મંગળવાર, 6 ઑગસ્ટ, 2024

2024 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ? વ્રત માં શું ના કરવું છે | jivantika vrat date 2024 vrat ujavanu Gujarati | Okhaharan

2024 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  વ્રત માં શું ના કરવું છે | jivantika vrat date 2024 vrat ujavanu Gujarati | Okhaharan 



jivantika-vrat-date-2024-vrat-ujavanu-Gujarati
jivantika-vrat-date-2024-vrat-ujavanu-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2024 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?  વ્રત માં શું ના કરવું છે


પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું, કોઈ સ્ત્રીને અડચણ હોય, આવરણ હોય કે કોઈ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે. 

ૐ શ્રી જીવંતિકા માતાયે નમઃ 

આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. મા જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે. 


સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડચા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા. જમાડચા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું. 

માં જીવંતિકા વ્રત માં શું ના કરવું

આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ પીળાં વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ કરવાં નહીં.
આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્ર જ ધારણ કરવાં.
વિધવા સ્ત્રીએ શ્વેત વસ્ત્ર ધારણ કરવા. વળી,
લીલા-પીળા મંડપ નીચેથી પસાર ન થવું.
વહેતું પાણી ઓળંગવું નહિ.
આ વ્રત કરનારે સત્ય વચન બોલવાં, અસત્ય ભાખવું નહિ.
પરનિંદા કરવી નહિ કે સાંભળવી નહિ,
કોઈ કડવાં વચન બોલે તો ગળી જવા, પણ ક્રોધ ન કરવો.
બ્રહ્મચર્ય પાળવું.
ઘરકામ કરતાં કરતાં પણ મનથી મા જીવંતિકાનું રટણ કરવું.


આ વષૅ 2024 માં જીવંતિકા વ્રત 4 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
પ્રથમ 9-8-2024
દ્રિતીય 16-8-2024
તૃતીયા 23-8-2024
ચતૃથ 30-8-2024

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં



"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો