144 વષૅ શુભ સંયોગ પોષ મહા અમાવસ્યા નો પોષ અમાસ તિથિ સમય ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? | Paush Amavasya 2025 | Mahakumbha Moni Amavasya 2025 | Okhaharan
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 144 વષૅ શુભ સંયોગ પોષ મહા અમાવસ્યા નો પોષ અમાસ તિથિ સમય ક્યારે છે? વ્રત ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શુ કરવું ? શું ના કરવું ? તે બઘું જાણીશું.
સૈપ્રથમ એ જાણીયે અમાસ તિથિ શું છે. અમાસ તિથિ એ હિન્દું પંચાગ અનુસાર 30મી તિથિ ગણાય છે અને આ દિવસે ચંદ્ર શૂન્ય કળામાં હોય છે એટલે ચંદ્રદય થતો નથી. અમાસ તિથિ ના દેવ પિતૃ છે. આ અમાસ તિથિનાં દિવસે સ્નાન દાન જપ તપ તથા પિતૃ તૅપણ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અમાસ ના દિવસે પિતૃઓ માટે પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને આ ખાસ દિવસે તમે અથવા તમારા ઘરના વ્યકતિ પ્રાયગરાજ મહાકુંભ મેળામાં છો ખાસ એક ડુબકી પિતૃઓના નામની કરજો. તેથી પિતૃઓને વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે
આ વષૅ 2025 પોષ માસની અમાસ તિથિ માહિતી
તિથિ ની શરૂઆત 28 જાન્યુઆરી 2025 મંગળવાર સાંજે 7:35 મિનિટ
તિથિ ની સમાપ્તિ 29 જાન્યુઆરી 2025 બુધવાર સાંજે 6:04 મિનિટ
આમ અમાવસ્યા 29 જાન્યુઆરી 2025 બુધવાર પિતૃ તર્પણ સ્નાન રહેશે
ૐ નમો ભગવતે વાસુદેવાય
આગળ જાણાવ્યા મુજબ આ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે કરેલા દરેક કાયૅ પિતૃઓને અપણૅ થાય છે અને તેનું પુણ્ય ફળ મળે છે.
અમાસ દિવસે શું કરવું
અમાસ તિથિ સવારથી સૂયૅદય થાય ત્યારથી બઘા કાયૅ કરવામાં આવે છે.
1) અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન મહિમા વઘારે છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો માહાત્મય વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આ ખાસ દિવસે તમે અથવા તમારા ઘરના વ્યકતિ પ્રાયગરાજ મહાકુંભ મેળામાં છો ખાસ એક ડુબકી પિતૃઓના નામની કરજો
2) ત્યાર પછી મંદિરમાં સેવા પૂજા કરી પાનિયારે જ્યાં પીવાનું પાણી રાખીયે ત્યાં સવાર અને સાંજ બે આડી વાટનો ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા “ ૐ નમો ભગવતે વાસુદેવાય “ મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.
3) તાયાર પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે તાબાના લોટામાં લાલ ચંદન અને લાલ ફુલ , ચોખા વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને સૂયૅ દેવનાં 12 નામ જાપ કરો અને એ ના ફાવે તો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો
4) આ તિથિ પિતૃઓનું કોઈ કાયૅ અઘુરૂ હોય તે કરવામાં ઉત્તમ દિવસ છે આ દિવસે પિતૃઓનું પુજન, તપણૅ વિઘિ, પિડંદાન, અંજલિ કરવાથી તોઓ તૃપ્ત થાય છે. તોઓ ના આશીવૉદ ફળે છે.
5) ત્યાર બાદ પિતૃઓને યાદ કરીને દાન કરવું જોઈએ પછી જરૂરિયાતમંદ લોકોને અન્ન, નવા વસ્ત્ર કે પછી ધન દાન કરો તો પણ ચાલે. બ્રહ્માણ ને ભોજન કરાવવું, ગાયમાતા કે જેમની અંદર 33 કરોડ દેવી દેવતા વાસ હોય છે એક સારી તિથિ એક સાથે બઘા દેવી-દેવતા પ્રસન્ન થઈ જાય માટે ગાય કે ગૌશાળામાં લીલું ઘાસ ગાય ને ખડાવવું , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ કાયૅ કરવું. કુતરા ધી ગોળ કે મીઠાઈ કે રોટલી રોટલો ખડાવવો, , કીડી ને લોટ સાથે મોરંસ ઉમેરીને કીડીયારૂ પુરવું, તમારી ઘર ની આસપાસ કે રવેશીમાં પક્ષી માટે ચણ અને પાણી વવ્યવસ્થા કરવી આમ આટલા પ્રકાર ના અમાસ તિથિ ના દિવસે કરી શકાય છે.
6) અમાસ તિથિ પિતૃઓને અપણૅ છે આ દિવસે ઘરમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે સવારે, કે બપોર કે પછી સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. તેમાં પણ બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા અત્યારના સમયમાં કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દિવસે પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન ઘરતા રહેવું મનમાં ઓમ પિતૃભ્યૌ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરવો.
7) આ દિવસે ઘરે ખીર બનાવો અને પિતૃઓને પ્રસાદ તરીકે અપણૅ અને ઘરનાં સવૅ સભ્યો સાથે મળીને ભોજન કરો આમ કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે
8) અમાસ તિથિ ના દિવસે ભગવાન શિવને કોઈ શિવાલયમાં જઈને શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પછી પ્રદક્ષિણા કરીને એક માળા ઓમ નમઃ શિવાય ની કરો.
9) આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો. આ સમયે ઓમ પિતૃભ્યૌ નમઃ મંત્ર જાપ પણ કરી શકો છો.
અમાસ ના દિવસે શું ના કરવું?
1) અમાસ તિથિ ના દિવસે તમે વ્રત કરો કે ના કરો પણ કંઈ પણ નશીલા પદાર્થો સેવન કે કોઈ વસ્તુ નશો ના કરો.
2) અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
3) અમાસ ના દિવસે ધરમાં કે બહાર નાના મોટા ની ઉપર કોધ ના કરવો
4) અમાસ ના દિવસે માંસ મદિર નું સેવન ના કરવું
5) અમાસ ના દિવસે પારકા એટલે બીજા નું અન્ન ના ખાવ. ધરે બનાવીને જમો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો