દિવાળી 2024 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2024 list date & Time | Okhaharan
|
diwali-festival-2024-list-date-time |
૧) પુષ્ય નક્ષત્ર
સંવત ૨૦૮૦ આસો વદ-૮ ગુરુવાર તા.૨૪-૧૦-૨૦૨૪ પુષ્યનક્ષત્ર માં-ચાંદી-ઘરેણા-મૂર્તિ-રત્ન વગેરે ખરીદવા માટે, ચોપડા નોંધાવવા માટે શુભસમય પુષ્યનક્ષત્ર સૂર્યોદયથી શરૂ થશે જે બીજાદિવસે શુક્રવાર સવારે ૭/૩૮ સુધી સવારે ૬-૩૯થી ૮/૦૫ શુભ બપોરે ૧૦-૫૭ થી ૩-૧૩ ચલ-લાભ-અમૃત, સાંજે ૪-૩૯ થી ૦૬-૦૫ શુભ રાત્રે ૦૬/૦૫ થી ૦૯/૧૩ અમૃત ચલ પુષ્ય નક્ષત્ર શરૂથી અંત સુધી સારુ ગણાય છે.
૨) રમા એકાદશી/વાગ્બારશ
વિક્રમ સંવત ૨૦૮૦ આસોવદ ૧૧ રમા એકાદશી અને વાઘબારશ
૨૮/૧૦/૨૦૨૪ ને સોમવાર ના છે
૩) ધનતેરશ
વિક્રમ સંવત ૨૦૮૦ આસોવદ ૧૨, ૨૯/૧૦/૨૦૨૫ મંગળવાર ધનતેરસ આજે છે. ધનવંતરી જયંતિ આજના શુભ સમય સવારે ૦૯-૩૨ થી ૦૧/૪૭ સુધી ચલ લાભ અમૃત સાંજે ૦૩-૧૧ થી ૦૪-૩૬ શુભ રાત્રે ૦૭-૩૬ થી ૦૯-૧૨ લાભરાત્રે ૧૧/૪૭ થી ૧૨/૨૨ શુભ
૪)કાળીચૌદશ
સંવત ૨૦૮૦ આસો વદ-૧૩ બુધવાર તા. ૩૦-૧૦-૨૦૨૪ આજે બપોરે ૦૧/૧૬ થી કાળીચૌદશ શરૂ થાય છે. આજે સરસવના તેલનો દીવો કરી આરોગ્ય પ્રાપ્તિ ની કામના કરવી.
૫)દીવાળી
સંવત ૨૦૮૦ આસો વદ ૧૪ ગુરૂવાર ૩૧-૧૦-૨૦૨૪ આજે બપોરે ૦૩/૫૪થી અમાસ શરૂ થશે બીજા દિવસે ૦૧/૧૧/૨૦૨૪ સાંજ ૦૬/૧૭ સુધી રહેશેઆજે દીવાળીના ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન વગેરે કરવા શુભ સમય ૩૧/૧૦/૨૦૨૪ ના સાંજે ૦૪/૩૫ થી ૦૯/૧૪ રાત્રે સુધી શુભ અમૃત ચલ
૧/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૦૬/૪૪ થી ૧૦/૫૭ ચલ લાભ અમૃત બપોરે ૧૨/૨૨ થી ૦૧/૪૬ શુભ સાંજે ૦૪/૩૫ થી ૦૫/૫૯ ચલરાત્રે ૦૯/૧૧ થી ૧૦/૪૬ લાભતા.૧/૧૧/૨૪ શુક્રવાર આજ સાંજ સુધી અમાસ હોય જે લોકો અમાસ ના દિવસ ના ભાગમા પોતાની પરંપરા મુજબ પુજન વગેરે કરતા હોય તે આજે કરી શકે .શુભ સમય સવારે સૂર્યોદય થી ૧૦/૫૬ સુધી બપોરે ૧૨/૨૨ થી ૧ /૪૫ સુધી સાંજે ૪/૩૫ થી ૬/૦૦ સુધી સારા મુહૂર્ત છે
૬) નૂતનવર્ષ
સંવત ૨૦૮૧ કારતક સુદ-૧ શનિવાર તા. ૨-૧૧-૨૦૨૪ નાં નૂતનવર્ષ શરૂ. આજના શુભ દિવસે જે દુકાન, પેઢી, કારખાનું વગેરેના શુભ મુહુર્ત કરતા હોય તેમણે નીચેના સમય મુજબ કરવા,
સવારે ૦૮-૦૯ થી ૯-૩૩ શુભ બપોરે ૧૨-૨૨ થી ૦૪-૩૪ ચલ લાભ અમૃતજે લોકો નવા વરસના દિવસે વ્હેલી સવારે સૂર્યોદય પહેલા મુહૂર્ત કરતા હોય તેણે સવારે ૩/૩૩ થી ૫/૧૧ સુધી મા મુહૂર્ત કરી શકે
સવાર ના ચડતા પહોર ના કાર્યો વધુ સિધ્ધિ આપનારા હોય છે પરમ કૃપાળુ ઇષ્ટદેવ, સદ્ગુરુ દેવ સૌના મનોરથ પુરા કરી યશ ધન વ્યાપાર વૃધ્ધિ આપી સૌનુ કલ્યાણ કરે એવી પ્રાર્થના
૭)ભાઇબીજ
વિક્રમસંવત ૨૦૮૧ કારતકસુદ બીજ રવિવાર ૦૩/૧૧/૨૦૨૪
૮)લાભપાંચમ
સંવત ૨૦૮૧ કારતકસુદ પાંચમ બુધવાર તા. ૦૬-૧૧-૨૦૨૪ આજે લાભપાંચમ છે શુભ પરંપરા મુજબ જે લોકો મુહુર્ત આજે કરતા જ હોય તે કરી શકે છે. સવારના ચડતા પ્રહરના કાર્યો સારા હોય છે.સવારે ૦૬/૪૭ થી ૦૯/૩૪ સુધી લાભ અમૃત બપોરે ૧૦/૫૮ થી ૧૨/૨૨ સુધી શુભ સાંજે ૦૩/૦૯ થી ૦૫/૫૭ સુધી ચલ લાભ