થી બીજા દિવસે એટલે કે 19 ફેબ્રુઆરી 2023 રવિવાર સવારે 7:02 મિનિટ સુધી રહેશે આ સમય રાશિ મુજબ ઉપાય કરવાથી અતિ ઉત્તમ ફળ પ્રાપ્તિ થાય . 617 વષૅ પછી ગુરૂ પોતાની મીન રાશિમાં, શનિ અને સૂર્ય કુંભ રાશિમાં, શુક્ર ઉચ્ચ નો ગુરૂ સાથે મીન રાશિમાં રહેશે આમ મહાશિવરાત્રી ગુરૂ , શુક્ર, શનિ , સૂયૅ આવો દુર્લભ યોગ આ શિવરાત્રી ના દિવસે બંને છે. આ દિવસે પુજન કરવાથી જન્મકુંડળી સાથે જોડાયેલા ગ્રહ દોષ પીડા શાંત કરી શકાય છે. હવે આપણે 12 રાશિ મુજબ ઉપાય અને મંત્ર જાણીયે.
મેષ રાશિઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ શિવલિંગ પર અપણૅ કરવા તથા ૐ નાગેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર ની એક માળા કરવી.
વૃષભઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને ચમેલીના ફૂલ શિવલિંગ પર અપણૅ કરવા સાથે શિવના રુદ્રાષ્ટકનો પાઠ એક વખત અવશ્ય કરો.
મિથુનઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથને ધતુરા, ભાંગ અર્પણ કરવી સાથે શિવ પંચાક્ષરી મંત્ર- ૐન મઃ શિવાયનો 108 વાર એક વખત માળ કરવી.
કર્કઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ ને શિવલિંગ પર ગાયના દૂધનો સાકર મિશ્રિત અભિષેક કરવો સાથે રૂદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવો જોઈએ.
સિંહ રાશિઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને કરેણ ના લાલ ફૂલ શિવલિંગ પર અપણૅ કરવા સાથે શિવ ચાલીસા નો પાઠ કરવો.
કન્યા રાશિ - આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને બીલીનત્ર, ધતુરા, ભાંગ શિવલિંગ પર અપણૅ કરવા સાથે ૐ નમઃ શિવાય મંત્ર નો જાપ કરવો
તુલા રાશિઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર દહીં અથવા સાથળ દૂધ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો તથા શિવાષ્ટકનો તથા શિવના સહસ્ત્રનામનો પાઠ કરો.
વૃશ્ચિક રાશિઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર ગુલાબના ફૂલ અને બિલ્વપત્ર અર્પણ કરવામાં સાથે રુદ્રાષ્ટકમ સ્તુતિ અને ૐ અંગારેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે
ધનુ - આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને મહાશિવરાત્રિના પીળા રંગના ફૂલો શિવલિંગ પર અપણૅ કરવા સાથે ચોખા વગર ખીર અર્પણ કરો અને શ્રી શિવષ્ટકનો પાઠ કરો.
મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.
મકરઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર ધતુરા, ભાંગ, અષ્ટગંધ અપણૅ કરો સાથે ૐ પાર્વતીનાથાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.
કુંભઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ દૂધ, દહીં, સાકર, ઘી, મધથી અલગ-અલગ અભિષેક કરવો સાથે ૐ શિવાય નમઃ મંત્રનો જાપ અને શિવાષ્ટકનો પાઠ પણ કરવો જોઈએ.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે
મીન રાશિઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર પંચામૃત દહીં, દૂધ અને પીળા રંગના ફૂલ અપણૅ કરવા અને ૐ ભમેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.
આ હતી મિત્રો 12 રાશિ મુજબ મહાશિવરાત્રી ના દિવસે ઉપાય અને મંત્ર માહિતી.
મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇