મિત્રતા ની એક લઘુકથા "" ઋણાનુબંધ "" | Runanubandh Short Story By Gayatri Jani |
runanubandh-short-story-by-gayatri-jan |
શીર્ષક:-ઋણાનુબંધ
કરણ અને રામ નાનપણથી મિત્ર હતા કરણની આર્થિક સ્થિતિ સારી ન હતી અને માતા પણ નહી આથી પિતા એને રામના ઘરે મુકીને નોકરી પર જતા હતા.
રામના પિતા એને બધુ નવુ નવુ શીખવાડે અને રોજ કઈક શીખે તો ચોકલેટ પણ લાવે. રામ નાનો હતો એને કયારેક આ બધુ ગમતુ નહી એના મનમા ઈર્ષા થતી કે મારા પપ્પા મને નથી આપતા અને કરણને આપે છે આથી મિત્ર ભાવ એ ઈર્ષામા બદલાઈ ગયો કરણ ખૂબ હોશિયાર હતો પણ પરિસ્થિતિના કારણે એ કઈ કરી શકતો નહી એને ડોકટર બનવુ હતુ રામના પિતાએ એનો ખર્ચો આપી ભણાવ્યો મોટા થયા પછી રામને વધુ ઈર્ષા થતી એ ભુલી ગયો કે આ મારો મિત્ર છે. પણ કરણની સ્થિતિએ નાની ઉંમરમા ઘણો મોટો બનાવી દીધો હતો આથી એની સમજણ વધારે હતી.
એકવાર રામ ખૂબ બિમાર થાય છે અને કરણ એની ખૂબ સરસ સારવાર કરે છે રામ મનોમન પસ્તાય છે કે હુ જ ખોટુ વિચારતો હતો કરણને તો હજુ મારા પ્રત્યે લાગણી છે એ માફી માંગે છે ત્યારે કરણ જવાબ આપે છે કે મિત્રતામા માફી ના હોય અને તારા પિતાનુ ઋણ મારા પર છે.
રામ ધરતી પર જન્મ લેતા પહેલા દરેક સબંધ ઈશ્વર નકકી કરીને મોકલે છે માત્ર મિત્રતાનો સંબંધ જ જાતે બાંધવાનો હોય છે અને આજે તને ભૂલ સમજાઈ એજ મારા માટે મારી મિત્રતા સાચી હોવાનો પૂરાવો છે અને આ બધુ ઋણાનુબંધ છે.
રામ અને કરણ બધુ ભૂલીને નાના હતા એ દિવસો યાદ કરી આનંદ માણવા લાગ્યા.
સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની
સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા
ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા અહી ક્લિક કરો.