આજે પાઠ કરો ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર | Ganesh Mayuresh Stotra Gujarati Lyrics | Okhaharan
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર બ્રહ્મા જી દ્વારા રચિત શ્રી ગણપતિ મયુરેશ સ્તોત્રમ,ગણેશ મયુરેશ સ્તોત્ર
ૐ હ્રીં ગં ગણપતેય નમઃ
ચિંતા અને રોગ-નિવારક મયૂરેશ સ્તોત્ર
પુરાણપુરુષં દેવં નાનાક્રિડાકરું મુદા ।
માયાવિનં દુર્વિભાવ્યું મયૂરેશં નમામ્યહમ્ ॥૧॥
જે પુરાણ પુરુષ છે અને પ્રસન્નતાપૂર્વક વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, જે માયાના સ્વામી છે તથા જેમનું સ્વરૂપ અચિન્ત્ય છે એ મયૂરેશ ગણેશને હું પ્રણામકરુંછું.
પરાત્પરં ચિદાનંદં નિર્વિકારં હૃદિ સ્થિતિમ્ |
ગુણાતીતં ગુણમયં મયૂરેશં નમામ્યહમ્ ॥૨॥
જે પરાત્પર છે, ચિદાનંદમય નિર્વિકાર, બધાના હૃદયમાં અંતર્યામી રૂપથી સ્થિત, ગુણાતીત તથા ગુણમય છે, એ મયૂરેશને હું નમસ્કારકરુંછું.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
સૃજન્તં પાલયન્તં ચ સંહરનતં નિજેચ્છા ।
સર્વવિઘ્નહરં દેવં મયૂરેશં નમામ્યહમ્ ॥૩॥
જે સ્વેચ્છાથી જ સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર કરેછે, એ સર્વવિઘ્નહારી દેવતા મયૂરેશ ગુણેશનું હું પ્રણામ કરું છું.
નાનાદૈત્યનિહન્તારં નાનારુપાણિ બિભ્રતમ્ ।નાનાયુધધરં ભક્ત્વા મયૂરેશં નમામ્યહમ્ ॥૪॥
જે અનેકાનેક દૈત્યોના પ્રાણનાશક છે અને વિવિધ પ્રકારના રૂપ ધારણ કરે છે, એ વિવિધ અસ્ત્ર-શસ્ત્રધારી મયૂરેશને હું ભક્તિભાવથી નમસ્કારકરુંછું.
ઈદ્રદાદિદેવતા વૃંદૈરભિષ્ટુતમહર્નિશમ્ ।
સદસદવ્યક્તમવ્યક્તં મયૂરેશં નમામ્યહમ્ ||
ઈન્દ્ર વગેરે દેવતાઓનો સમુદાય દિવસ-રાત જેમનું સ્તવનકરે છે તથા જે સત્, અસત્, વ્યક્ત અને અવ્યક્ત રૂપ છે, એ મયૂરેશ ગણેશને હું પ્રણામ કરું છું.
સર્વશક્તિમયં દેવં સર્વરૂપધરં વિભૂમ્ । સર્વવિદ્યાપ્રવક્તારં મયૂરેશં નમામ્યહમ્ ॥૬॥
જે સર્વશક્તિમય, સર્વરૂપધારી અને સંપૂર્ણ વિદ્યાઓના પ્રવક્તા છે, એ ભગવાન મયૂરેશને હું પ્રણામ કરું છું.
પાર્વતીનંદન શમ્ભોરાનન્દુપરિવર્ધનમ્ ।
ભક્તાનંદકરં નિત્યં મયૂરેશં નમામ્યહમ્ ॥૭॥
જે પાર્વતીજીને પુત્રરૂપે આનંદ પ્રદાન કરે છે અને ભગવાન શંકરને પણ અત્યંત આનંદ આપે છે, એ ભક્તોનો આનંદ વધારનાર મયૂરેશને હું નિત્ય નમસ્કાર કરું છું.
મુનિધ્યેયં મુનિનુંત મુનિકામપ્રપૂરક્રમ્ ।
સમષ્ટિવ્યષ્ટિરૂપં ત્યાં મયૂરેશં નમામ્યહમ્ ॥૮॥
મુનિઓ જેમનું ધ્યાન કરે છે, મુનિઓ જેમના ગુણગાન ગાય છે તથા જે મુનિઓની સર્વકામના પૂર્ણ કરે છે, એ સમષ્ટિ-વ્યષ્ટિરૂપ મયૂરેશને હું પ્રણામ કરું છું.
સર્વાજ્ઞાનનિહન્તાર સર્વજ્ઞાનકરં શુચિમ્ ।
સત્યજ્ઞાનમયં સત્યં મયૂરેશં નમામ્યહમ્ ॥૯
જે સમસ્ત વસ્તુવિષયક અજ્ઞાનના નિવારક અને સંપૂર્ણ જ્ઞાનના ઉદ્ધારક, પવિત્ર, સત્ય જ્ઞાન સ્વરૂપ તથા સત્યનામધારી છે એ મયૂરેશને હું નમસ્કારકરું છું.
અનેક કોટિ બ્રહ્માંડનાયકં જગદીશ્વરમ્ |
અનંતવિભવં વિષ્ણું મયૂરેશં નમામ્યહમ્ ॥૧૦॥
જે અનેક કોટિ બ્રહ્માંડના નાયક છે, જગતના ઈશ્વર છે અને અનંત વૈભવોથી સંપન્ન તથા સર્વવ્યાપી વિષ્ણુરૂપ છે, એ મયૂરેશને હું પ્રણામ કરુંછું.
ઈદું બ્રહ્મકર્ર સ્તોત્રં સર્વપાપપ્રણાશમ્ ।
સર્વકામપ્રદં નૃણાં સર્વોપદ્રવનાશનમ્ ॥૧૧॥
કારાગૃહગતાનાં ચ મોચનં દિનસપ્તકાત્ ।
આધિવ્યાધિકરં ચૈવ ભુક્તિમુક્તિપ્રદં શુભમ્ ॥૧૨॥
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
મયૂરેશે કહ્યું : ‘આ સ્તોત્ર બ્રહ્મભાવની પ્રાપ્તિ કરાવનાર તથા સમસ્ત પાપોનું નાશક છે, મનુષ્યને સંપૂર્ણ મનોવાંછિત પદાર્થ આપનારું તથા બધા ઉપદ્રવોનું શમન કરનારું છે. સાત દિવસ એનો પાઠ કરવામાં આવે તો કારાવાસમાં પડેલો મનુષ્ય પણ છૂટી જાય છે. આશુભ સ્તોત્ર માનસિક ચિંતા તથા ગમે તેવા મોટા શરીરગત રોગને પણ હરી લે છે અને ભોગ તેમજ મોક્ષ પ્રદાન કરે છે.
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો