મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | Okhaharan

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | Okhaharan 

gau-mata-108-names-lyrics-in-gujarati
gau-mata-108-names-lyrics-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણાં ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશુ આ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે. ગાય મતા ની સેવાથી બધા દેવી દેવતાની સેવા પૂજા થઈ જાય છે. 

શ્રી ગૌ અષ્ટોત્તર નામાવલિ - માતા ગાયના 108 નામ

ૐ  કપિલા નમઃ.
ૐ  ગૌતમી નમઃ.
ૐ  સુરભી નમઃ.
ૐ  ગૌમતી નમઃ ।
ૐ  નંદની નમઃ ।
ૐ  શ્યામા નમઃ ।
ૐ  વૈષ્ણવી નમઃ ।
ૐ  મંગલા નમઃ.
ૐ  સર્વદેવ વાસિની નમઃ ।
ૐ  મહાદેવી નમઃ 10
ૐ  સિંધુ અવતરણી નમઃ.
ૐ  સરસ્વતી નમઃ.
ૐ  ત્રિવેણી નમઃ ।
ૐ  લક્ષ્મી નમઃ.
ૐ  ગૌરી નમઃ.
ૐ  વૈદેહી નમઃ ।
ૐ  અન્નપૂર્ણાય નમઃ.
ૐ  કૌશલ્યાય નમઃ ।
ૐ  દેવકી નમઃ.
ૐ  ગોપાલિની નમઃ ॥20॥
ૐ  કામધેનુ નમઃ.
ૐ  અદિતિ નમઃ.
ૐ  માહેશ્વરી નમઃ.
ૐ  ગોદાવરી નમઃ.
ૐ  જગદંબા નમઃ ।
ૐ  વૈજયંતી નમઃ ।
ૐ  રેવતી નમઃ.
ૐ  સતી નમઃ.
ૐ  ભારતી નમઃ.
ૐ  ત્રિવિદ્યા નમઃ ॥30
ૐ  ગંગા નમઃ।
ૐ  યમુના નમઃ.
ૐ  કૃષ્ણ નમઃ.
ૐ  રાધા નમઃ.
ૐ  મોક્ષદા નમઃ ।
ૐ  ઉત્તરા નમઃ.
ૐ  અવધા નમઃ.
ૐ  બ્રજેશ્વરી નમઃ ।
ૐ  ગોપેશ્વરી નમઃ ।
ૐ કલ્યાણી નમઃ ॥40॥

ૐ  કરુણા નમઃ ।
ૐ  વિજયા નમઃ.
ૐ  જ્ઞાનેશ્વરી નમઃ.
ૐ  કાલિન્દી નમઃ.
ૐ  પ્રકૃતિ નમઃ ।
ૐ  અરુંધતિ નમઃ ।
ૐ  વૃંદા નમઃ.
ૐ  ગિરિજા નમઃ ।
ૐ  મનહોરાણી નમઃ ।
ૐ  સંધ્યા નમઃ ॥50
ૐ  લલિતા નમઃ।
ૐ  રશ્મિ નમઃ.
ૐ  જ્વાલા નમઃ.
ૐ  તુલસી નમઃ.
ૐ  મલ્લિકા નમઃ ।
ૐ  કમલા નમઃ.
ૐ  યોગેશ્વરી નમઃ ।
ૐ  નારાયણી નમઃ.
ૐ  શિવા નમઃ.
ૐ ગીતા નમઃ ॥60

ૐ  નવનીતા નમઃ।
ૐ  અમૃત અમરો નમઃ ।
ૐ  સ્વાહા નમઃ ।
ૐ  ધનંજયા નમઃ ।
ૐ  ૐ કારેશ્વરી નમઃ ।
ૐ  સિદ્ધિશ્વરી નમઃ ।
ૐ  નિધિ નમઃ.
ૐ  રિદ્ધિશ્વરી નમઃ ।
ૐ  રોહિણી નમઃ ।
ૐ  દુર્ગા નમઃ ॥70॥
ૐ  દુર્વા નમઃ.
ૐ  શુભમા નમઃ.
ૐ  રમા નમઃ.
ૐ  મોહનેશ્વરી નમઃ ।
ૐ  પવિત્રા નમઃ ।
ૐ  શતાક્ષિ નમઃ ।
ૐ  પરિક્રમા નમઃ ।
ૐ  પિરેશ્ર્વરી નમઃ ।
ૐ  હરસિદ્ધિ નમઃ ।
ૐ  મણિ નમઃ ॥80
ૐ અંજના નમઃ।
ૐ  ધરણી નમઃ ।
ૐ  વિંધ્યા નમઃ.
ૐ  નવધા નમઃ.
ૐ  વારુણી નમઃ.
ૐ  સુવર્ણા નમઃ ।
ૐ  રાજતા નમઃ.
ૐ  યશસ્વનિ નમઃ ।
ૐ  દેવેશ્વરી નમઃ ।
ૐ  ઋષભા નમઃ ॥90

ૐ  પાવની નમઃ।
ૐ  સુપ્રભા નમઃ ।
ૐ  વાગેશ્વરી નમઃ ।
ૐ  મનસા નમઃ ।
ૐ  શાંડિલી નમઃ ।
ૐ  વેણી નમઃ.
ૐ  ગરુડા નમઃ.
ૐ  ત્રિકુટા નમઃ ।
ૐ  ઔષધા નમઃ ।
ૐ  કાલંગી નમઃ 100
ૐ  શીતલા નમઃ ।
ૐ  ગાયત્રી નમઃ.
ૐ  કશ્યપા નમઃ ।
ૐ  કૃતિકા નમઃ ।
ૐ  પૂર્ણા નમઃ ।
ૐ  તૃપ્તા નમઃ ।
ૐ  ભક્તિ નમઃ
ૐ ત્વરિતા નમઃ108

મિત્રો આ ગાય મતા 108 નામ જેને ગાય અષ્ટોતરી નામવલી  કહેવાય છે ગુજરાતીમાં. હું આશા રાખું કે આપને પસંદ આવી હશે. તો એક શેર જરૂર કરજો.

" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 26 ઑગસ્ટ, 2024

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય | Janmashtami 12 Rashi Upay 2024 | Janmashtami 2024 | Okhaharan

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ 12 રાશિ મુજબ ઉપાય | Janmashtami 12 Rashi Upay 2024 | Janmashtami 2024 | Okhaharan

janmashtami-12-rashi-upay-2024
janmashtami-12-rashi-upay-2024

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણ ના નો જન્મ એટલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ ની 12 રાશિ મુજબ ઉપાય કરવાથી વિશેષ કૃપા થઈ જીવનની કિસ્મત ચમકી ઉઠે.

દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.  ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુ ના દશ અવતાર માનો આઠમો અવતાર છે એમને પુણૅ પુરૂષોત્તમ પણ કહેવાય છે માટે એમનું પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે, એમને બાળ સ્વરૂપે, યુવાન સ્વરૂપે તેમજ એમના પૂર્ણ સ્વરૂપે અનેક લીલા કરી સવૅ નું રક્ષણ કરી અનેક પ્રકાર ના દુઃખ માંથી મુક્તિ આપી છે. દ્રાપરયુગમા સવૅ મનોકામના પૂર્ણ કરનાર ભગવાન હતાં. આ કળિયુગમાં  ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવાનો સૌથી શુભ દિવસ એટલે કૃષ્ણજન્મ દિવસ ની અષ્ટમી તિથિ છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ દિવસે રાશિ પ્રમાણે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

મેષ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ શ્રી કૃષ્ણને લાલ વસ્ત્રો અપૅણ કરીને પછી માખણ મિશ્રી નો ભોગ ધરાવવો જોઈએ. આમ કરવાથી આ રાશિના લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

વૃષભ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ કૃષ્ણને ગાયનું દૂધ અર્પણ કરવું જોઈએ. જો શક્ય હોય તો, તમે દૂધની બનેલી થોડી મીઠાઈ પણ આપી શકો છો. આ ઉપાયથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

મિથુન રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ચંદન વડે તિલક કરો અને પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ) ચઢાવો. તેનાથી તેઓ શુભ ફળ મેળવી શકે છે.

કકૅ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને સફેદ વસ્ત્રોથી શણગારીને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરવું જોઈએ. તેનાથી તેમના અટકેલા કામમાં ઝડપ આવી શકે છે.

સિંહ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ બાલ ગોપાલને સોનેરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી અષ્ટગંધાનું તિલક લગાવો અને ગોળથી બનેલી વાનગીઓનો આનંદ લો.
કન્યા રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને લીલા વસ્ત્રોથી શણગારવા જોઈએ. આ પછી તેમને માવાની બનેલી મીઠાઈઓ ચઢાવો. તેનાથી તેઓ બુધ ગ્રહ સંબંધિત શુભ ફળ મેળવી શકે છે.

તુલા રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ કાન્હાને ગુલાબી રંગના વસ્ત્રોથી શણગારવા જોઈએ અને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવું જોઈએ. તેનાથી તેમના ખરાબ દિવસો દૂર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ શ્રી કૃષ્ણને લાલ વસ્ત્રો પહેરવા જોઈએ અને તેમને સફરજન અથવા દાડમ જેવા લાલ રંગના ફળ પણ અર્પણ કરવા જોઈએ. તેનાથી તેમની મનોકામના પૂર્ણ થશે.

ધનુ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને તે પછી પણ કેળા અથવા કેસર જેવા પીળા ફળોમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ.

મકર રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ બાળ ગોપાલને વાદળી વસ્ત્રોથી શણગારવું જોઈએ અને રસગુલ્લા જેવા ફાટેલા દૂધમાંથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તેઓ શનિ ગ્રહ સંબંધિત શુભ ફળ મેળવી શકે છે.

કુંભ રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને શુદ્ધ ઘીથી બનેલી ખીર અર્પણ કરવી જોઈએ. આ ઉપાયો કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
મીન રાશિ

જન્માષ્ટમી ના દિવસે આ રાશિના લોકોએ કૃષ્ણને કેસરી રંગના વસ્ત્રો અર્પણ કરો અને પછી ભોગમાં ચણાના લોટથી બનેલી મોહન થાળ જેવી મીઠાઈઓ ચઢાવો. આનાથી તેમની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ખબર પડી હશે અને આ લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો.

બૌલીયે શ્રી કૃષ્ણ ભગવાન ની જય 

" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.     

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 7 ઑગસ્ટ, 2024

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા "" | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2024 | Okhaharan

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા ""  | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2024 | Okhaharan

ful-kajali-vrat-katha-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ફૂલકાજલી વ્રત

ફૂલકાજલી વ્રત

આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. તે દિવસે ગુલાબનું ફૂલ સૂંઘવામાં આવે છે.

શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે. તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઊઠી, નાહી-ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ-પાર્વતીનું પૂજન કરે છે. આખો દિવસે નકોરડો ઉપવાસ કરે છે જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીએ છે ! તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરવું. વ્રત કથાઓ
જ્યારે દિવસ આથમે એટલે કે ગોરજટાણે ગાયો ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે. પછી જ ફળાહાર કરવામાં આવે છે. ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે.

આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું. તે રાત્રે મહાદેવજીનાં ભજન-ગીતો ગાવાં. શિવ-મહિમાના ગ્રંથો વાંચવા. આ વ્રત પાંચ, સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે. પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવી કપાળમાં કકું-ચાંદલો કરવો. પછી તેને ફળાહાર કરાવવો. ફળાહાર બાદ તેમને એક વાટકો, કોઈ પણ એક ફળ, એક ફૂલ, એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને તે વાટકો ભેટમાં આપવો.
આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હરકોઈ કન્યાની મનોકામના શંકર-પાર્વતી પૂરી કરે છે.

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં

"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 6 ઑગસ્ટ, 2024

2024 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? વ્રત માં શું ના કરવું છે | jivantika vrat date 2024 vrat ujavanu Gujarati | Okhaharan

2024 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  વ્રત માં શું ના કરવું છે | jivantika vrat date 2024 vrat ujavanu Gujarati | Okhaharan 

jivantika-vrat-date-2024-vrat-ujavanu-Gujarati
jivantika-vrat-date-2024-vrat-ujavanu-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2024 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  વ્રત માં શું ના કરવું છે

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું, કોઈ સ્ત્રીને અડચણ હોય, આવરણ હોય કે કોઈ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે. 

ૐ શ્રી જીવંતિકા માતાયે નમઃ 

આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. મા જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે. 

સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડચા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા. જમાડચા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું. 

માં જીવંતિકા વ્રત માં શું ના કરવું

આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ પીળાં વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાં નહીં.
આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવાં.
વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા. વળી,
લીલા-પીળા મંડપ નીચેથી પસાર ન થવું.
વહેતું પાણી ઓળંગવું નહિ.
આ વ્રત કરનારે સત્ય વચન બોલવાં, અસત્ય ભાખવું નહિ.
પરનિંદા કરવી નહિ કે સાંભળવી નહિ,
કોઈ કડવાં વચન બોલે તો ગળી જવા, પણ ક્રોધ ન કરવો.
બ્રહ્મચર્ય પાળવું.
ઘરકામ કરતાં કરતાં પણ મનથી મા જીવંતિકાનું રટણ કરવું.

આ વષૅ 2024 માં જીવંતિકા વ્રત 4 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
પ્રથમ 9-8-2024
દ્રિતીય 16-8-2024
તૃતીયા 23-8-2024
ચતૃથ 30-8-2024