બુધવાર, 7 ઑગસ્ટ, 2024

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા "" | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2024 | Okhaharan

શ્રાવણ સુદ ત્રીજ નું વ્રત "" ફૂલ કાજલી વ્રત કથા ""  | Ful Kajali Vrat katha gujarati | Fulkajali vrat 2024 | Okhaharan


ful-kajali-vrat-katha-gujarati




 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  ફૂલકાજલી વ્રત

ફૂલકાજલી વ્રત


આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. કોઈ સ્થળે મોટી વયની સ્ત્રીઓ પણ કરે છે. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. તે દિવસે ગુલાબનું ફૂલ સૂંઘવામાં આવે છે.


શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે. તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઊઠી, નાહી-ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ-પાર્વતીનું પૂજન કરે છે. આખો દિવસે નકોરડો ઉપવાસ કરે છે જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીએ છે ! તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરવું. વ્રત કથાઓ
જ્યારે દિવસ આથમે એટલે કે ગોરજટાણે ગાયો ઘરે આવે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે. પછી જ ફળાહાર કરવામાં આવે છે. ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે.


આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું. તે રાત્રે મહાદેવજીનાં ભજન-ગીતો ગાવાં. શિવ-મહિમાના ગ્રંથો વાંચવા. આ વ્રત પાંચ, સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે. પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવી કપાળમાં કકું-ચાંદલો કરવો. પછી તેને ફળાહાર કરાવવો. ફળાહાર બાદ તેમને એક વાટકો, કોઈ પણ એક ફળ, એક ફૂલ, એક ચાંદલાનું પેકેટ અને દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને તે વાટકો ભેટમાં આપવો.
આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હરકોઈ કન્યાની મનોકામના શંકર-પાર્વતી પૂરી કરે છે.

શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા વ્રત કથા ગુજરાતીમાં



"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.